આયુર્વેદ

શરીર માંથી લોહીની અછત દૂર કરવા માટે રાતે પલાળીને ખાઈ લો આ ખાસ વસ્તુ, બહુ જલદી મળી જશે આરામ…

સામાન્ય રીતે શરીરમાં લોહીની ઉણપ થવાથી ઘણી સ્વાસ્થય સબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સાથે એનિમિયા જેવી બીમારી પણ જન્મ લે છે. જો તમે પણ લોહીની ઉણપ નો સામનો કરી રહ્યા છો તો શરીરમાં હિમોગ્લોબીનની ઓછી માત્રા જવાબદાર હોઈ શકે છે.

જો શરીરમાં હીમોગ્લોબીનની યોગ્ય માત્રા ના હોય તો શરીરમાં લોહીની ઉણપ વર્તાય છે. આવી સ્થિતિમાં શરીર એકદમ નબળું બની જાય છે અને તમે કોઈપણ કામ કરવા માટે સક્ષમ હોઈ શકતા નથી.

જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે રાહત મેળવી શકો છો.

જ્યારે હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે જલ્દી થાક લાગવા લાગે છે, થાક અનુભવાય છે, ચામડીનો રંગ પીળો થઇ જાય છે, માથાના દુખાવો થાય છે, આંખમાં પણ દુખાવા થાય છે. જો તમને પણ આ સમસ્યાઓ દેખાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા શરીરમાં લોહીની ઉણપ છે.

સામાન્ય રીતે અંજીરને ડ્રાયફ્રુટ ને શામેલ કરવામાં આવે છે. તેમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આજ ક્રમમાં અંજીરનો ઉપયોગ કરીને તમે લોહીની ઉણપ પૂર્ણ કરી શકાય છે.

આ ઉપાય કરવા માટે સૌથી પહેલા અંજીરના ત્રણ ટુકડા લો અને પછી તેને એક રાત માટે પાણીમાં પલાળી રાખો. હવે સવારે આ પાણીને ભૂખ્યા પેટે પી લો અને અંજીરના ટુકડા પણ ખાઈ લો. જો તમે 15 દિવસ સુધી આ ઉપાય કરશો તો તમને રાહત મળી જશે અને લોહીની ઉણપ નો પણ સામનો કરશો નહીં

જો તમે ઉપર જણાવેલ ઉપાય કોઈ કારણસર કરી શકતા નથી તો તમે બીટનો પણ ઉપાય કરી શકો છો. આ માટે સૌથી પહેલા બીટનો ટુકડો લઈને તેનો તેના પાન સાથે રસ કાઢી લેવો જોઈએ. તેમાં લીંબુ નીચોવીને પીવું જોઈએ. તેનાથી તમને રાહત થશે અને તમે આસાનીથી લોહીની ઉણપ પૂરી કરી શકશો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *