આજના સમયમાં કોરોના વાયરસ નો આતંક ફેલાયેલો હોવાને કારણે શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓથી અંતર બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા લોકો એવા છે કે જેમના કાયમી શરદી, શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર છીંક આવવા જેવી સમસ્યાઓ રહે છે. જેના લીધે વ્યક્તિ તો પરેશાન થાય જ પણ તેની આજુબાજુ રહેલા લોકો પણ તેનાથી કંટાળી જાય છે.
આવી સ્થિતિમાં આ બીમારીનો રામબાણ અને અચૂક ઉપાય શોધવો એકદમ જરૂરી છે. કારણ કે તેને અવગણવામાં આવે તો સમસ્યા વધી શકે છે. જો તમે પણ આવી સમસ્યા સામે સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલીક એવી ચીજ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કફને બહાર કાઢવા સાથે શ્વાસ ના લેવાની સમસ્યા પણ દૂર કરે છે.
જો તમારા ગળામાં કફ જામી ગયો છો અને અથાગ પ્રયાસ કર્યા પછી પણ તે દૂર થઈ શકતો નથી તો તમારે પહેલા બે લીંબુનો રસ અને મધને નવશેકા પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ બંને ઘટકો એન્ટી બેક્ટેરિયલ તત્વો તરીકે વર્તે છે અને ગળા માંથી કફ બહાર કાઢે છે.
જો નારિયેળ તેલની વરાળ લો છો તો પણ તમારી છાતીમાં જામી ગયેલા કફ બહાર નીકળે છે. આ સાથે જો તમને વારંવાર બંધ નાકની સમસ્યા રહેતી હોય તો પણ તે દૂર થાય છે. આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરવા માટે પાણીને બરાબર ઉકાળવું જોઈએ અને
તેના બે ટીપાં નારિયેળ તેલના ઉમેરીને તેની રૂમાલ ઓઢીને નાસ અથવા વરાળ લેવી જોઈએ, તેનાથી તમને ચોક્કસ રાહત મળશે. આ સાથે તમને જણાવી દઈએ કે તેમાં એન્ટી જીવાણુ તત્વો હોય છે, જે નાની નાની સમસ્યાઓ દૂર કરવા માટે રામબાણ સાબિત થાય છે.
જો તમે કફ, સૂકી ખાંસી, ગળાનું સુકાપણુંની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમે અરડૂસી નો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તેના પાંદડા ભેગા કરીને પેસ્ટ બનાવી લો અને તેને વાટીને પાણી સાથે મિક્સ કરો. હવે આ પાણી પીવાથી તમને અવશ્ય ફરક જોવા મળશે અને તમે શાંતિથી ખુલ્લે નાકે શ્વાસ લઈ શકશો.
તમે જાણતા જ હશો કે હળદર નો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. તે કફ, બળતરા અને શરદી વિરોધી તત્ત્વો ધરાવે છે. હકીકતમાં હળદર માં એન્ટી તત્વો હોય છે, જે ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેને તમે નવશેકા દૂધ અથવા પાણી લઈને લાભ ઉઠાવી શકો છો. તેને પીવા માત્રથી તમને અવશ્ય ફરક જોવા મળશે અને છાતીમાં જામી ગયેલો કફ બહાર આવી જશે.
લસણ પણ તમારી આ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા થોડુંક પાણી ગરમ કરીને તેમાં લીંબુનો રસ, કાળા મરી અને ગ્રાઇન્ડ કરેલું લસણ ઉમેરીને આ ઉકાળો પીવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને ગળામાં જામી ગયેલો કફ પણ બહાર આવશે. આ સાથે જો તમે બંધ નાક સામે સંઘર્ષ કરી રહ્યા છો તો પણ તે ખુલી જશે.
એક ચમચી આદુનો ઉપયોગ કરીને પણ ગળા માં જામી ગયેલ કફ અને શરદી ની સમસ્યા દૂર કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીને તપેલીમાં લઈને તેમાં એક ચમચી આદુ ગ્રાઇન્ડ કરીને નાખી દો. હવે તેને બરાબર ઉકળવા દો અને જ્યારે તે ઉકળી જાય ત્યારે તેમાં મધ ઉમેરીને પીવાથી રાહત મળે છે. આ સાથે તમને ફરક પણ જોવા મળશે
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.