આર્યુવેદમાં આંકડાના છોડને અલગ સ્થાન આપવામાં આવ્યું છે, હા તેનો ઉપયોગ કરીને તમે ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓના કાયમી ઇલાજ કરી શકો છો.
આ સાથે તમને જણાવી દઈએ કે તેનો ઉપયોગ કરીને ઘણી દવાઓ પણ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને આંકડાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમારા દાંત હલી રહ્યા છે અથવા તેમાં દુખાવો થાય છે તો આંકડાનો ઉપયોગ કરીને રાહત મેળવી શકાય છે. જો તમે આંકડાના દૂધ સાથે મીઠું મિક્સ કરીને બ્રશ પર ઘસો છો તો કીડા દૂર થઈ જાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે.
આ સાથે જો તમારો દાંત વારંવાર હલતો હોય અને બહાર નીકળી રહ્યો નથી તો તમારે તે જગ્યા પર આંકડાનું દૂધ લગાવવું જોઈએ. આ સાથે પગની એડી ફાટી ગઇ હોય તો પણ તમે આંકડાનું દૂધ લગાવી શકો છો. તેનાથી તમને રાહત પણ મળી શકે છે.
જો તમને કોઈ જગ્યાએ અસહ્ય દુખાવો થઈ રહ્યો છે તો તમારે આંકડાના દૂધ સાથે કાળા તલ મિક્સ કરીને તેને દુખાવાની જગ્યાએ લેપની જેમ માલિશ કરવાથી રાહત મળી શકે છે. આ સાથે જો તમે આંકડાના પાન પર સરસવ તેલ લગાવીને તેને તવા પર ગરમ કરો લો. ત્યારપછી તેને દુખાવાની જગ્યાએ બાંધી દેવામાં આવે તો રાહત મળે છે.
જો તમને શરીરના કોઈપણ અંગ પર સોજો આવી ગયો હોય અને તે દૂર થવાનું નામ લઈ રહ્યો નથી તો તમે આંકડાનું પાન તેના પર બાંધી શકો છો અથવા ઉપર જણાવ્યા અનુસાર આ પાનમાં સરસવ તેલ લગાવીને તેને ગરમ કરી લો અને પછી તેને અસરગ્રસ્ત વિસ્તાર પર બાંધી દો.
જો તમને ઉધરસ અથવા શરદીની સમસ્યા થઇ ગઇ છે તો તમારે તેનો ઉપચાર એકદમ દેશી રીતે કરવો જોઈએ. કારણ કે તેનાથી તમને અવશ્ય રાહત મળી જશે. આ માટે સૌથી પહેલા આંકડાના ફૂલને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો પછી તેને ગરમ પાણી સાથે લેવાથી શરદી અને ઉધરસ બંને છૂમંતર થઇ જશે.
જો તમને સાંભળવામાં પણ તકલીફ થઈ રહી છે તો તમારે આંકડાના પીળા ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે પીળા ફૂલને પાણીમાં નાખીને ઉકાળો બનાવી લેવો જોઈએ પછી તેને એક બોટલમાં ભરી લો અને જ્યારે પણ કાનમાં દુઃખાવો અથવા પીડા થાય ત્યારે તેના બેથી ત્રણ ટીપાં કાનમાં નાખી દેવા જોઈએ.
જો તમને ધાધર, ખંજવાળ, ખરજવું જેવા ચર્મ રોગ થયા હોય તો તમારે આંકડાનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં રહેલા ગુણો ચામડીના રોગ દૂર કરવાની શકિત ધરાવે છે.
તેનો ઉપયોગ કરવા માટે આંકડાના મૂળને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. ત્યારબાદ તેને લીમડાના તેલમાં મિક્સ કરીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી રાહત મળે છે.
જો તમે સાંધાના અથવા ઘૂંટણનો દુઃખાવો થઇ રહ્યો હોય તો તમારે આંકડાનો ઉપયોગ કરવો જ જોઈએ. હકીકતમાં તેમાં રહેલા ગુણો દુઃખાવો દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા આંકડાના પાનનો રસ કાઢીને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ સ્વરૂપે લગાવવો જોઈએ. તેનાથી દુઃખાવો ઝડપથી છુમંતર થઇ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.