ઔષધી

મુખવાસમાં ખવાતી વરીયાળી ના ફાયદાઓ જાણીને ઉડી જશે તમારા હોંશ. આ રીતે કરશો ઉપયોગ તો નખમાં પણ નહીં રહે રોગ.

મિત્રો વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઇથી મળી રહે છે. વરિયાળીનો મોટે ભાગે ઉપયોગ મુખવાસમાં થાય છે. પરંતુ તેમને ખબર નથી કે આ મુખવાસ માં ખવાતી વરિયાળીમાં સોડિયમ, ફોસ્ફરસ આયર્ન જેવા મહત્વપૂર્ણ તત્વો રહેલા છે.

આ ઉપરાંત વરિયાળીમાં વિવિધ વિટામીન જોવા મળે છે. જેવા કે વિટામિનએ, ઈ, સી સાથે વિટામીન બી પણ હોય છે. મિત્રો આજે અમે તમને આ લેખમાં વરિયાળીના ઘણા ફાયદાઓ જણાવવા ના છીએ.

મિત્રો વરિયાળીનું સેવન કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. વરિયાળી ચાવીને ખાવાથી મોઢામાંથી સુગંધ આવે છે. વરીયાળી ચાવીને ખાવાથી તેની સીધી અસર તમારી સ્કિન પર પડે છે.

તમારા ચહેરા પર નિખાર આવે છે અને સ્કિન હેલ્ધી પણ બને છે. વરિયાળીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. વરીયાળી ના 100 ગ્રામ દાણામાંથી 39.8 ગ્રામ ફાઈબર પ્રાપ્ત થાય છે. વરીયાળી આપણા શરીરમાં રક્તશોધક તરીકે કામ કરે છે તે લોહીને શુદ્ધ બનાવે છે.

મિત્રો વરીયાળી લીવર અને કિડની માટે પણ ખૂબ જ લાભદાયી છે. દૂધમાં વરિયાળી નાંખીને તેને ઉકાળીને તેમાં મધ ઉમેરી પીવાથી સારી ઊંઘ આવે છે. અનિદ્રા પણ દૂર થાય છે. જો તમે અપચાની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને તે પાણી પીવાથી અપચો દુર થાય છે.

મિત્રો જો તમને ઉધરસ આવતી હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખી તે પાણીને દિવસ દરમિયાન પીવાથી ઉધરસ આવતી નથી. વરીયાળ એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે વરીયાળીવારી ચા પીવાથી તનાવ દૂર રહે છે. અને તમારા દિલનો પણ ખ્યાલ રાખે છે.

મિત્રો શરીરમાં ફાલતુ ચરબીને દૂર કરવા માટે વરિયાળી ખૂબ જ મદદ કરે છે. તે બોડી મા મેટાબોલિઝમને વધારે છે. અને વજનને ઓછો કરે છે. વરિયાળી સાથે કાળા મરીનું સેવન કરવાથી વજન વધતું નથી. વરીયાળી ની તાસીર ઠંડી હોય છે એટલે ઠંડાઈ બનાવવા માં વરિયાળી નો ઉપયોગ થાય છે.

ઉનાળામાં કે પછી ગરમ પ્રકૃતિના માણસો ને વરિયાળીના શરબત નું સેવન કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓને વરિયાળીનું સેવન કરવું જોઈએ.

વરીયાળી અને નારિયેળના પાણીનું સેવન કરવાથી બાળક ગૌર વરણું થાય છે. જો કોઇ મહિલાને અનિયમિત પીરીયડ હોય અને પીરીયડ વખતે અસહ્ય પીડા પણ થતી હોય તો તેને વરિયાળી નું સેવન કરવું જોઈએ.

મિત્રો વરીયાળી, બદામ અને સાકર ને મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવીને જમ્યા પછી એક ચમચી દૂધમાં નાખીને પીવાથી આંખોની રોશની ખૂબ જ વધે છે. જો કોઈના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તેને દિવસમાં બે-ત્રણવાર વરિયાળીનું સેવન કરવું જોઈએ. શેકેલી વરિયાળી નું સેવન કરવાથી પેટનો દુખાવો બંધ થાય છે.

વરીયાળી ને પાણીમાં ઉકાળી ખાંડ સાથે પીવાથી ખાટા ઓડકાર આવતા નથી. વરિયાળીનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. પેશાબમાં બળતરા થતી હોય તો વરિયાળીને પાણી સાથે પીવાથી રાહત મળે છે. જો કોઈને દિવસમાં બે-ત્રણવાર થી વધુ ઉલટી થતી હોય તો વરિયાળીને ભૂકો કરીને પાણી સાથે પીવાથી રાહત મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાય અને  ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *