શરીરની બધી જ ગંદકી દૂર કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટે કારગર છે આ ખાસ પ્રકારનો જ્યુસ, 100% મળશે પરિણામ…

આજના આ વિશેષ લેખમાં અમે તમને આમળાના જ્યુસથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેમાં વિટામિન સી મળી આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સહિત ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આમળાના જ્યુસના સેવનથી થતા ફાયદાઓ અને તેને બનાવવાની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આમળાનો જ્યુસ બનાવવા માટે જરૂરી સામગ્રી :- ૪-૫ આમળા, આદુનો નાનો ટુકડો, ૧ ગ્લાસ પાણી, ૫-૬ ટી સ્પુન ખાંડ, મીઠું, મરીનો પાવડર, શેકેલ જીરાનો પાવડર, સંચર મીઠું…

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યુસ બનાવવાની રીત :- આમળાનો જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા આમળાને બાફી લો. જેના લીધે તેમાંથી બી કાઢવા એકદમ આસાન થઈ જશે. હવે તેમાં થોડુંક પાણી મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લો. જેનાથી બહુ જલદી રસ નીકળી જશે. હવે તમે આ જયુસનું દરરોજ સેવન કરી શકો છો.

આમળામાં વિટામિન સી સહિત કેલશિયમ, પોટેશિયમ, મેંગનીઝ, વિટામિન બી 6 વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ દૂર કરીને શરીરને આવશ્યક પોષક તત્વોની અછત પૂર્ણ કરે છે. હવે ચાલો આપણે આમળાના જ્યુસથી થતા ફાયદાઓ વિશે જાણીએ..

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વાળ ખરવાની સમસ્યા :- આજના પ્રદૂષણ યુક્ત જીવન અને બહારના ખોટા આહારને કારણે ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. જેનાથી માથામાં ટાલ તો પડે છે, સાથે સાથે શરમનો પણ સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં જો તમે વાળ ખરવાની સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો તમારે આમળાના જ્યુસ નું સેવન કરવું જોઈએ. હકીકતમાં તેમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે, જે વાળને મૂળ સુધી પોષણ આપે છે. જેનાથી વાળ ખરતાં નથી અને તમને રાહત મળે છે.

આંખો માટે ઉપયોગી :- આજે ઘણા લોકો આંખોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના લીધે તેઓને આંખો પર ચશ્મા પહેરવા પડે છે અને ઘણા લોકોના નંબર તો એટલા વધી જાય છે કે તેમને ચશ્મા વગર દેખાતું પણ નથી.

આવામાં જો તમે આંખોની રોશની વધારવા માંગો છો તો આમળાના જ્યુસનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં વિટામિન એ અને કેરોટિન મળી આવે છે, જે આંખોમાં તેજમાં વધારો કરે છે.

પાચન શક્તિ વધારવા :- જો તમે પાચન શક્તિ વધારવા માગતા હોય તો આમળાનું સેવન કરવું જોઈએ. કારણ કે મોટાભાગના રોગો પેટથી શરુ થાય છે.

જો તમે આમળા ના જ્યુસનું સેવન કરો છો તો તેમાં ફાઈબર મળી આવે છે. જેનાથી પાચન શક્તિ વધે છે અને તમારે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

હાડકા મજબુત કરવા :- જો તમારા હાડકા નબળા પડી ગયા છે અને વારંવાર તૂટી જાય છે તો તમારે આમળાના જ્યુસનું સેવન કરવું જોઈએ. હકીકતમાં તેમાં કેલ્શિયમ મળી આવે છે.

જે દાંત તૂટી જવા, નખ તૂટવા, હાડકા નબળા પડી જવા જેવી સમસ્યાનો સામનો કરવા માટે કારગર છે. આવી સ્થિતિમાં જો તમને પણ આ સમસ્યા થઇ રહી છે તો તમારે આમળાનો જ્યુસ અવશ્ય પીવો જોઈએ.

કિડની અને હ્રદય રોગ દૂર કરવા :- જો તમે આમળાના જ્યુસ નું સેવન કરો છો તો તેનાથી પેટમાં રહેલા વધારાના તત્વો, ઝેરી પદાર્થો, વધારાનું અશુદ્ધ પાણી બહાર આવી જાય છે.

જેના લીધે કિડની સાફ થાય છે અને સારી રીતે કાર્ય કરે છે. આ સાથે તેમાં રહેલા એન્ટી તત્વો કોલેસ્ટ્રોલ લેવલ ને યોગ્ય રાખવા માટે કામ કરે છે. જેનાથી હૃદય રોગ થઈ શકતો નથી.

જો તમે દરરોજ આવા જ અવનવા સ્વાસ્થ્યવર્ધક લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment