ગેસ, કબજિયાત, ચામડીના રોગો જેવી અગણિત બીમારીઓ માટે મોંઘી દવાઓ ખાવાને બદલે દરરોજ કરો આ ખાસ ઔષધિનો ઉપાય, તરત જ મળી જશે આરામ..

સામાન્ય રીતે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ મળી આવે છે, જેનો ઉપયોગ આપણે સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે કરી શકીએ છીએ. જ્યારે પણ આપણને કોઈ બીમારી થાય છે તો આપણે સૌથી પહેલા ડોકટર પાસે દોડી જતા હોઈએ છીએ, જોકે તમારે આવું ના કરવું જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે જો તમને કોઈ નાની બીમારી થઈ હોય તો તમે તમારા રસોડા માં રહેલી ઔષધિઓ નો ઉપયોગ કરીને તે રોગોને મટાડી શકો છો. વળી તેનો ઉપયોગ કરવાથી તમને કોઈ આડઅસર પણ થતી નથી.

આવી જ એક વનસ્પતિ કાળીજીરી છે. જે દેખાવમાં જીરું કરતા થોડીક મોટી હોય છે. તેનો રંગ કાળો હોય છે. જેના લીધે તેને કાળીજીરી તરીકે ઓળખવામાં આવે છે. જોકે તેનો ઉપયોગ અને ફાયદાઓ જીરું કરતા એકદમ અલગ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હા, તેનો ઉપયોગ કરીને તમે પગથી લઈને માથા સુધીની ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તો ચાલો આપણે તેનાથી થતા સ્વાસ્થય લાભ વિશે જાણીએ.

જો તમારા શરીરમાં ખરાબ બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું હોય તો ગમે કાળીજીરીનો ઉપયોગ કરી શકો છો. હા, તેનો ઉપયોગ કરવાથી ખરાબ બેક્ટેરિયાનો નાશ થતો નથી પંરતુ તે મળ સાથે બહાર આવે છે. જેના લીધે તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે અને તમે પેટ ફૂલી જવું, નબળાઈ, શારીરિક થાક, અશકિત જેવી સમસ્યાઓથી બચી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે કાળીજીરી માં પ્રોટીન, કેલરી, વિટામિન, ફાઈબર, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીરમાંથી મોટાભાગની બીમારીઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે જો તમને કબજિયાતની સમસ્યા થાય છે તો તમે કાલાજીરી ના તેલનો ઉપયોગ કરી શકો છો.

તેનું તેલ તમને બજારમાં આસાનીથી મળી આવે છે. જો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જવાને લીધે હૃદય સંબધિત સમસ્યાઓ થાય છે તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. જેના લીધે કોલેસ્ટ્રોલ એકદમ સંતુલિત સ્થિતિમાં રહેશે અને હૃદય પણ સારી રીતે કામ કાજ કરશે.

જો તમારા શરીરમાંથી ઝેર દૂર કરવું હોય તો તમારે કાળા મરીની અડધી ચમચી અને કાળી જીરીની અડધી ચમચી મિક્સ કરીને લેવાથી રાહત મળે છે. આ સાથે જો તમારી ત્વચા પર ધાધર, ખરજવું અને ખંજવાળ ની સમસ્યા રહે છે તો કાળીજીરી ની રાખનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે રાખને તલમાં મિક્સ કરીને ત્વચા પર લગાવવામાં આવે તો અસરગ્રસ્ત વિભાગ પર રાહત મળે છે.

જો તમારું પેટ ફૂલી જતું હોય તો તમે કાળીજીરી નું સેવન કરી શકો છો. તેનાથી તમને રાહત મળશે. કોલેસ્ટ્રોલ સંતુલિત કરવા અને ઝીણો તાવ આવતો હોય તો તેને દૂર કરવા માટે તમે કાળીજીરી નો ઉકાળો પી શકો છો. તેનાથી તમને ઝડપી રાહત મળી શકે છે.

કાળીજીરીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર, રક્ત પરિભ્રમણ યોગ્ય રહે છે. તમે તેનાથી તમારી ત્વચાને પણ ચમકદાર બનાવી શકો છો. તમે તેના ઉપયોગ થકી તમારી ત્વચાને મુલાયમ પણ બનાવી શકો છો. જો તમને કાયમી કફ અને ઉધરસની સમસ્યા રહે છે તો તમારે સૌથી પહેલા કાળીજીરી નો ઉકાળો બનાવીને પીવો જોઈએ. આ માટે તમારે 10થી15 ગ્રામ કાળીજીરી નો ઉપયોગ અડધા લીટર પાણીમાં મિક્સ કરીને કરવો જોઈએ. તેનાથી તમને રાહત મળશે.

જો તમને દાંતમાં પીડા થતી હોય તો તમારે કાળીજીરી નું ચૂર્ણ બનાવીને તેને પાણીમાં મિક્સ કરીને કોગળા કરવા જોઈએ. તેનાથી તમને રાહત મળશે. આ સાથે તમે તે ચૂર્ણને દાંતના અસરગ્રસ્ત વિભાગ પર લગાવી શકો છો. આમ કરવાથી પણ દાંતના દુખાવામાં રાહત મળે છે.

કાળીજીરી નો ઉપયોગ કરવામાં આવે તો તે કેલ્શિયમની જેમ કામ કરીને હાડકા મજબૂત બનાવે છે. જે સાંધાનો દુઃખાવો, હાથનો દુઃખાવો જેવી હાડકા સબંધિત બધી જ બીમારીઓ દૂર કરે છે. આ સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો મૂત્રમાર્ગ પણ સાફ થાય છે અને શરીરની બધી જ ગંદકી બહાર આવી જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment