મિત્રો અળવી એક ઉષ્ણકટિબંધીય બારેમાસ મળતી વનસ્પતિ છે. આ વનસ્પતિ ઘણી પ્રાચીન વનસ્પતિ માંથી એક છે. અળવીના મોટા મોટા પાના ને ચણાના લોટમાં મસાલા કરીને તેના પર લગાવીને પાતરા બનાવવામાં આવે છે. માત્ર અળવીના પાન જ નહીં પરંતુ તેના કંદ તેની ડાળીઓ તેમજ પાંદડાઓ ખૂબ જ ઉપયોગી છે.
તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે અળવી ના પાન માં આવેલા પોષકતત્વો ખૂબ જ ઉપયોગી છે. અળવી ના પાન માં વિટામીન એ, બી, સી, કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટી ઓક્સીડન્ટ, આયન જોવા મળે છે. મિત્રો અળવીના પાન માં ડાયટરી ફાઇબર પુષ્કળ પ્રમાણમાં છે. અળવીના પાન માં અનેક પોષક તત્વો રહેલા છે.
લીલા શાકભાજી અને અળવીના પાન ખાવાથી ખૂબ જ પોષક તત્વો મળે છે. અળવીના પાનનું સેવન કરવાથી ચામડી એકદમ ચમકીલી તેમજ કસાયેલી રહે છે. તેમજ ચામડીના રોગમાંથી પણ રાહત મળે છે અને શરીર પર વધતી ઉંમર પણ દેખાતી નથી. અળવી ના પાન માં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબૂતી આપે છે. અને માંસપેશીઓ પણ મજબુત બને છે.
આથી હાડકામાં દુખાવો રહેવાની સમસ્યા થતી નથી. મિત્રો અળવીના પાનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર રહેલું છે. જે મનુષ્યની પાચન શક્તિમાં વધારો કરે છે. જેના કારણે પેટની તકલીફો જેવી કે અપચો કબજિયાત જેવા માં રાહત મળે છે. અળવીના પાન ડાળની સાથે બાફવા માટે વપરાયેલા પાણીમાં એક ચમચી ઘી ઉમેરી ચાના કપ જેટલું પીવાથી વાયુ, ગેસ, અપચો વગેરેમાં રાહત મળે છે.
આનાથી ભૂખ પણ લાગે છે. અળવીના પાનનું સેવન કરવાથી છાતીમાં કે પેટમાં થતી બળતરામાં રાહત મળે છે. અળવી ના પાન નો રસ કાઢી તેમાં શેકેલા જીરાનો ભૂકો અને તેમાં સ્વાદ માટે થોડી સાકર નાખીને પીવાથી છાતીમાં થતી બળતરા, ખાટા ઓડકાર પાણી પાચન ક્રિયામાં પણ ખૂબ જ ઉપયોગી છે.
મિત્ર ઉનાળામાં ગરમીના દિવસોમાં ઉનવા થાય ત્યારે મૂત્ર પ્રક્રિયામાં બળતરા થાય છે. તેવા લોકોએ અળવીના પાનના રસમાં ધાણા-જીરુનો ભૂકો ઉમેરી તેમાં થોડી સાકર નાખીને સેવન કરવાથી રાહત મળે છે. બાળકને સ્તનપાન કરાવતી માતાએ અળવીના પાનનું શાક અથવા અળવીના ગાંઠ ના શાક નું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
અળવી માં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ છે. ગરમી ના દિવસો દરમિયાન કસરત કે પછી અન્ય રમતમાં ખૂબ જ પસીનો નીકળી જતો હોય ત્યારે શરીરમાં ક્ષારનું પ્રમાણ જળવાય તેવા ખોરાક કે પીણાં લેવાનું સુચવવામાં આવે છે. અળવીનું શાક માં ઉપયોગ કરવાથી કે પછી તેની ગાંઠ ને બાફી ને દહી સાથે રાયતુ બનાવીને ખાવાથી સ્નાયુ સક્ષમ રહે છે.
મિત્રો જે લોકો વજન ઘટાડવા માંગે છે તે લોકોએ અળવીનું સેવન કરવું જોઈએ. અળવી ના પાન માં રહેલા લોહતત્વ ને લીધે નવા રક્તમાં ખુબ જ ઉપયોગી છે. અળવીના ઉપયોગથી નવા હીમોગ્લોબિનનું નિર્માણ થાય છે. અળવી ના પાન માં વિટામિન ભરપૂર પ્રમાણમાં હોવાથી આંખની દરેક તકલીફમાં રાહત મળે છે. અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે ખૂબ જ લાભદાયી છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.