સામાન્ય રીતે ઉનાળામાં શરીરને કાર્ય કરવા માટે પુષ્કળ પાણીની જરૂરિયાત હોય છે, આવામાં જો તમે પૂરતું પાણી પીતા નથી તો તમને પેશાબ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં તમારે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. આ સાથે તમે નારિયેળ પાણી પીને પણ પેશાબની બળતરા દૂર કરી શકો છો.
કાકડીનો રસ અથવા સીધી કાકડી ખાવાથી પણ પાણીની અછત દૂર થાય છે. તેની અસર ઠંડી હોય છે, જેના લીધે તે પેશાબની બળતરા ઓછી કરે છે. આ સાથે પેશાબ પણ છૂટથી આવે છે. તમે નારિયેળ પાણીમાં ધાણાજીરું અને ગોળ નાખીને પણ સેવન કરી શકો છો, તે પણ પેશાબની સમસ્યા દૂર કરે છે.
જો તમે દિવસ દરમિયાન બે વખત કાચી હળદરનું સેવન કરો છો તો પણ તમને રાહત થાય છે. દાડમને સુધી અથવા જ્યુસ સ્વરૂપે ખાવાથી તમે બળતરા દૂર કરી શકો છો. પેશાબની સમસ્યા દૂર કરવા માટે ફાલસા પણ ઉપયોગી ફળ સાબિત થાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે વિટામિન સી ધરાવતા ખાટા ફળ પેશાબની સમસ્યા જડથી દૂર કરવા માટે કામ કરે છે. તેનાથી પેશાબમાં ચેપ લાગતો નથી અને બળતરા પણ થતી નથી. આ માટે તેને આમળા સાથે ઈલાયચી નું પાવડર સ્વરૂપે પાણીમાં નાખીને સેવન કરી શકો છો.
જો તમારો પેશાબ લાંબા સમય પછી અથવા અટકી અટકીને આવતો હોય તો તમારે ઈલાયચીનો પાવડર મધ સાથે મિક્સ કરીને તેને ચાટવું જોઈએ.
તેનાથી પેશાબ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો આમળાના પાવડર સ્વરૂપમાં ઘી અને ગોળ મિક્સ કરીને સેવામાં આવે તો પેશાબની બળતરા દૂર થઈ જાય છે.
જો તમે દૂધમાં સાકાર અને ઘી મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તમને રાહત મળી શકે છે. જો તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત શેરડીના રસનું સેવન કરો છો તો તમને પેશાબ અટકી અટકીને આવતો હોય અથવા પેશાબમાં બળતરા થતી હોય તો ઉપર જણાવેલ ઉપાય કરવાથી રાહત મેળવી શકાય છે.
અડદની દાળને પાવડર સ્વરૂપમાં ગ્રાઇન્ડ કરીને ઘી અને ખાંડ મિક્સ કરીને રોટલી સાથે સેવન કરવામાં આવે તો પેશાબની સમસ્યા દૂર થાય છે. જોકે ધ્યાનમાં રાખો કે તમારે આ ઉપાય ડાયાબીટીસ ના હોય તો જ કરવો જોઈએ. નહીંતર સમસ્યા વધી શકે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.