આઘાશીશીની સમસ્યાથી માથાનો દુઃખાવો જ થતો નથી ફક્ત બહુ સખત પીડા પણ થાય છે. જે સતત બેથીત્રણ દિવસ સુધી સતત ચાલે છે. આવામાં જો તમે આઘાશીશીની સમસ્યાથી પીડિત છે તો તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવીને રાહત મેળવી શકો છો.
દ્રાક્ષનો રસ :- જો તમે આઘાશીશીની સમસ્યા થી પીડિત છો તો તમે દ્રાક્ષનો રસ પી શકો છો. તેમાં ઘણા વિટામિન અને કાર્બોહાઈડ્રેટ હોય છે. જે તમને આઘાશીશી રાહત આપવામાં મદદ કરે છે.
આદુ :- જો તમે તણાવ, માનસિક દુઃખાવો, માથાની પીડા અથવા આઘાશીશીથી પીડિત છો તો તમે આદુનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે તમે આદુની ચા અથવા તેનો રસ પી શકો છો.
તજ:- તજનો ઉપયોગ કરીને પણ માથાના દુખાવા અને આઘાશીશી રાહત મેળવી શકાય છે. આ માટે સૌથી પહેલા તજનો પાવડર બનાવીને તેનો પેસ્ટ બનાવી લેવી જોઈએ. આ પછી તેને માથા પર લગાવો. આવું કરવાથી તમને આઘાશીશીની સમયથી રાહત મેળવી શકો છો.
માલિશ કરવી :- જો તમે આઘાશીશીથી પીડિત છો તો તમે માલિશ કરીને પણ ફહત મેળવી શકો છો. આ માટે માથા અને ગળા સુધી તમામની માલિશ કરવી જોઈએ.
લસણ :- લસણનો રસ પણ આઘાશીશીથી રાહત આપી શકે છે. આ માટે સૌથી પહેલા તેને ટુકડા કરીને ગ્રાઇન્ડ કરી લો. હવે જ્યારે તેનો રસ નીકળે ત્યારે તેને પીવાથી પણ આઘાશીશીની સમસ્યા દૂર કરી શકાય છે.
બરફ :- જો તમે માથાનો દુખાવો અનુભવી રહ્યા છો તો તમે બરફથી માલિશ કરી શકો છો. આ માટે સૌથી પહેલા બરફને ટ્રે માંથી કાઢો અને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. આવું કરવાથી રાહત મળશે.
કાળા મરી અને ફુદીનાની ચા :- જો તમે આઘાશીશીની સમસ્યાથી પીડિત છો તો તમે કાળા મરી અને ફુદીનાની ચા બનાવીને પી શકો છો. તેનાથી તમને આરામ મળશે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.