કોરોના થયા બાદ અમુક લોકોને ઘણી સમસ્યા જોવા મળે છે. નાની-મોટી બીમારીઓ જોવા મળે છે. પરંતુ તેને શું ધ્યાનમાં રાખવાનું છે. તે જાણવું ખૂબ અગત્યનું છે. તો એક તો છે લંગ્સ , ફાઈબ્રોસીસ આમાં શ્વાસ ચડવો ઉધરસ આવવી, ચાલવાથી પણ શ્વાસ ચડી જાય, ઓક્સિજન ની કમી થવા લાગે વગેરે લક્ષણો જોવા મળે છે.
આ બીમારીમાં લોહી ગંઠાઈ જાય આ લોહી કિડની, હૃદય, મગજ કે ફેફસામાં જો જાય તો આપણને ક્રિટીકલ સ્થિતિ ઉભી થઇ શકે છે. ભૂખ ન લાગવી આ એક સામાન્ય લક્ષણ છે. અપચો,એસીડીટી, પેટ ભારે લાગવું આ બધું કોરોનાથી મુક્ત થયા બાદ પણ જોવા મળે છે. મોટાભાગના લોકો કમજોરીનો અનુભવ કરે છે.
એટલે કે જે લોકો ને કોરોના થઈ ચૂક્યો છે. તેવા મોટા ભાગના લોકો કમજોરીનો અનુભવ કરે છે. થાક, કામ ન કર્યું હોય તો પણ અને પૂરી ઊંઘ લેતા હોય તો પણ થાકનો અનુભવ થાય છે. શરીરના સાંધામાં દુખાવો, તાવ ન હોય તો પણ શરીરમાં દુખાવો થાય છે. અને શરીરનાં સાંધાઓનો ખૂબ જ દુખાવો કરે છે. શરીર તૂટે છે
કેટલાક મહિના સુધી કબજિયાત અને ઊલટીની સમસ્યા પણ જોવા મળે છે. હવે આ બધાં લક્ષણો તો સામાન્ય જોવા મળે છે. દરેક લોકોને આ લક્ષણો જોવા મળે એ જરૂરી નથી. આમાંથી કોઇ પણ લક્ષણો કોરોના થયા બાદ જે તે વ્યક્તિને જોવા મળી શકે છે. પરંતુ હવે કોરોના થયા બાદ આહાર-વિહાર અને ઔષધિ આ ત્રણેય વસ્તુ પર ધ્યાન દેવાનું છે.
પહેલા આપણે આહાર વિશે વાત કરીશું કે કેવો આહાર લેવાનો છે. એટલે કે સુપાચ્ય આહાર લેવાનો છે. એટલે કે પછી એવો હળવો ભોજન કરવાનું છે. તમારે પચવામાં ભારે અને બહારનું ન હોય તેવું પંજાબી, ચાઇનીઝ, તામસી ખોરાક આ પ્રકારનો ખોરાક બિલકુલ લેવાનો નથી. હંમેશા તાજુ ભોજન ગરમાગરમ ભોજન કરવાનું છે.
વાસી ભોજન બિલકુલ કરવાનું નથી એટલે કે સવારનું સાંજે ખાવાનું નથી. સાંજનું સવારે ખાવાનું નથી. વધારે તીખું, તળેલું, મસાલાવાળું, આથાવાળું આ બધુ બંધ કરવાનું છે. માપમાં ખાવ તો કશો વાંધો નહીં પણ વધારે પડતું આપણને નડતરરૂપ છે. મીઠાઈનો સદંતર અમુક મહિનાઓ સુધી ત્યાગ કરજો કારણ કે મીઠાઈ કફ કરી શકે છે.
ટામેટા માંથી બનતો સોસ પણ નથી ખાવાનો, ચાઇનીઝ પંજાબી ફૂડ ઉપર મોટેભાગે સોસ ઉપયોગ થાય છે. તો આપણે થોડો સમય સોસ ખાવાનો નથી. ઠંડા પીણા બિલકુલ પીવાના નથી. તાજા ફળોમાં મોસંબી, સંતરા, લીંબુ, આમળા, સફરજન, અનાનસ, પપૈયું વગેરેનું સેવન કરવું.
કારણ કે વિટામીન સી આ ફળોમાં ભરપૂર માત્રામાં હોય છે. અને વિટામીન સી આપણા શરીરની ઇમ્યુનિટી વધારવા ખૂબ જ સક્ષમ છે. સુકામેવા પણ ખાવાના છે જેનાથી તમારા શરીરમાં શક્તિ રહે અને જરૂરી વિટામીન પોષક તત્વો મળી રહે મીઠું એટલે કે ગળપણ માટે ગોળ અથવા મધ નો પ્રયોગ કરવો.
ખાંડની જગ્યાએ હંમેશાં ગોળ અથવા મધ નો પ્રયોગ કરજો. તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે. હવે આપણે વિહાર ની વાત કરીએ એટલે કે વિહાર માટે શું કરવું જોઈએ. તો વ્યાયામ છે તે કોરોના માટે કોરોના થી મુક્ત થવા માટે ખૂબ જ સારું યોગદાન આપનારું એક અનુસંધાન છે.
એટલે કે વ્યાયામ કરવો જોઈએ. પૂરતી ઊંઘ કરવી જોઈએ. મોડે સુધી જાગવું ન જોઈએ. મોડે સુધી મોબાઈલ માં મસ્ત નથી રહેવાનું. ઓછી ઊંઘ કરવાથી પણ ઇમ્યુનિટી નબળી પડે છે. એ બરાબર ધ્યાન રાખજો હંમેશા તાજી હવા લેવાની છે. એસીનો પ્રયોગ મિત્રો બિલકુલ ન કરતા જો રહી શકો તો તાજી હવા લેજો,
પંખાની હવા લેજો, બને ત્યાં સુધી એસીની અકુદરતી ઠંડી હવાને અવોઇડ કરશો. ઔષધિ માં તમે શું શું લઈ શકો છો તુલસી, મરી, હળદળ, તજ, આદું, સુંઠ, લસણ, મેથી, જીરુ, હિંગ, જાયફળ, એલચી વગેરેનો ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ. આ બધા જ દ્રવ્યો છે.
તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આપણા શરીરમાંથી કફનો નાશ કરે છે. અને આપણને કોઈપણ પ્રકારના એન્ટીવાયરલ કે એન્ટી બેક્ટેરિયલ વાયરસથી બચાવે છે. આ સાથે અમુક લોકો અશ્વગંધાનું સેવન કરે છે. જેઠીમધ, સિતોપલાદી, હિંગવાષ્ટક, શનશમનીવટી, ગીલોયવટી, આમળાં વગેરેનો પ્રયોગ કરે છે.
ચ્યવનપ્રાશનો પ્રયોગ પણ અમુક લોકો કરે છે. કારણ કે ચ્યવનપ્રાશ તે શારીરિક શક્તિ આપનારું છે. એ આમળા માંથી બને છે. વિટામીન સી યુક્ત છે. એ બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી દરેક લોકો તેનું સેવન કરે છે. તો કોરોના થાય પછી તમે આટલું ધ્યાન રાખશો તો તમને આટલા ફાયદાઓ જોવા મળશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.