બીજોરું લીંબુની જાતિનું એક વૃક્ષ છે. જે દેખાવમાં એકદમ લીંબુ જેવું જ દેખાય છે. તેનો સ્વાદ ખાટો હોય છે અને તેના ઝાડ પણ એકદમ લીંબુ ના ઝાડ જેવો જ હોય છે. લીંબુની જેમ જ જ્યારે તે કાચા હોય છે, ત્યારે તેનો રંગ લીલો હોય છે પંરતુ જ્યારે તે પાકી જાય છે ત્યારે તેનો રંગ પીળો થઇ જાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના થકી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. આવી સ્થિતિમાં આજે અમે તમને તેનાથી થતા સ્વાસ્થય લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી બીજોરૂમાં એવા ઘણા ગુણો હોય છે, જે શરદી, ઉધરસ, કફ જેવી નાની બીમારીઓથી લઈને કિડનીની સમસ્યા, પથરી જેવી મોટી સમસ્યાઓ દૂર કરવા ઉપયોગી છે.
તમને જણાવી દઈએ કે બીજોરાના રસમાં વિટામીન સી મળી આવે છે, જે લગભગ બધા જ રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જયારે તેની છાલમાં મળી આવતું પેક્ટીન દવાઓ બનાવવા માટે મદદગાર સાબિત થાય છે. જેના લીધે તેની દેશ વિદેશમાં પણ ભારે માંગ છે.
એસિડિટીમાં મદદગાર :- જો તમને એસિડિટીની સમસ્યા છે અને અથાગ પ્રયત્ન કર્યા પછી પણ તે સમસ્યા દૂર થઈ શકતી નથી તો તમારે બીજોરાનો રસ કાઢીને તેનો શરબત પીવો જોઈએ. તેનાથી તમને ઝડપથી આરામ મળી જશે. આ સાથે જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે તો તમે બીજોરાના મૂળનું ચૂર્ણ બનાવીને તેમાં ઘી મિક્સ કરીને સેવન કરવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.
કાનના દુખાવામાં રાહત :- જો તમને કાનમાં દુઃખાવો થઇ રહ્યો છે તો તમારે બીજોરાના રસને કાનમાં નાખવો જોઈએ. જેનાથી તમને આસાનીથી કાનનો દુઃખાવો, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર થશે. આ સાથે તમે કાનમાં બિજોરા ના રસમાં તેલ મિક્સ કરીને તેને ગરમ કરો અને તેને કાનમાં નાખવાથી પણ સમસ્યા દૂર થાય છે.
દાંતની સમસ્યા :- જો તમને દાંતનો દુઃખાવો થઇ રહ્યો અને બહુ કળતર થાય છે તો તમારે બીજોરાના મૂળને ચૂર્ણ બનાવીને તેનાથી બ્રશ કરવો જોઈએ અથવા અસરગ્રસ્ત જગ્યાએ ઘસવું જોઈએ. જેનાથી તમને આરામ મળશે અને મોઢાના બધા જ બેકટેરિયાનો નાશ થશે. આ સાથે મોઢાની દુર્ગંધ આવતી હશે તો તે પણ દૂર થઈ જશે.
ઝેર નાશ કરવા :- જો તમને કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું છે તો તમારે બીજોરાનો રસ ધીમે ધીમે પીવો જોઈએ. જેનાથી તમારા શરીરમાં જ્યાં પણ ઝેર ફેલાઈ ગયું હશે તે દૂર થઈ જશે અને તમે આરામ મેળવી શકશો.
સોજા ઓછાં કરવા :- ઘણી વખત કોઈ દવા ખાવાથી અથવા સૂવામાં તકલીફ થઈ હોય તો ચહેરા પર સોજા આવી જાય છે. જેના લીધે ચહેરો એકદમ ખરાબ લાગે છે. આવામાં જો તમને આ સમસ્યા હોય તો તમે સોજા ઓછાં કરવા માટે બીજોરા નો ઉપયોગ કરી શકો છો.
આ માટે અરણીના મૂળ, દેવદાર, સુંઠ, ભોય રિંગણી અને રાસ્નાને મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું જોઈએ. હવે તેને સોજા અથવા ઘા પર લગાવવાથી આરામ મળશે.
તાવમાં રાહત મેળવવા માટે :- જો તમને તાવ આવી ગયો છે અને ઘણી દવાઓ કર્યા પછી પણ ઉતરતો નથી તો તમારે બીજોરાનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. હા, બીજોરાના રસને સવાર અને સાંજ પીવાથી તમે ઝડપથી આરામ મેળવી શકો છો.
આ સિવાય પણ બીજોરાના સેવનથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. હા, જો તમે તેનો ઉપયોગ યોગ્ય રીતે સમજી વિચારીને કરો છો તો તમે તેનો ફાયદાઓ અવશ્ય ઉઠાવી શકો છો.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.