મિત્રો ઔષધશાસ્ત્ર માં યોગ પ્રાણાયામ અને વ્યાયામની ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો પહેલાના જમાનામાં આપણા ઋષિમુનિઓ યોગ અને પ્રાણાયામ દ્વારા ખૂબ જ લાંબુ જીવન જીવતા હતા. પરંતુ હાલના વ્યસ્ત જીવન ના કારણે આપણે બધા લોકો યોગ-પ્રાણાયામ અને વ્યાયામ ને ભૂલતા જઈ રહ્યા છીએ.
મિત્રો આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત અને નીરોગી રાખવા માટે પૌષ્ટિક આહાર ઉપરાંત યોગ-વ્યાયામ અને પ્રાણાયામની પણ ખૂબ જ જરૂર હોય છે. મિત્રો આજના આ લેખમાં આપણે સૂર્યનમસ્કાર વિશે જાણીશું. મિત્રો સૂર્ય નમસ્કાર તમામ યોગાસનોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
મિત્રો જો તમે દિવસમાં વ્યાયામ કરો છો કે નહીં પરંતુ જો તમે દિવસમાં એકવાર સૂર્યનમસ્કાર કરો તો શરીરમાં રહેલા દરેક રોગો એક એક કરીને દૂર થાય છે. સૂર્ય નમસ્કાર કરવાના અગણિત ફાયદાઓ છે. સૂર્ય નમસ્કાર કરવાથી મેદસ્વીપણું દૂર થાય છે મનની એકાગ્રતા માં વધારો થાય છે.
શરીરમાં ફ્લિક્ષિબીલટી આવે છે. તેમજ શરીરની ખરાબ મુદ્રાઓ પણ સારી થઇ જાય છે. મિત્રો સૂર્યને નમસ્કાર કરતી વખતે 12 આસનો કરવામાં આવે છે જેનાથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. સૂર્યનમસ્કાર સવારે સૂર્ય તરફ મુખ રાખીને જ કરવા જોઈએ. કારણ કે સૂર્ય આપણને ઉર્જા પ્રદાન કરે છે.
મિત્રો સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં લચીલાપણું વધે છે નિયમિત રૂપે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક અંગો ઉપર ભાર પડે છે જેથી ત્યાં ની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે જેનાથી વજન ઉતારવામાં ચોક્કસ લાભ મળે છે. મિત્રો નિયમિત રૂપે સૂર્ય નમસ્કાર કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. તેનાથી ખોરાક પચાવતા રસો વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે,
જેના લીધે ખાધેલા ખોરાકનું પાચન કરવામાં ખૂબ જ મદદરૂપ મળે છે. મિત્રો સવારે સૂર્ય સામે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે અને તેના લીધે આપણા હાડકા ખૂબ જ મજબૂત રહે છે. અને બહુ બધું કેલ્શિયમ હાડકાઓ દ્વારા શોષી લેવામાં આવે છે અને હાડકાં ખૂબ જ મજબૂત બને છે.
મિત્રો સૂર્ય નમસ્કાર કરતી વખતે ઉંડા શ્વાસ લેવા જોઈએ જેને કરવાથી મન એકાગ્ર થાય છે અને શરીર રિલેકસ રહે છે જે લોકોને કબજિયાત રહેતી હોય તેવા લોકો એ રોજ સવારે સૂર્યનમસ્કાર કરવા જોઇએ જો સૂર્ય નમસ્કાર આજરોજ કરવામાં આવે તો કબજિયાત જેવી બીમારીઓમાં ખૂબ જ રાહત મળે છે.
અને પેટની પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે. મિત્રો હાલના સમયમાં લોકોને અનિદ્રાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે તો તેવામાં સૂર્યનમસ્કાર જરૂર કરવો જોઈએ જેનાથી શરીર રિલેક્સ થઇ જાય છે અને રાત્રે સારી ઊંઘ આવે છે. મિત્રો યોગા કરવાથી આપણું શરીર સંપૂર્ણ રીતે ફીટ રહે છે,
અને સાથે સાથે મનની એકાગ્રતા માટે સૂર્યનમસ્કાર કરવા, એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો હાલના તણાવગ્રસ્ત અને ભાગદોડ વાળા જીવનમાં યોગ-પ્રાણાયામ અને કસરત કરવી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, જેથી આપણું શરીર એકદમ મજબુત બને છે અને તેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.
મિત્રો સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ માંથી આપને રાહત મળે છે અને આપણે તંદુરસ્ત અને નિરોગી રહીએ છીએ. અને સૂર્ય નમસ્કાર આપણે આપણા જીવનમાં આવતા તણાવથી દૂર રહીએ છીએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફિટ રહીએ છીએ. માટે એક નિયમ બનાવી લો કે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરવા અને ફિટ રહેવું.
આવી જ અવનવી આયુર્વેદિક માહિતી જાણવા માટે નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.