આ 6 કારણોને લીધે જ ખરે છે મહિલાઓના વાળ, જાણી લો તેની પાછળના જવાબદાર કારણો અને ઉપાય…

સામાન્ય રીતે આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા એકદમ મુશ્કેલ બની ગઈ છે. આજે એવી ઘણી મહિલાઓ છે, જેઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. જેમાંથી અમુક મહિલાઓ આ સમસ્યાને ટાળવા માટે ઘણા મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. આમ છતાં તેઓને ઈચ્છિત પરિણામ મળી શકતું નથી, જેના લીધે તેઓ નિરાશ થઈ જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમ જોવા જઈએ તો વાળ ખરવા એકદમ સામાન્ય છે. જોકે અમુક હદ કરતા વધારે વાળ ખરે ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. નિષ્ણાત લોકો કહે છે કે દિવસમાં 50થી 100 જેટલા વાળ ખરે તો તેનાથી કોઈ નુકસાન થતું નથી. જોકે આના કરતા વધારે વાળ ખરતા હોય તો તે મહિલાઓ માટે મુશ્કેલીનું કારણ હોઈ શકે છે.

જોકે તમને જમાવી દઈએ કે વાળ ખરવાની સમસ્યાનું નિવારણ શોધવા માટે તેના સૌથી પહેલા કારણ વિશે જાણાવું જોઈએ. આમ જોવા જઈએ તો વાળ ખરવા પાછળ માનસિક થાક, તણાવ જેવા ઘણા કારણો હોઈ શકે છે પંરતુ આજે અમે તમને વિવિધ કારણો વિશે સ્વિસ્તર જણાવવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એનિમિયા :- સામાન્ય રીતે મહિલાઓમાં આ સમસ્યા સુધી વધારે દેખાય છે. જે લોહીની ઉણપને કારણે થાય છે. જ્યારે શરીરમાં લોહીની ઉણપ હોય છે ત્યારે આયરન પણ ધીમે ધીમે ઓછું થઇ જાય છે. જે વાળ ખરવા પાછળ જવાબદાર હોઈ છે.

આ સાથે જો તમે ભોજન પર પૂરતું ધ્યાન આપતા નથી તો પણ તમને આયરન ની કમી થાય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા શરીરમાં આયરનની કમી પૂરી કરવી જોઈએ. જો તમે તમારા ભોજન પર ધ્યાન આપશો અને જે વસ્તુ આયરન ની કમી પૂરી કરે છે, તેનું સેવન કરશો તો તમને ઝડપથી પરિણામ જોવા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયટીંગ કરવી :- તમે ધ્યાન આપ્યું હોય તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ ફીટ દેખાવવા માંગે છે. આજ ક્રમમાં મહિલાઓ ફીટ રહેવા મટે ડાયટીંગ નું પાલન કરતા હોય છે.જોકે આ દરમિયાન તમારા શરીરમાં પૂરતા પોષક તત્વો મળી રહેતા ના હોય તો તમને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

આવી સ્થિતિમાં તમારે શરીરનો રિપોર્ટ કરાવીને ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને જો તેઓ ડાયટીંગ કરવા જણાવે છે તો જ તમારે આગળ વધવું જોઈએ.

મેનોપોઝ :- જ્યારે તમે વધુ પડતી ચિંતા અને તણાવ કરો છો ત્યારે મોનોપોઝ એક્ટિવ થાય છે. જે એક પ્રકારનો હોર્મોનલ બદલાવ છે. જે વાળ ખરવાની સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી જોઈએ. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઘણા અંશ સુધી ઓછી થઈ જશે.

થાઈરોઈડ :- થાઈરોઈડની સમસ્યા મોટેભાગે મહિલાઓમાં જોવા મળે છે. આ સમસ્યા થાઈરોઈડ ગ્રંથિ પર ખરાબ અસર થવાને લીધે થાય છે. જેનાથી પણ વાળ ખરવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં જો તમારા વાળ વધુ ખરી રહ્યા છે તો તમારે થાઈરોઈડ ટેસ્ટ કરાવવો જ જોઈએ અને યોગ્ય ડોક્ટરની તપાસ કરાવવી જોઇએ.

હેર સ્ટાઇલ અને વિવિધ કેમિકલ યુક્ત પ્રોડક્ટ :- જો તમે તમારા વાળને સ્ટાઈલમાં રાખવાનું પસંદ કરો છો અને આ માટે તમે વિવિધ કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ માથામાં કરો છો તો તમે ખોટા હોઈ શકો છો.

કારણ કે આ પ્રોડક્ટ તમને થોડાક સમય માટે તો યોગ્ય પરિણામ આપે છે પણ પાછળથી તે તમારા વાળ ખરવાની સમસ્યા માટે જવાબદાર બને છે. આવી સ્થિતિમાં વાળમાં કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ નહી.

ગર્ભાવસ્થા :- જ્યારે મહિલાઓ ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તેમના શરીરમાં કેટલાક હોર્મોનલ બદલાવ આવે છે. જેનાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં તમારે ગર્ભાવસ્થા દરમિયાન પોષક તત્વોથી ભરપુર ખોરાક ખાવાની ટેવ બનાવવી જોઈએ. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જશે.

જો તમે દરરોજ આવા જ અવનવા સ્વાસ્થ્યવર્ધક લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment