ઘરેલું ઉપચાર

ગમેતેવી ખંજવાળ મટાડો ખાલી 2 જ મિનિટમાં. આ રહયા દેશી ઉપાય.

મિત્રો આજે અમે તમને આ લેખમાં શરીરમાં આવતી ખંજવાળ આસાનીથી કેવી રીતે મટી શકે તેના વિશે થોડી ચર્ચા કરવાના છીએ. શરીરમાં ખંજવાળ કેવી રીતે થાય છે, તેના વિશે જાણીએ તો મિત્રો ગળ્યા પદાર્થો ખૂબ ખાવાથી અને ઠંડા પદાર્થોનું સેવન કરવાથી શરીરમાં ખંજવાળ આવે છે.

દિવસે ઊંઘવાથી, અનિયમિત સ્નાન થી અને પરસેવાથી અને ખારા ખાટા, ગળ્યા પદાર્થો નું અતિ સેવન કરવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. મિત્રો આ બધા પદાર્થોનું સેવન કરવાથી શરીરમાં કફ વધે છે. અને કફને કારણે શરીરમાં ખંજવાળ પણ આવે છે. ચામડીનું બાહ્ય સ્તર ખંજવાળનું છે.

ક્યારેક કોઈ ચોક્કસ સ્થાન પર ખંજવાળ આવે છે ત્યારે ખસ થવાની સંભાવના પણ રહે છે. આપણા મળદ્વાર માં અંદર તેમ જ બહાર ખંજવાળ આવે છે. ખંજવાળ ના લીધે હરસ મસા થવાની પણ સંભાવના વધે છે. આંખ, કાન, નાક, તાળવું, બીજા આપણા સંવેદનશીલ અંગો હોય તેમાં પણ ખંજવાળ આવે છે.

મિત્રો ખંજવાળ ને ખુજલી પણ કહેવામાં આવે છે. વધારે પડતું ખંજવાળવાથી બળતરા પણ થાય છે. આજે આપણી ખંજવાળને મટાડવા ના ઉપાયો જાણીશું. કફને દૂર કરે, કફ ને નિયંત્રિત કરે અને કફ ને શાંત કરે જેના લીધે રક્ત શુદ્ધિ થાય તેવી સારવાર લેવી જોઈએ. ખાસ કરીને દહીં, ગોળ,

શેરડી, ખાટા પદાર્થો, હોટલ નું ભોજન બંધ કરવું જોઈએ. ખારા પદાર્થો , વાસી અને ઠંડા પદાર્થો ન લેવા જોઇએ. મિત્રો ઘણા લોકોને વ્યસન અને માંસાહાર કરવાની ટેવ હોય છે. આવી ટેવો આપણા શરીર ને ખંજવાળ તરફ લઈ જાય છે. ઘણા લોકોને દારૂ અને માંસ ખાવાની ટેવ હોય છે.

શક્ય હોય તો આવું બધું ખાવા પીવાનું ટાળવું જોઈએ. મિત્રો સાદા અને ઘરગથ્થુ તેના ઉપયોગો છે. તેમાં ઔષધિઓમાં આરોગ્યવર્ધની નું સેવન કરવું, ગંધક રસાયણ નું સેવન કરવું. ત્રિફળા હરડે મંજિષ્ઠાદી વગેરે ઔષધો લેવા જોઈએ. મિત્રો નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ નગોળ અથવા લીમડાના પાન ઉકાળીને તે ઉકાળેલા પાણીથી સ્નાન કરવું જોઈએ.

સ્નાન કરતી વખતે સાબુ ના બદલે ચણાના લોટનો પ્રયોગ કરવો જોઇએ. ચણાનો લોટ ચામડીને ખંજવાળ રહિત રાખે છે. નગોડ તથા કરંજના તેલની માલિશથી ખંજવાળ મટે છે. મિત્રો સામાન્ય રીતે નગોળ, લીમડો અને કણજી ચામડીના રોગને મટાડે છે. સમજદારી સાથે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું જોઈએ.

કોઈપણ વિરુદ્ધ આહાર ન લેવો જોઈએ. મિત્રો આપણે સમજી ને ખોરાક લેવો જોઈએ તો આપણા ચામડીની રક્ષા થશે અને ચામડીના રોગ પણ નહીં થાય. તો મિત્રો આ પ્રયોગ જરૂર અપનાવો જેથી તમારી ચામડીને લાગતા રોગો થશે નહીં અને કાયમ માટે તમારી ચામડીનું સ્વાસ્થ્ય સારું રહે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાય અને  ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *