કેરી પકવવાની આ રીતના કારણે જ ઉભા થાય છે નવા નવા રોગ. જે કોઈ જણાતું જ નથી.

મિત્રો આજે આપણે ફળોનો રાજા કહી શકાય એવી કેરી વિશે આજના આ લેખમાં આપણે જાણીશું. મિત્રો આ ઉનાળાની સિઝનમાં કેરી દરેક લોકોને ખુબ જ પ્રિય હોય છે નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક લોકો ઉનાળાની સિઝનમાં કેરીનું ખુબ જ વધુ માત્રામાં સેવન કરતા હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક લોકો ઉનાળાની રાહ જોતા હોય છે કારણ કે કેરીની સીઝન ઉનાળાની સીઝન છે. પરંતુ મિત્રો કેરી આપણે ખાઈએ તો છીએ આપણને ગમે પણ છે અને એનો સ્વાદ પણ આપણને પ્રિય હોય છે. કેરીમાંથી અનેક પ્રકારની વાનગીઓ પણ બને છે.

પરંતુ મિત્રો આ કેરી ને જલ્દી પકવવા અને બમણા ભાવ મેળવવા માટે અમુક લોકો કેરી ને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ મિત્રો આ રીતે પકવેલી કેરી આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. મિત્રો આવી રીતે પકવેલી કેરીઓ ખૂબ જ જલદી પાકી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને દેખાવમાં પણ ખુબ જ સરસ પીળી પીળી દેખાય છે. અને દેખાવમાં પણ તે ખુબ જ સરસ દેખાય છે. મિત્રો આ કેરીની સુગંધ પણ તમને ખૂબ જ સરસ આવે છે. પરંતુ આ કેરીનું સેવન કરવાથી આપણને નુકસાન પણ એટલું જ થાય છે. મિત્રો કુદરતી રીતે દાબો નાખીને જે કેરી પકવવામાં આવે તે કેરી તમે ખાશો તો,

તમને કોઈપણ જાતનું નુકસાન થશે નહિં. અને મિત્રો કુદરતી રીતે પાકેલી કેરીનું સેવન કરવાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. પરંતુ કેલ્શિયમ કાર્બાઇડ નો ઉપયોગ કરીને જે કેરી પકવવામાં આવે છે. તે કેરી ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો કેલ્શિયમ કાર્બાઇડ નો ઉપયોગ કરીને પકવેલી કેરી ખાવાથી પ્રથમ તો આપણ ને ચાંદા પડવાની શરૂઆત થાય છે. એટલા માટે મિત્રો જો તમને પણ ચાંદા પડવાનું શરૂ થાય તો એવું સમજવું કે આપણે કેરીનું વધારે પડતું સેવન કરી રહ્યા છીએ. અને એનો મતલબ એ છે કે જો તમને ચાંદા પડવાનું શરૂ થાય તો કેરી કેલ્શિયમ કાર્બાઈડ થી પકવેલી હોઈ શકે છે.

અને બીજું પેટમાં ગડબડ ઊભી થાય છે. એટલે કે આ કેરીનું સેવન કરવાથી આપણા પેટમાં અપચો થઈ જાય છે. મિત્રો કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરી નું સેવન કરવાથી આપણા પેટમાં અપચો થઈ જાય છે, પેટ ભારે ભારે લાગે છે, અરુચિ થઈ જાય છે, આ પ્રકારની તકલીફ તમને થાય તો કેરી ને તપાસીને ખાવી જોઈએ.

મિત્રો આમ આડેધડ કેરી નો ઉપયોગ કરવો આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે તે ઘરે દાબો નાખીને પકવેલી કેરી હોય તો આપણે ખાઈ શકીએ છીએ પરંતુ કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરી નું જો વધારે પ્રમાણમાં સેવન કરીશું તો તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળશે.

મિત્રો ઉનાળાની સિઝનમાં પકવેલી કેરી ખાવાથી આપણા શરીરમાં પાચનતંત્ર ને ખૂબ જ નુકસાન પહોંચે છે. અને આપણું પાચનતંત્ર મંદ પડી જાય છે. ક્યારેક આપણને ઉલટી પણ થઇ શકે છે અને આવા નાના-નાના રોગો આપણને થાય છે આ બધું થવાનું કારણ કેલ્શિયમ કાર્બાઇડ છે એટલે કે કાર્બન થી પકાવેલી કેરી પણ હોઈ શકે છે.

તો મિત્રો મહેરબાની કરીને આ પ્રકારની કેરી તમે ન ખાતાં. જો મિત્રો તમારે પણ કેરીનું સેવન કરવું હોય તો કાચી કેરી ઘરે લઈ આવો અને તેને દાબો નાખીને ઘરે જ પકવો. આ કેરીનું સેવન કરવાથી આપણને કોઈ નુકસાન થતું નથી. મિત્રો આપણને કઈ રીતે ખબર પડશે કે આ કેમિકલથી પકવેલી કેરી છે. તો મિત્રો કેમિકલથી પકવેલી કેરી માં અચાનકથી કાળા રંગના ધબા જોવા મળી શકે છે.

અને કેરી ઉપર ચાંદા પડેલા જોવા મળે છે તો તમે ઓળખી શકશો કે આ કેરી કેમિકલથી પકવેલી છે. અને અમુક હદ સુધી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ કેરી કાર્બનથી પકવેલી કેરી છે એટલા માટે મિત્રો કેરીની ખાતરી કરી લેવી જોઇએ અને ખાતરી વાળી જગ્યાએ થી જ કેરીની ખરીદી કરવી જોઈએ.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment