આયુર્વેદ

રસી મુકાવવા નીકળ્યા છો ? નીકળતા પહેલા જાણી તો લો કાઈ રસી લેવી ને કઈ ના ?

મિત્રો હાલના સમયમાં કોરોના મહામારી દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે કોરોનાના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો તેના સંક્રમણનો ભોગ બન્યા છે. ડોક્ટર અને વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને પરિશ્રમ ના કારણે કોરોનાની વેક્સીન બનાવવામાં ભારત ને ખૂબ જ મોટી સફળતા મળી છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું વેક્સિન ને લગતી કેટલીક બાબતો વિશે.

મિત્રો હાલના સમયમાં ભારતના દરેક રાજ્યોમાં 18 વર્ષથી ઉપરના નાગરિકોને વેક્સીન લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. અને સાથે સાથે કોરોના ની બીજી લહેર પણ ચાલુ છે અને આ સાથે આપણા પ્રધાનમંત્રી એપ્રિલ મહિનામાં 18 વર્ષથી ઉપરના લોકો ને વેક્સીન લગાવવાની જાહેરાત કરી હતી. હાલના સમયમાં ભારત પાસે બે વેક્સિન છે એક કોવિશિલ્ડ અને કોવેક્સિન.

મિત્રો કો વેક્સિન ને ભારત બાયોટેક નામની ફાર્મા કંપનીએ બનાવી છે અને બિજી વેક્સીન કોવિશિલ્ડ Serum Institute of India આ વેક્સીન ને તૈયાર કરી રહી છે. અને આ બંને વેક્સીન ભારતમાં જ તૈયાર થઇ રહી છે પરંતુ આ કોવેક્સિન બધી રીતે ભારતમાં બનેલી વેક્સીન છે. પરંતુ હાલના સમયમાં એ વાતની ખૂબ જ ચર્ચા થઈ રહી છે કે બંને માથી કઈ વેક્સિન વધુ અસરકારક છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ બંને વેક્સીન એક જ પ્રકારની વેક્સીન છે અને આ વેક્સીન  બનાવવા માટે વાઈરસની મોડીફાઈ કરીને અને તેને ઈન એક્ટિવ કરીને બનાવવામાં આવી છે. મિત્રો સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન કોવિશિલ્ડ વાયરલ વેક્ટર વેક્સીન છે.

અને આ વેક્સીનને  ચિમ્પાન્જી માંથી મળી આવતા એડી નો વાયરસ ની મદદથી બનાવવામાં આવી છે. અને કોવેક્સિન ને ઈન એક્ટિવ વાયરસ સ્ટ્રેન ની મદદથી બનાવવામાં આવી છે. મતલબ કે આ વેક્સીન ને બનાવવા માટે મૃત વાયરસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જેના કારણે વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. મિત્રો આ બંને વેક્સિન કોરોના મહામારી સામે લડવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ છે અને WHO ના જણાવ્યા અનુસાર આ બંને વેક્સીન તેના પેરામીટર પર ખરી ઊતરે છે. અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

નવેમ્બર 2020 માં જે ટ્રાયલ કરવામાં આવ્યા હતા એ આંકડા ના આધાર ઉપર એવું કહેવામાં આવે છે કે કોવીશિલ્ડ વેક્સિન કોરોના વાયરસને રોકવા માં 70 ટકા કારગર છે પરંતુ તેને વધારીને ૯૦ ટકા સુધી પણ કરી શકાય છે અને જે લોકો આ વેક્સીન કરાવે છે તેવા લોકોને કોરોના નું સંક્રમણ થવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. પરંતુ જો વેક્સિનેશન કર્યા પછી પણ જો સંક્રમણ થાય તો તે કોરોના માંથી જલદી સાજા થઈ જાય છે.

આ સાથે જ કોવેક્સિન ના ટ્રાયલ ના આંકડા જોતા આ વેક્સીન ૭૫ ટકા જેટલી કારગત છે અને સાથે એવું પણ કહેવામાં આવે છે કે કોરોના વાયરસના સંક્રમણની રોકવામાં અને મૃત્યુ દર ને ઘટાડવામાં 100 ટકા અસરકારક છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ બન્ને વેક્સીનના બે ડોઝ લગાવવા ખૂબ જ જરૂરી છે મિત્રો કોવીશિલ્ડ ના બે ડોઝ  વચ્ચે છ થી આઠ અઠવાડિયા નું અંતર હોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વેક્સીન બે ડોઝ  વચ્ચે જો વધારે અંતર રાખવામાં આવે તો તેની  રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે.

અને આ સાથે જ કોવેક્સિન રસી ના બંને ડોઝ વચ્ચે ૪ થી ૬ અઠવાડિયા નું અંતર હોવું જરૂરી છે. અને હાલના સમયમાં બંને વેક્સિન દરેક રાજ્યો અને ઓપન માર્કેટ માટે હાજર સ્ટોકમાં છે આ સાથે સિરમ ઇન્સ્ટિટયૂટ રાજ્ય સરકારને ૩૦૦ રૂપિયામાં અને પ્રાઇવેટ દવાખાના ની 200 રૂપિયામાં આપે છે અને આ સાથે કો વેક્સિન થોડી મોંઘી છે તે રાજ્ય સરકારને 400 રૂપિયામાં અને પ્રાઇવેટ હોસ્પિટલ માટે 1200 રૂપિયામાં મળશે. અને આ સાથે જ બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ વેક્સીન ને ફ્રીમાં આપવામાં આવશે.

મિત્રો બીજી ઘણી બધી રસીઓ ની જેમ આ બંને રસીમાં થોડા સાઈડ ઈફેક્ટ પણ છે. મિત્રો આ બંને સાઇડ ઇફેક્ટ ની બાબતમાં સામાન્ય જે જગ્યા પર વેક્સિન આપી હોય એ જગ્યા પર થોડો દુખાવો થાય છે. સામાન્ય પેટમાં દુખાવો થાય માથું થોડું ભારે ભારે થવું અને તાવ આવવો. અને ચક્કર આવવાની તકલીફ જોવા મળે છે અને આ સાથે જ ગર્ભવતી મહિલાઓને રસી ન લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેની સાઈડ ઇફેક્ટ તેના ફાયદા આગળ કઈ પણ નથી. 

માટે, બંને રસીઓમાંથી ગમે તે રસી મુકાવો બંને કોરોનાથી બચાવવા માટે ખૂબ જ અસરકારક છે. અને એક્સપર્ટની રાય મુજબ જોવા જઈએ તો બંને માંથી શ્રેષ્ઠ રસી કોવેકસીન માનવામાં આવે છે અને ત્યારબાદ કોવિશિલ્ડ આવે છે. પરંતુ બંનેમાં લાંબો કોઈ ફેર નથી. અને બંને ખૂબ જ અસરકારક છે. માટે તમને ગમે તે રસી મળે તે તમારે વહેલી તકે લઇ લેવી જોઈએ. જેથી કોરોનાની વ્યાપક અસરોથી બચી શકીએ.

જો તમે આવી જ માહિતી અવિરત મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ જાણવા જેવી માહિતી શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *