આયુર્વેદ

પેશાબમાં, પેટમાં કે પગના તળિયામાં બળતરા થતી હોય તો આટલું અવશ્ય કરજો.

હાલના સમયમાં દરેક વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે વ્યસ્ત જીવનશૈલી ભાગદોડવાળી જિંદગી અને અનિયમિત ભોજન લઈને હાલના વ્યક્તિમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે મિત્રો આજનું વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાઈ રહ્યો છે.

અને સાથે જ હાલના સમયમાં વ્યક્તિ આયુર્વેદ તરફ ખૂબ જ હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે પણ તમને પેટમાં, પેશાબમાં અને પગના તળિયામાં થતી બળતરા માટે એક સચોટ આયુર્વેદિક ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો ઘણા લોકોને પેટમાં, પેશાબમાં અને પગના તળિયામાં બળતરા થતી હોય છે.

મિત્રો એના માટે આ ઘરગથ્થુ ઉપાય કરવાથી ખૂબ જ રાહત મળે છે અને એસિડિટીમાં પણ ખૂબ જ રાહત મળે છે. મિત્રો શરીરમાં રહેલી તજા ગરમી ના કારણે પેટમાં, પેશાબમાં અને પગના તળિયામાં બળતરા થતી હોય છે. અને આ તજા ગરમીને લીધે આખા શરીરમાં દાહ થતો હોય છે.

મિત્રો હાલના સમયમાં કોરોના થી બચવા માટે વ્યક્તિ આડેધડ ઉકાળા નું સેવન કરી રહ્યા છે. મિત્રો કોરોનાના ઉકાળામાં બધી જ ગરમ તાસીર ની વસ્તુઓ હોય છે. મિત્રો આ ઉકાળામાં તજ, લવિંગ, સૂંઠ અને સાથે કાળા મરી નો પણ ઉપયોગ થાય છે આવી ઉગ્ર સ્વભાવ ધરાવતી તમામ ચીજોનો ઉપયોગ થાય છે.

મિત્રો આ પ્રકારના ઉકાળાનું વધુ માત્રામાં સેવન કરવાથી આપણા શરીરની ત્વચા ડ્રાય થઈ જાય છે માથામાં બાલ ખરવાની સમસ્યા જોવા મળે છે હવે સાથે પેટમાં, પેશાબમાં અને આખા શરીરમાં બળતરા ની સમસ્યા જોવા મળે છે. મિત્રો આ બધી વસ્તુઓ વધારે પડતું સેવન કરવાથી આપણા શરીરમાં ઉષ્ણતા વધારો થાય છે.

શરીરમાં પિત્ત વધવાના કારણે પરસેવો પણ વધુ માત્રામાં આવે છે. અને સાથે પેટમાં પેશાબમાં પગના તળિયામાં અને આખા શરીરમાં બળતરા થાય છે. મિત્રો આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આજના આ લેખમાં અમે તમને એક આયુર્વેદિક ઉપચાર બતાવીશું જે ઉપાય કરવાથી આ સમસ્યામાંથી તરત જ છુટકારો મળે છે.

મિત્રો આ ઉપાય કરવા માટે ૧૦૦ થી ૨૦૦ ગ્રામ જેટલી તાજી દૂધી લેવાની છે અને થોડા લીલા ધાણા લેવાના છે. આ બન્ને વસ્તુ ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને તેનો રસ બનાવી લેવાનો છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા ન હોય તો તેમાં તમે એક દોઢ ચમચી સાકર પણ ઉમેરી શકો છો.

મિત્રો આ રસને ધીમે ધીમે મોઢા માં ફેરવી ને તેનું સેવન કરવાનું છે. મિત્રો આ સરળ ઉપાય જો તમે કરશો તો તમને પેટમાં, પેશાબમાં અને આખા શરીરમાં થતી બળતરા માંથી તરત જ છુટકારો મળી જશે. મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે ખાવા પર થોડું ધ્યાન રાખવાનું છે,

તમારા આહારમાંથી આદુને દૂર કરવાનું છે. લસણ, આખી મેથી ના દાણા, કોબીજ અને દૂધનું સેવન પણ ન કરવું જોઈએ. અને સાથે જ ચા પીતી વખતે ચા ના મસાલા નો પણ ઉપયોગ ન કરવો જોઈએ. અને સાથે યોગ પ્રાણાયામ કરવાથી શરીરમાં ખૂબ જ તંદુરસ્તી રહે છે.

 

મિત્રો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં આઠથી દસ કાળી દ્રાક્ષ લેવાની છે. ત્યારબાદ તેમાં એક ચમચી પીળા રંગની ખડી સાકર ઉમેરવાની છે. ત્યારબાદ એક ચમચી વરિયાળી અને એક ચમચી સૂકા ધાણા ઉમેરવાના છે. આ બધી જ વસ્તુ ને એક ગ્લાસમાં રાત્રે,

પલાળીને સવારે નરણા કોઠે સેવન કરવાનું છે. મિત્રો આ ઉપાય નિયમિત રૂપથી કરવાથી આપણા શરીરમાં ડાયાબિટીસ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *