તમે બધાએ ક્યારેય ગોવિંદ ફળ વિશે સાંભળ્યું નહીં હોય. કારણ કે આ ફળનો ઉપયોગ સામાન્ય જીવન શૈલીમાં ઓછો થાય છે. જોકે આર્યુવેદમાં ગોવિંદ ફળ ટોચ પર સ્થાન ધરાવે છે. કારણ કે તેમાં ઘણાં ઔષધીય ગુણ જોવા મળે છે, જે ઘણી બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે.
તેના પાંદડા, ફળ અને બીજ સહિત દરેક વસ્તુ બીમારીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે તેના બીજ સફેદ અને ગોળાકાર હોય છે. જ્યારે તેના પાંદડા લાંબા અને ટોચ વાળા હોય છે.
હવે જો આપણે તેના ફાયદાઓ વિશે વાત કરીએ તો તે હરસ મસા સહિત ઘણી બીમારીઓ દૂર કરી શકે છે. હા, તમે તેનો ઉપયોગ કરીને પેટનો દુઃખાવો, ભૂખ ઓછી લાગવી, પેટમાં બળતરાં, તાવ જેવી બીમારીઓ પણ દૂર કરે છે. તો ચાલો આપણે તેનાથી થતાં સ્વાસ્થય લાભો વિશે જાણીએ.
ગોવિંદ ફળનો ઉપયોગ કરીને તમે પેટનો દુઃખાવો મટાડી શકો છો. આ માટે સૌથી પહેલા ગોવિંદ ફળની દાંડી લઈને તેનો લેપ બનાવી લો. હવે તેને પેટ પર લગાવવાથી પેટનો દુઃખાવો દૂર થાય છે.
હવે જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો પણ તમે ગોવિંદ ફળ, આંબલી, કાળા મરી અને લસણને મિક્સ કરીને તેને ચાટવાથી ભૂખ લાગશે અને તમે આસાનીથી ઊર્જા મેળવી શકશો.
જો તમે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તો તમે ગોવિંદ ફળના ફળ, ફૂલ, દાંડી અને બીજને મિક્સ કરીને ચૂર્ણ બનાવી લો. હવે તમે તેનું સેવન કરશો તો શ્વાસ લેવાની સમસ્યા દૂર થાય છે. આ સાથે જો તમે ગોવિંદ ફળના પાંદડા પીસીને ફોલ્લા પર લગાવવામાં આવે તો પણ તમને આરામ મળશે.
જો તમે યોનિમાં દુઃખાવો અને બળતરા થઈ રહી છે તો તમે તગર, ગોવિંદ ફળ, બહેડા, દેવદાર, મીઠું વગેરેને સમાન પ્રમાણમાં લઈને તેમાં રૂ બોળીને યોની આસપાસ ઘસવાથી રાહત મળશે.
જો તમને હરસ ની સમસ્યા છે અને આખો દિવસ લોહી આવે છે તો તમે ગોવિંદ ફળના પાંદડા પીસીને તેના પર લગાવવાથી લોહી આવવાની સમસ્યા બંધ થઈ જશે.
હવે જો તમને કબજિયાતની સમસ્યા રહે છે તો ઈન્દ્રવૃણી મૂળ, નરોત્તર, બાવળની છાલ, ગોવિંદ ફળ બધાને મિક્સ કરીને લેવાથી તમને આરામ મળશે. જો તમને વારંવાર તાવ આવી જાય છે તો તમારે ગોવિંદ ફળના મૂળનું ચૂર્ણ બનાવીને ખાવું જોઈએ.
જો તમને તાવની સાથે સાથે મરડો, કમળો, ટાઇફોઇડ જેવી બીમારીઓ પણ રહેતી હોય તો તમે ગોવિંદ ફળનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા ગોવિંદ ફળના મૂળ લઈને તેને ઉકાળો બનાવી લો અને દરરોજ 10થી20 મિલી વોટર પીવું જોઈએ.
જો તમે ગોવિંદ ફળના ઝાડની છાલને પીસીને અંડકોષ ઉપર લગાવો છો તો તમારા અંડકોષ પર રહેલો સોજો અને બળતરા દૂર થાય છે. આ સાથે ખંજવાળની સમસ્યા માં પણ રાહત મળે છે.
જો તમને મોઢા પર જટિલ ખીલ થઇ ગયા છે અને અથાગ પ્રયત્ન કર્યા પછી પણ તે મટવા નું નામ લઈ રહ્યા નથી તો તમારે ગોવિંદ ફળની છાલ પીસીને લેપ બનાવો અને તેને ખીલ પર લગાવો. તેનાથી તમને આરામ મળશે. આ સાથે જો તમને શરીર પર કોઈ જગ્યાએ સોજો આવ્યો છે તો ગોવિંદ ફળની છાલનો લેપ બનાવીને લગાવવો જોઈએ. તેનાથી તમને ઝડપી આરામ મળશે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.