સંતરાની છાલનો ઘરે આવી રીતે ઉપયોગ કરી લેશો તો ક્યારેય બ્યુટી પાર્લર જવાની નહીં પડે જરૂર, આ મસમોટી સમસ્યાઓ ઘરે બેઠા થઇ જશે દૂર…

સામાન્ય રીતે બધા લોકો સંતરાનો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે. તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. જોકે તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે કોઈ વ્યક્તિ સંતરાનું સેવન કરે છે

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો તેને ખાધા પછી તે તેની છાલ ફેંકી દે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો તમે ખોટા હોઈ શકો છો. કારણ કે સંતરાની છાલનો ઉપયોગ કરીને પણ ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને તેનાથી થતા સ્વાસ્થય લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ કે સંતરાની છાલ આપણને કેવી રીતે લાભ આપી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે સંતરાની છાલનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને ચમકદાર બનાવવાની સાથે સાથે તેના પર રહેલા ડાઘ, બ્લેક હેડ્સ અને ખીલની સમસ્યા દૂર કરી શકીએ છીએ. આ માટે તમારે તેના પાવડર સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ. તો પહેલા આપણે જાણીએ કે સંતરાની છાલનો પાવડર કેવી રીતે બનાવવો જોઈએ.

સંતરાનો પાવડર બનાવવા સૌથી પહેલા સંતરાની છાલને તડકામાં બરાબર સૂકવી લો. ત્યારબાદ જ્યારે તે બરાબર રીતે સુકાઈ જાય ત્યારે તેને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે રીતે સંતરામાં વિટામિન સી હોય છે, તેવી જ રીતે તેની છાલમાં પણ વિટામિન સી મળી આવે છે. જે કુદરતી રીતે નિખાર લાવવા માટે કામ કરે છે. તો ચાલો આપણે હવે તેના ફાયદાઓ વિશે જાણીએ.

જો તમારા ચહેરા પર ડાઘ થઇ ગયા છે અને ચહેરો એકદમ નિસ્તેજ બની ગયો છે તો તમે સંતરાની છાલનો ઉપચાર કરી શકો છો. આ માટે સૌથી પહેલા સંતરાની છાલના પાવડરને બરાબર મિક્સ કરીને તેમાં એક ચમચી મધ ઉમેરીને પેસ્ટ બનાવી લો.

હવે આ પેસ્ટ જ્યારે એકદમ એકરસ થઈ જાય ત્યારે તેને ચહેરા પર લગાવી દો. આવું કરવાથી તમારો ચહેરો એકદમ ચમકદાર જશે અને ડાઘ પણ દેખાશે નહીં.

જો તમારા ચહેરા પર બ્લેક હેડ્સ અને કાળા ખીલ થઈ ગયા છે તો પણ તમે સંતરાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા સંતરાની છાલનો પાઉડર, ગુલાબજળ, મુલતાની માટી સરખા પ્રમાણમાં લઈને તેને એક પેસ્ટ સ્વરૂપમાં ફેરવી લો. હવે તેને ધીમે ધીમે ચહેરા પર લગાવો અને 20 મિનિટ જેવું રહેવા દો. ત્યારબાદ ચહેરાને સંપૂર્ણપણે સાફ કરી લો.

જો તમારી ત્વચા ફાટી ગઈ છે અથવા ડેડ થઇ ગઇ છે તો તમારે સંતરાની છાલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારી ત્વચા એકદમ ચમકદાર અને સ્વસ્થ બની જશે. આ માટે સૌથી પહેલા સંતરાની છાલનો પાવડર બે ચમચી લો.

ત્યારબાદ તેમાં એક નાની ચમચી દૂધ અને નારિયેળ તેલ મિક્સ કરી લો. હવે તેને બરાબર એકરસ કરીને ચહેરા પર લગાવો. હવે તેને બે કલાક રહેવા દઈને પછી સ્નાન કરી લો. આવું કરવાથી તમને અવશ્ય ફરક જોવા મળશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે સંતરાની છાલનો ઉપયોગ કરીને વાળને પણ ચમકદાર, લાંબા અને કાળા બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા સંતરાની છાલના પાવડરને એક રાત માટે પાણીમાં પલાળી દો. હવે તેને સવારે ફિલ્ટર કરીને વાળમાં લગાવો. જો તમે આવું 3થી4 દિવસમાં એક વખત કરશો તો તમને અવશ્ય પરિણામ જોવા મળશે.

જો તમે દરરોજ આવા જ અવનવા સ્વાસ્થ્યવર્ધક લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment