મિત્રો હાલના સમયમાં આખી દુનિયા આયુર્વેદ તરફ વળી છે. એનું કારણ બધાને ખબર જ છે કે હાલમાં જે મહામારી ફેલાઈ રહી છે. જેના કારણે તમામ લોકો આયુર્વેદમા માનતા થયા છે. મિત્રો આજના આ લેખમા અમે તમને એવા જ એક ઉપાય બતાવાના છીએ તેના ઉપયોગથી આ ચાલી રહેલ મહામારી મા ખુબ જ રાહત મળશે.
મિત્રો આપણે સવારે ઉઠીને જે દાંત સાફ કરવા માટે જ ટુથપેસ્ટ વાપરીએ છીએ તેના કરતા સો ગણું વધારે સારા હોય છે ઔષધીય દાતણ. મિત્રો દાંત સાફ કરવાની કોઈ શ્રેષ્ઠ ઔષધ હોય તો તે છે દાતણ તુટ પેસ્ટ નઈ. મિત્રો જો તમારી જોડે દાતણ ન હોય તો તમે મિઠ્ઠુ અને હળદર નો ઉપિયોગ કરી ને દાંત સાફ કરી શકો છો.
જો તમે તુટ્પેસ્ટ ની જગ્યાએ તમે દાતણનો ઉપયોગ કરશો તો તમારા દાંત અને મોઢાની સાથે સાથે તમારા પુરા શરીરમાં ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો દરેક ઋતુમાં અલગ અલગ દાતણ કરવા જોઈએ. તેના લીધે શરીર માં અદ્ભુત ફાયદો થશે.
મિત્રો એના માટે તમારે લીમડાનું દાતણ, દેશી બાવળનું દાતણ અને કરંજ ના વૃક્ષ નુ દાતણ તો સૌ પ્રથમ આપણે વાત કરીશુ લીમડાના દાતણ વિશે. મિત્રો લીમડાનું દાતણ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ હોય છે. ખાસ કરીને હોળી પછી લીમડાનું દાતણ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
મિત્રો આ સિઝનમાં લીમડાનું દાતણ કરવાથી મોઢુ અને દાંત તો સ્વાસ્થ્ય રહે છે પરંતુ ગરમીની શરૂઆત મા થતા કફ અને શરદી મા પણ આ દાતણ ખૂબ જ લાભકારી પુરવાર થાય છે. મિત્રો લીમડાનું દાતણ જો તમે રોજ કરશો તો શરીરમાં તજા ગરમી દૂર કરે છે.
મિત્રો ત્યારબાદ વડ નું દાતણ. આ દાતણ ને શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. મિત્રો ચોમાસામાં વડના દાતણનો ઉપયોગ કરવો ખુબ જ લાભકારી પુરવાર થાય છે. કેમ કે આ દાતણ થી મોઢામા રહેલા કિટાણુ બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ થાય છે. દાંત મજબૂત થાય છે. એટલે કે મોઢા ને લગતી કોઈપણ બીમારીમાં વડનું દાતણ ખૂબ જ કારગત નીવડે છે.
મિત્રો ખેરના વૃક્ષ નું દાતણ કરવાથી પણ શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં મોઢામાં ચાંદા પડ્યા હોય તો ખેરના વૃક્ષ નું દાતણ કરવાથી ખુબ જ લાભ થાય છે. મોઢામાં અને પેઢામાં ચાંદા પડ્યા હોય તો આ દાતણ એક વરદાન રૂપ સાબિત થાય છે.
મિત્રો જે લોકો ને લીમડાનું દાતણ કડવું લાગતું હોય એ લોકો ઍ દેશી બાવળનું દાતણ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દાંત ની મજબૂતી માટે આ દાતણ ખુબજ ઉપયોગી સાબિત થાય છે. વ્યસન છોડવા માટે પણ દેશી બાવળ નું દાતણ ફાયદા કારક હોય છે.
તો મિત્રો આજ કાલ લોકો કેમિકલ યુક્ત તુટ્પેસ્ટ નો ઉપિયોગ કરી ને શરીરને બગાડતા હોય છે . જો તમે આ વનસ્પતિ ના દાતણ તમે કરશો તો તેનાથી તમારા દાંત અને મોઢું તો સ્વસ્થ રહેશે પરંતુ એનાથી શરીરમાં ગજબના ફાયદા પણ થશે.