બરફના આ 30 ફાયદાઓ જાણીને તમને પણ થશે આશ્વર્ય. આજથી પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય આ ફાયદાઓ.

મિત્રો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો બરફનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં કરવામાં આવે છે. બરફ પાણીમાં, શરબતમાં અને બીજી અન્ય વસ્તુ માં તેનો ઉપયોગ થાય છે. પણ મિત્રો બરફના પાણીને ઠંડુ કરીને પીવાના ઘણા નુકસાન છે. અને તેની સામે બરફના તેટલા ફાયદા દવા તરીકે પણ કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો મિત્રો આજે અમે તમને આ લેખમાં તમે ક્યારેય ન જાણ્યા હોય તેવા બરફ ના ફાયદા તમને જણાવીશું. જો તમને ગઠિયા વા હોય તેનો દુખાવો થતો હોય તો બરફ નો એક ટુકડો લઇ તેના પર મૂકો અને લઈ લો, એમ સાતથી આઠ વખત કરવાથી દુખાવામાં રાહત મળે છે. મિત્રો ઉનાળામાં ચહેરા પર તેલ જેવી ઓઇલી સ્કિન થઈ જાય છે.

રાત્રે સૂઈ ને ઉઠીએ ત્યારે ચહેરા પર સ્કીન ઓઈલી થઈ જાય છે. ત્યારે એક બરફનો ટુકડો લઈને ચહેરા પર ઘસવાથી ઓઇલ દૂર થાય. અને ચહેરો ગ્લો કરવા લાગે છે. ઉનાળામાં ખાસ કરીને બધા લોકો અરાઈ થી પરેશાન હોય છે. તેવામાં એક બરફનો નાનો ટુકડો લઈ ને અરાઇઓ પર ઘસવાથી અરાઈઓ બેસી જશે અને ખંજવાળ પણ નહિ આવે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો બરફના ટુકડાને કોટનના કપડામાં લઈને ચહેરા પર ઘસવાથી રોમ છીદ્ર પણ પુરાઈ જાય છે. મુસાફરી દરમિયાન કે પછી આખા દિવસના થાકના લીધે જો તમને માથું દુખતું હોય તો બરફ નો એક ટુકડો માથા પર રાખવાથી માથાનો દુખાવો દૂર થાય છે. તમે તમારા ચહેરા ઉપરના ખીલ થી પરેશાન છો તો બજાર મા મળતી ક્રીમનો ઉપયોગ ના કરીને,

એક મલમલના કપડામાં એક બરફનો ટુકડો મૂકીને હળવા હાથે ચહેરા ઉપર માલિશ કરો ચહેરા પરના ખીલ ઓછા થઈ જાય છે. મિત્રો બે થી ત્રણ અઠવાડિયા સુધી તમારા ચહેરાને બરફના પાણીથી ધુઓ આવું કરવાથી ચહેરા પરની વધારાની ચરબી ઓછી થઈ જશે. ઉનાળામાં ઘણાને નસકોરી ની સમસ્યા થતી હોય છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા પરિવારમાં કોઈને નસકોર ફૂટતી હોય અથવા તો નાકમાંથી લોહી નીકળતું હોય તો તેવા માં કોટન ના કપડામાં બરફનો ટુકડો લઈને નાકની આજુબાજુ ઘસવાથી નસકોરી ની સમસ્યા દૂર થાય છે. અથવા તો બરફનું પાણી રેડવાથી પણ નસકોરી બંધ થઈ જાય છે.

મિત્ર તમારી પાસે મેકઅપ નો સમય ન હોય અને તમારી સ્કીન ઢીલી પડતી હોય તો એક બરફનો ટુકડો કપડામાં લપેટીને ચહેરા પર લગાવવાથી તમારી સ્કિન ટાઇટ થશે. અને ચહેરા પર ગ્લો આવશે. શરીર પણ કોઈપણ જગ્યાએ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો તે જગ્યા પર બરફનો ટુકડો ઘસવાથી લોહી બંધ થઈ જાય છે.

વધારે સમય કોમ્પ્યુટર કે મોબાઈલ વાપરવામાં આંખોમાં બળતરા થાય છે. તો આવામાં બરફનો ટુકડો કપડામાં લપેટીને આંખ ઉપર મૂકવાથી આંખોને રાહત મળે છે. જો તમને પગની એડીમાં અસહ્ય દુખાવો થતો હોય તેના પર બરફ ઘસવાથી આરામ મળશે.

મિત્રો ખાસ કરીને બહેન કે દીકરી હોય તેમને કામ લોડ વધારે હોવાથી આંખની આજુબાજુ કાળા કુંડાળા થઈ જાય છે. તો કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને તેનો બરફ બનાવીને કુંડાળા ઉપર ઘસવાથી કાળા કુંડાળા દૂર થાય છે. રસોડામાં કે બીજે ક્યાંય તમે દાઝ્યા હોય તો બરફ ઘસવાથી બળતરા દૂર થાય છે.

ફોડલા કે નિશાન રહેતા નથી. ઇન્જેક્શન લગાવ્યા બાદ તેના ઉપર સવાર-સાંજ બરફ ઘસવાથી સોજો પણ નહિ આવે. અને લોહીની ગાંઠ પણ નહીં પડે. બરફનો ટુકડો ગળા ની બહારની સાઈડ ઘસવાથી ગળાની ખરાશ દૂર થશે. તો આ રીતે બરફ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાય અને  ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment