મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવીશું એક દેશી ઉપચાર મિત્રો આ ઉપાય કરવાથી તમારા વાળની દરેક સમસ્યામા રાહત મળશે. આ ઉપાય કરવા માટે અમે તમને બતાવીશુ એક દેશી ઉપાય મિત્રો આ ઉપાય કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થશે નહીં.
એના માટે પહેલા આપણે ડુંગળી લઈશું. પહેલાં તો ડુંગળી સૂકી હોવી જોઈએ. જેના કારણે તેલ લાંબો સમય ટકી રહે અને તેમાં પાણીનો ભાગ બહુ ઓછો રહે. અહીં આપણે બે ડુંગળી લઈશું. ડુંગળી ની અંદર સલ્ફર હોય છે. અને આપણે એને કાપીએ છીએ. ત્યારે હંમેશા આપણી આંખમાં પાણી આવે છે.
તે આપણને આજ સલ્ફર ના કારણે આવે છે. ડુંગળી આપણા વાળને રી જનરેટ કરે છે અને મજબૂત કરે છે. પાતળા વાળને હેલ્ધી કરે છે. સફેદ વાળ તો થવા જ નહી દે.
તમે કોઈપણ શેપ માં કાપી શકો છો. હવે તેને મિકચર માં બધી ડુંગળી ઉમેરી લઈશું અને એક સરસ મજા ની પેસ્ટ બનાવી દઈએ અહીંયા હવે આપણે ડુંગળીની પેસ્ટ બની ગઈ છે, તેમાં આપણે ત્રણ ચમચી સરસિયા નુ તેલ ઉમેરી દવાનું છે.
તમે જ્યારે પેસ્ટ બનાવો ત્યારે પાણી બિલકુલ નથી નાખવા નું. હવે તમે જોઈ શકો છો. આપણી ડુંગળી પીળાશ પડતી થઈ ગઈ છે. હવે એમાં આપણે લસણ લઈશું. અને લસણમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રા માં હોય છે.
લસણ માં રહેલા સેલેનિયમ જે આપણા વાળને હેલ્ધી બનાવે છે. હવે આપણે ઉમેરીશું મીઠો લીમડો તેનાથી વાળ નો ગ્રોથ માં વધારો થશે. વાળ શીલકી બનશે. પરંતુ મીઠો લીમડો નુકશાન થવા દેતો નથી. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રા માં હોય છે.
તમે ચાહો તો એમાં મેથી ના દાણા પણ ઉમેરી શકો છો મિત્રો આ બધી જ વસ્તુઓ ને એક તપેલીમાં ગરમ કરવાનુ છે. જ્યાં સુધી આપણે ઉમેરેલી ડુંગળી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. તમારા વાળ માંથી દરેક એ દરેક રોગ જડમુળ માંથી જતા રહેશે.
તમારા વાળ બિલકુલ ખરશે નહીં. વાળનો ગ્રોથ વધે અને વાળ દિવસે ને દિવસે લાંબા થતા જશે, કાળા વાળ પણ સફેદ થતા અટકી જશે. જ્યાં સુધી આપણી ડુંગળી બ્રાઉન ના થાય ત્યાં સુધી હલાવો. હવે તપેલીમાં રહેલ તેલ કાળુ થઈ ગયું હશે.
હવે આપણે તેમાં વિટામિન ઈ ની ત્રણ ગોળીઓ ઉમેરવાની છે જે તમારા વાળ માં થતા રોગો દૂર કરે છે. પછી તેલ ઠંડુ થાય એટલે ગાળી દઈશું. આહિયા આપણે તેલ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ તેલને તમારી આંગળી ના ટેરવા થી મસાજ કરવાનો છે. મિત્રો આ તેલ ના ઉપયોગ થી વાળ મા થતી સમસ્યાઓ મા રાહત મળે છે. આ પ્રયોગ કરવાથી તમારા વાળ કાળા લાંબા અને હેલ્ધી રહેશે.
આમ તમે દરરોજ આયુર્વેદિક નુસખા અને આયુર્વેદિક ઉપચાર જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવી દો અને હજુ સુધી આ ઉપયોગી માહિતી તમારા મિત્રોને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.