ઉનાળાના રોગો સાથે બીજા 100થી વધુ રોગોને દૂર કરવા માટે અત્યારે જ જાણીલો દહીંના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો દહીં ભારતીય રસોડાનો એક મહત્વનો ભાગ છે. આજે આ લેખમા આપણે દહીં ના થોડા ફાયદાઓ વિશે વાત કરવાના છીએ. હાલમાં થયેલા સંશોધન અનુસાર દહીમાં ઘણા એવા તત્વો છે જે આપણને ઘણા ફાયદા આપે છે. દહીં ની અંદર પ્રોબાયોટિક ફુડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દહીમાં એવા અનેક તત્વો રહેલા છે જે શરીરને ઘણા ફાયદાકારક છે. દહીં પાચન ક્રિયા માં મહત્વનો ભાગ ભજવે છે. આપણે આજે આ લેખમાં દહીના ઘણા ફાયદા ઓ વિશે જાણવાના છીએ. મિત્રો દહીં આપણા પાચન ક્રિયા માં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

જે લોકોને ભૂખ ન લાગતી હોય તે લોકોને દહીં નું સેવન કરવું જોઈએ. જે લોકો પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તેના મોઢામાંથી દુર્ગંધ આવતી નથી. અને તેમના દાંત માં પણ કોઈપણ પ્રકારની જીવાત ની તકલીફ રહેતી નથી. રોજ દહીં ખાવામાં આવે તો આપણી રોગપ્રતિકારક ખૂબ જ સારી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જે લોકો પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તે લોકોની શુગર પણ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબીટીસના દર્દીઓ માટે દહીં ખૂબ જ લાભદાયી છે. મિત્રો દહીં નિયમિત રીતે સેવન કરવામાં આવે તો આંતરડા ને લગતી અને પેટને લગતી બીમારી થતી નથી.

દહીમાં કેલ્શિયમ ભરપુર માત્રા હોવાથી હાડકાંને લગતી સમસ્યાઓમાંથી રાહત મળે છે. અને હાડકાં મજબૂત બને છે. દહીં નિયમિત રીતે ખોરાકમાં લેવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળે છે. દહી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પૌષ્ટિક આહાર પણ છે. પાતરા માણસો દહીમાં બદામ અને કિસમિસ ઉમેરીને તેનું સેવન કરે તો વજનમાં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો નાના બાળકોને જ્યારે દાંત આવે તે સમયે દહીં માં થોડું મધ ઉમેરીને ચટાડવામાં આવે તો દાંત આવવા થી થતી તકલીફ માં રાહત મળે છે. અને દાંત સહેલાઈથી નીકળી જાય છે. જે લોકોને અનિદ્રાની સમસ્યા સતાવતી હોય તેવા લોકો નિયમિતરૂપે તેનું સેવન કરે તો તેમાંથી છુટકારો મળે છે.

આપણા મગજ માટે દહીં નું સેવન ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક છે. કારણ કે દહીંમાં વિટામિન બી 12 ખૂબ વધુ માત્રામાં હોય છે. એન્ટિબાયોટિક ની આડ અસર થી બચવા માટે દહીંનું સેવન કરવાનું પણ ડોક્ટર સલાહ આપે છે.

મિત્રો જે લોકો નિયમિત રૂપે તેનું સેવન કરે છે તેવા લોકોને માનસિક તણાવની ફરિયાદ ખૂબ જ ઓછી હોય છે. જો તમે કાર્યક્ષેત્રમાં થાકનો અનુભવ કરતા હો તો નિયમિતરૂપે તેનું સેવન કરો દહીં આપણને શક્તિ અને સ્ફૂર્તિ પૂરી પાડશે. ચહેરા પર રોજ રાત્રે દહીં ની માલીશ કરવાથી ચહેરામાં નિખાર આવે છે.

શરીરમાં કોઈપણ જગ્યાએ ખુજલી ની સમસ્યા હોય તો તે જગ્યાએ દહીંની પેસ્ટ લગાવવાથી તરત જ તેમાં રાહત મળે છે. દહીં ના ખાટા પાણી વડે હાથ-પગ ધોવા થી હાથ-પગની બળતરા માં રાહત મળે છે. મિત્રો તાજુ દહીં ખાવાથી ભાંગનો નશો પણ ઉતરી જાય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર દહીંનું સેવન કરવુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment