જો ગળામાં ખળાશ હોય કે પછી ગળું બેસી ગયું હોય તો તેના માટે એકદમ અસરકારક છે આ ઉપચાર, 100% મળશે પરિણામ…

તમે જાણતા જ હશો કે આપણા ગળામાં એક સ્વરપેટી હોય છે, જેના થકી વ્યક્તિ ઊંચો અને નીચો અવાજ કરીને બોલી શકે છે પંરતુ ક્યારેક હવામાન પરિવર્તન અથવા કંઇક એવું ખાઈ લેવામાં આવે છે કે જેના લીધે ગળાનો અવાજ બેસી જાય છે. જેના લીધે આપણે સરખી રીતે બોલી શકતા નથી અને બહુ ધીમો અવાજ ગળામાંથી બહાર આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમ તો મોટાભાગે શિયાળાની ઋતુમાં ગળું બેસી જવાની લોકો ફરિયાદ કરતા હોય છે. જોકે ગરમીની ઋતુમાં પણ અચાનક હવામાન પલટો થાય તો પણ ગળું બેસી જવાની શક્યતા રહે છે. આ સાથે જો તમે કોઈ જગ્યાએથી થાકીને આવ્યા હોય અને જો તમે સીધા આવીને ઠંડુ પાણી પીવો છો તો પણ ગળાને અસર થાય છે.

આવામાં આપણે તેનો કાયમી ઉપચાર શોધવો જોઈએ. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ગળાની સમસ્યાને દૂર કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મૂળાના બીજ :- જો તમારું ગળું બેસી ગયું છે તો મૂળાના બીજ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે થોડોક પ્રમાણમાં મૂળાનાં બીજ લઈને તેને હુંફાળા પાણીમાં મિક્સ કરી લો.

ત્યારબાદ થોડોક સમય થાય ત્યારે તેને બહાર કાઢીને પાણીને ફિલ્ટર કરી લો. હવે જે ઉપર મૂળાના બીજ રહે તેને ચમચી વડે ખાવ. આવું કરવાથી બંધ ગળું આસાનીથી ખુલી જશે અને તમે પહેલાની જેમ બોલતા થઇ જશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જાંબુ :- ઉનાળાની ઋતુ પૂરું થતાની સાથે જ બજારમાં જાંબુ આવી જાય છે. આવામાં જો તમારું ગળું બેસી ગયું છે તો તમે જંબુનો ઉપાય કરી શકો છો.

આ માટે જાંબુના ઠળિયા ને મધ સાથે મિક્સ કરીને લેવામાં આવે તો ઝડપથી પરિણામ જોઈ શકાય છે. આ સાથે જાંબુ ઠળિયાનો પાવડર અને મધ મિક્સ કરીને તેની ગોળીઓ બનાવીને પણ ખાઈ શકાય છે.

લાલ મરચું :- આ માટે સૌથી પહેલા લાલ મરચું લો અને તેમાં દાડમના ટુકડા અને ખાંડ મિક્સ કરીને તેને ખાવામાં આવે તો તમને ગળા સબંધિત સમસ્યાઓમાં તરત રાહત આપશે. આ સાથે તમે તેની ગોળીઓ બનાવીને થોડો સમય માટે સ્ટોર કરી શકો છો.

દાડમ :- તમને જાણીને આશ્ચર્ય થશે પંરતુ તમને કહી દઈએ કે દાડમ નું ફળ એકલું ખાવામાં આવે તો પણ તેનાથી બંધ ગળું ખુલી જાય છે અને તમે રાહત મેળવી શકો છો. કારણ કે દાડમમાં એવા ગુણો જોવા મળે છે, જે બંધ ગળાને ખોલવા માટે કામ કરે છે.

હરડે :- હરડેનું ચૂર્ણ પણ બંધ ગળાની સમસ્યાને દૂર કરે છે. આ માટે હરડેનો પાવડર લઈને તેમાં થોડોક પ્રમાણમાં ગાયનું દૂધ મિક્સ કરો. હવે તેની ગોળીઓ બનાવી લો. તેનાથી તમને સ્વાસ્થય સબંધિત બીજા પણ લાભ થાય છે.

આદુ :- આમ તો આદુનો સીધો ઉપયોગ કરવામાં આવે તો પણ અવાજ ખુલી જાય છે પંરતુ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે સૌથી પહેલા આદુના ટુકડા કરી લો અને તેના પર હિંગ ભભરાવી દો.

ત્યારબાદ તેને એક કાપડમાં લપેટીને નવશેકું ગરમ કરો. જેના પછી હજુ તેના નાના ટુકડા કરી લો અથવા ગ્રાઇન્ડ કરી લો. ત્યારબાદ તેમાં થોડુંક મધ મિક્સ કરીને તેની ગોળીઓ બનાવી લો. આવું કરવાથી ઝડપથી પરિણામ દેખાવા મળશે.

લસણ :- જો તમારો અવાજ બેસી ગયો છે તો ગરમ પાણીમાં લસણ અથવા તેનો રસ નાખી દો. ત્યારબાદ તેને થોડુંક ગરમ કરો. જેના પછી તેને નવશેકું થાય ત્યારે તેનાથી કોગળા કરો.

આવું કરવાથી તમને ઝડપી પરિણામ જોવા મળશે. આ સાથે તમે લસણનો રસ, ફટકડી ને પાણીમાં મિક્સ કરીને કોગળા કરવાથી પણ પરિણામ જોવા મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment