મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાતા હોય છે દરેક વ્યક્તિ નાની-મોટી બીમારી હાલના સમયે થતી હોય છે મિત્રો ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના લીધે આજનો માનવી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતો નથી એ કારણસર વ્યક્તિ અનેક બીમારીઓમાં સપડાઈ જાય છે.
આજે આજના આ લેખમાં અમે તમને માઈગ્રેન ની બીમારી વિશે વાત કરીશું. મિત્રો માઈગ્રેન ની બીમારી આજના યુગની સૌથી મોટી બીમારી છે મિત્રો આજકાલ પ્રત્યેક દવાખાના ઓ હોસ્પિટલ આ તમામ સ્તરો માઈગ્રેન બીમારી લઈને આવનાર દર્દીઓથી ઉભરાવા લાગ્યા છે અને દિન-પ્રતિદિન માં વધારો થઈ રહ્યો છે.
મિત્રો માથાનો દુખાવો મોટાભાગે શરીર ના બદલે માનસિક મથામણ ના લીધે થાય છે. ઘણા બધા કિસ્સામાં ભારે કબજિયાત પણ માઈગ્રેન ની બીમારી માં ખૂબ જ મોટી જવાબદાર છે. માથાનો અસહ્ય દુખાવો માનવીની ખૂબ જ પરેશાન કરે છે.
આજના યુગમાં ઝડપથી બદલાતા જીવન જીવવા ના સમીકરણો અને ખરાબ જીવનશૈલી, અનિયમિતતા, ઉતાવળ અને ઝડપ થી પરિણામ લેવાને લીધે મોટેભાગે માઇગ્રેન ની બીમારી થાય છે. મિત્રો બજાર નું તીખું તળેલું અને તામસી ખોરાક ખાવાને લીધે પણ માઈગ્રેન જેવી સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે.
મિત્રો આજકાલ લોકોની દિનચર્યા પણ ખૂબ જ મથામણ વાળી અને અને માનસિક તણાવ જેવો સમય આપણી વિતાવીએ છીએ. તેને લીધે પણ અસહ્ય રીતે માથાનો દુખાવો થાય છે. અમુક લોકોને ઘણી વખત ત્વરિત માઈગ્રેનની સમસ્યા થાય છે. જેમાં સખત તડકો, આગ ની ગરમી, એકા એક તીવ્ર અવાજ સાંભળવો,
અણગમતા અકુદરતી અત્તર વગેરે મુખ્ય કારણોને લીધે આ સમસ્યા થતી હોય છે. મિત્રો માનસિક તંગદિલી જેને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ અને આ માનસિક સ્ટ્રેસ પણ માથાનો દુખાવો કરે છે. કોઈપણ પ્રકારની તાણ, અજંપો, સતત સંદેહ માં રહેવું વગેરે મુદ્દાઓ પણ માઈગ્રેનની બીમારી માટે ખૂબ જ જવાબદાર છે.
મિત્રો સ્વસ્થ માણસ ને એકાએક માઇગ્રેન થવાના કારણો માં એકાએક ઠંડા વાતાવરણમાં થી ગરમ વાતાવરણમાં આવવું, વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં રહેવું, વાતાવરણમાં થતો ફેરફાર પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
મિત્રો મોટા અવાજે સંગીત સાંભળવું અને ખાસ કરીને ડીજે ના વધારે પડતા અવાજથી માઈગ્રેનની સમસ્યા તરત જ થાય છે. મિત્રો વધારે પડતી ઊંઘ અને જમણા પડખે ઊંઘવાથી પણ માઈગ્રેનની સમસ્યા વધુ જોવા મળે છે સમયસર યોગ્ય સાદો ખોરાક ન લેવાથી, ભૂખ્યા પેટે રહેવાથી, ઉપવાસ અને વગેરે તહેવારોમાં વધારાનું કાર્ય કરવાથી આપણી હોજરી અતિક્રમણ નો અનુભવ કરે છે.
તેના કારણે પણ માઈગ્રેન થાય છે મિત્રો ઘણીવખત કબજિયાત અને કબજીયાત ની ઉપેક્ષા કરવાથી માઈગ્રેનની સમસ્યા થતી હોય છે. તો મિત્રો આજના સમયમાં માઈગ્રેન થવામા આ બધા મુદ્દાઓ ખૂબ જ જવાબદાર છે જેના કારણે આજના સમયમાં અનેક લોકો માઈગ્રેનની સમસ્યા થી પીડાઈ રહ્યા હોય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.