ઘરેલું ઉપચાર

શરીરને અંદરથી ઠંડુ રાખવું હોય તો મળી ગયો રામબાણ ઉપચાર, ખાઈ લેશો તો ભર ગરમીમાં પણ પંખાની જરૂર નહીં પડે….

સામાન્ય રીતે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે ગોળ પૃથ્વી પર અમૃત સમાન તરીકે કામ કરે છે. તેના સેવનથી કોઈપણ રોગ પેદા થઈ શકતો નથી.

વળી ગોળ માંથી કેલ્શિયમ પણ મળી આવે છે, જે હાડકા મજબૂત કરવા સહિત ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ સાથે તેમાં એસિડની માત્રા પણ એકદમ ઓછી હોય છે, જેના લીધે ખાંડને બદલે તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

તેની સાથે વરિયાળીમાં વિવિધ પ્રકારના વિટામિન હોય છે, જેનાથી તેના ખાવાથી પણ બ્લડ પ્રેશર, પાચન શક્તિ ઓછી થઈ જવી, પેટના રોગો વગેરે માં રાહત મળે છે.

જોકે જ્યારે તમે આ બંને વસ્તુઓ એટલે કે ગોળ અને વરિયાળી મિક્સ કરીને ખાવ છો તો તમારા શરીરમાં વિટામિન સી મળી આવે છે, જે પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરીને વ્યક્તિને સ્વસ્થ બનાવે છે. આ સાથે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.

જો તમે વાળ સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સૌથી પહેલા વરિયાળી ને ગ્રાઇન્ડ કરીને તેનો ઉકાળો બનાવી લો. હવે તેનાથી માથું સાફ કરવાથી ઘણા લાભ થાય છે

અને વાળની ચમક પરત આવી જાય છે. જો તમે મોઢાની દુર્ગંધથી પરેશાન થઈ ગયા છો તો પણ તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં એવા ગુણો હોય છે, જે વાસ દૂર કરી શકે છે.

ગોળ અને વરિયાળીનું પાણીમાં મિક્સ કરીને શરબત બનાવી દેવામાં આવે અને તેનું દરરોજ સેવન કરવામાં આવે તો તને તાજગીનો અનુભવ કરી શકો છો. આ સાથે તમે પેટમાં ઠંડક પણ અનુભવશો. તેનો સ્વાદ પણ સારો હોય છે અને દરેક ઉંમરના લોકો તેનું સેવન કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આ શરબત બનાવવું એકદમ આસાન છે, તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગોળના ટુકડા લઈને પાણીમાં પલાળી રાખો. જોકે ધ્યાનમાં રાખો કે તેને ઓગળવા માટે વધારે સમય લાગે છે,

તેથી તેને આખો દિવસ પલાળી રાખો અને પછી જ્યારે તે એકરસ થઈ જાય ત્યારે તેમાં વરિયાળી નાખી દો અને તેને પણ થોડાક સમય માટે ઓગળવા દો. હવે તેમાં લવિંગનો પાવડર, ઈલાયચી પાવડર, હિંગનો ભૂલો, મરી વગેરે નાખીને થોડોક સમય માટે રહેવા દો. ત્યારબાદ તમે તેનું સેવન કરી શકો છો.

જો તમે દરરોજ આ ખાસ પ્રકારના શરબતનું સેવન કરો છો તો તમને શરીરમાં ઊર્જા રહે છે અને તમે જલ્દી થાક અનુભવાઈ શકતા નથી. આ સાથે જો તમને મોઢામાં ચાંદા રહેતા હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેના સેવનથી શરીરમાં રહેલી ગરમી દૂર થઈ જાય છે અને શરીરમાં ઠંડક રહે છે. જેના લીધે ઘણા રોગો થઇ જાય છે.

જે મહિલાઓ આ પીણાંનું દરરોજ સેવન કરે છે, તેમને માસિક ધર્મ દરમિયાન પીડા થઇ શકતી નથી. આ સાથે વરિયાળી અને ગોળના આ ખાસ ડ્રીંક માં વિટામિન સી હોવાને કારણે રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે, જેના લીધે તમને બહુ જલદી કોઈ રોગ તેની પકડમાં લઈ શકતો નથી.

જો તમે પેટના રોગો સામે લડાઇ કરી રહ્યા છો તો તમારે આ ખાસ ડ્રીંક પીવું જ જોઇએ. કારણ કે તેમાં ફાઈબર મળી આવે છે, જે પાચન સાથે જોડાયેલ બધી જ સમસ્યાઓ દૂર કરી શકે છે. તેનાથી તમને અપચો, ગેસ, દુઃખાવો, કબજિયાત પણ થતી નથી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *