મિત્રો, જો કોઈ ને હાથ-પગ માં ચીરા પડ્યા હોય તો ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો, આ મિશ્રણથી માલિશ કરવાથી ચામડી સાફ બનશે અને હાથ-પગ માં પડેલ ચીરા પણ મટી જશે.
- મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો સુંવાળો, ચમકીલો બને છે. એક ડોલ ગરમ અને એક ડોલ ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવાથી ચામડી સુંવાળી થાય છે,
અને ચામડી માં ચમક આવે છે. બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે. અળાઈ થઈ હોય તો હરડે અને ફટકડીનું પાણી બનાવી તે અળાઈ પર રોજ લગાડવાથી તરત ફાયદો થાય છે. ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાખી ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ચામડી મુલાયમ થાય છે.
કારેલી ના પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જુના કોઈ પણ રોગ મટે છે. તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે. મિત્રો તમારી ચામડી સુકાયેલી રહેતી હોય તો કાકડીને ખમણી ને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.
હાથ કે પગ ની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલ્દી મટે છે. દૂધ અને દિવેલ સરખે ભાગે લઈ નિયમિત શરીરે માલિશ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે. જેનો રંગ શ્યામ હોય, મોં દેખાવડું ન હોય તે જો આમળાના ચૂર્ણ ને હળદર પાઉડર સાથે મેળવીને દૂધમાં કાયમી સ્નાન કરતી વખતે મોં પર ઘસીને ચોળે તો તેનાથી લાંબા સમયે દેખાવડા થાય છે.
સંતરા ની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળ માં મેળવી તેને મોં પર લગાડી અર્ધો કલાક રહેવા દઈ પછી ધોવાથી ચામડી મુલાયમ બનશે અને ડાઘ નીકળી જશે, અને ચહેરા ની કરચલી નીકળી જશે. હાથ-પગ માં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક લીંબુ નો રસ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.
ચણા ના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં પર માલિશ કરવાથી ચામડી ઘઉં વર્ણની અને તેજસ્વી બને છે. કેટલાકને ચહેરો Jસુગંધિત બનાવવા સ્નો વાપરવાથી ટેવ હોય છે. તેને બદલે સ્નાન કર્યા બાદ બે ટીપાં સુખડના તેલના મોં પર ઘસવાથી સુગંધ આવે છે. અને ચામડીને ઠંડક આપે છે.
દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે. તેના ઉપર રૂ ને મધમાં ભીંજવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે. લીમડાના સો પાન લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ 6 મહિના સુધી સેવન કરવાથી સફેદ કોઢ મટી જાય છે. રોજ સવારે બબ્બે તોલા મધ, ઠંડા પાણીમાં મેળવી પીવાથી ચામડીના રોગો જેવાકે દાહ, ખંજવાળ, ફોલ્લી મટે છે.
ચોખાના ધોવાણ માં થોડીક હળદર મેળવીને ચહેરા પર શરીર પર માલિશ કરવાથી અને પછી સ્નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે. દૂધમાં લીંબુનો રસ મેળવી સવાર-સાંજ ચહેરા પર માલિશ કરવાથી ચહેરો સ્વચ્છ, કોમળ અને ચમકદાર બને છે. આખા શરીરે માલિશ કરવાથી શરીર તંદુરસ્તી ભર્યું બને છે.
લીમડાના પાન નાખી ગરમ કરેલ પાણીથી સ્નાન કરવાથી ખુજલી દૂર થાય છે અને ચામડીના રોગ મટે છે. દૂધની મલાઈ નો લેપ સ્નાન કરતા પહેલા અડધો કલાક અગાઉ ચહેરા ઉપર કરવો, સુકાયા બાદ મોં પર હાથથી માલિશ કરવું જેથી બધી મલાઈ ચહેરાનો મેલ લઈ પોપડા થઈ જશે અને ચામડી ગોરી તકટકતી અને લીસી બનશે.
બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે. શિયાળામાં હાથ-પગની આંગળીઓ ની વચ્ચે ચળ આવે અને ચામડીમાં ચીરા પડે તો ઘઉં ના ભૂસા માં એક ચમચી મીઠું નાખીને પાણી નવશેકું ગરમ કરી આ પાણીમાં હાથ-પગ રાખીને શેક કરવાથી ચળ મટે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.