મિત્રો કપાલ એટલે કપાળ અને ભ્રાતિ એટલે ચમકતું. અને પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસ ની ટેક્નિક. મિત્રો કપાલભાતિ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે કે ચમકતા કપાળ માટે શ્વાસોશ્વાસની ક્રિયા. મિત્રો આનું નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે નિયમિત રૂપે આ પ્રાણાયામ કરવાથી તમારું કપાળ ચમકે છે,
અને સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. મિત્રો આજના લેખમાં વિશ્વ યોગ દિવસે કપાલભાતિ ના ફાયદા વિશે જણાવિશુ. મિત્રો કપાલભાતિ એક સતક્રિયા પદ્ધતિ છે. જેને કરવાથી ઝેરી વાયુ તમારા શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે. અને આપણી અંદર રહેલો વાયુ શુદ્ધ બની જાય છે.
અને આ સાથે તમને માનસિક અને શારીરિક ફાયદાઓ પણ થાય છે. કપાલભાતિ પ્રાણાયામ માં તમારી યોગની અવસ્થામાં બેસવાનું છે. અને શ્વાસ લેવાનો છે. મિત્રો યોગાસન કરતાં પણ વધારે ફાયદાકારક આ આસન છે.
મિત્રો કપાલભાતિ પ્રાણાયામ કરવા માટે કરોડરજજુને સીધી રાખો, અને આરામદાયક બેસો. બન્ને હાથ ઘૂંટણ ઉપર રાખવાના છે. અને હથેળીઓ ખુલ્લી આકાશ તરફ રાખવાની છે. ત્યારબાદ ઊંડા શ્વાસ લેવાના છે. નાભિ અને પેટને ઢીલા છોડી દો એટલે શ્વાસ આપો આપ અંદર જવા લાગશે.
કપાલભાતિ ના એક રાઉન્ડમાં 20 વખત શ્વાસ લેવા જોઈએ. મિત્રો ત્યારબાદ એક રાઉંડ પુરો થતા આંખો બંધ કરીને વિશ્રામ રાખો અને શરીરમાં થતાં સ્પન્દનો નો અનુભવ કરો. આ રીતે કપાલભાતિ ના બે થી ત્રણ રાઉન્ડ તમે કરી શકો છો.
મિત્રો કપાલભાતિ પ્રાણાયામ માં બહાર જતો ઉચ્છ્વાસ સક્રીય અને જોશીલો છે. જેથી તમે તમારા શરીરમાં રહેલા ઉચ્છવાસને જોરથી બહાર ફેકતા રહો. સાથે જ તમે પેટના સ્નાયુઓ ઢીલા કરશો તો આપોઆપ શ્વાસ અંદર જશે. મિત્રો કપાલભાતિ પ્રાણાયામ તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. અને,
સાથે જ આપણા શરીરમાં રહેલા ઝેર અને અન્ય કચરાને ઓગાળે છે. મિત્રો કપાલભાતિ પ્રાણાયામ તમારી કિડની અને લીવર ની કાર્યક્ષમતામાં વધારો કરે છે. મિત્રો કપાલભાતિ પ્રાણાયામ ને નિયમિતરૂપે કરવાથી આંખ નો થાક અને આંખની આજુબાજુ રહેલા કાળા કુંડાળા દૂર થાય છે.
મિત્રો કપાલભાતિ પ્રાણાયામ કરવાથી તમારો મેટાબોલિક ગ્રોથ વધે છે, અને તમારું વજન ઘટે છે. મિત્રો આ પ્રાણાયામ તમારી પાચનક્રિયાને વધારે છે, અને રક્ત પરિભ્રમણને પણ ઝડપી બનાવે છે. મિત્રો કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણું મગજ તેજસ્વી બને છે. અને,
શરીરમાં એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રાણાયમ કરવાથી આપણા શરીરમાં રહેલા અંગો ઉત્તેજિત થાય છે. અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી એસિડિટી અને ગેસ સંબંધિત બીમારીઓ દૂર થાય છે.
મિત્રો નિયમિત રૂપે કપાલભાતિ પ્રાણાયામ કરવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે. અને મગજને ખૂબ જ તેજ બનાવે છે. કપાલભાતિ નો નિયમિત રીતે અભ્યાસ કરવાથી આપણા ચહેરા પર અનેરૂ તેજ આવે છે. મિત્રો કપાલભાતિ પ્રાણાયામ ડીપ્રેશન ને તમારાથી ખૂબ જ દૂર રાખશે. અને,
તમને સકારાત્મકતા નો અનુભવ કરાવશે. મિત્રો કપાલભાતિ પ્રાણાયામ તમને અસ્થમા, દમ અને વાળ ઉતરવાની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો નિયમિત રૂપે કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ જોવા મળે છે. અને કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ વાંચવા માગત હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો.