આયુર્વેદ

40 વર્ષની ઉમર વટાવ્યા પછી દવાખાનના પગથિયાં ના ચઢવા હોય તો આ 16 વસ્તુઓનું રાખજો ધ્યાન.

મિત્રો આજના આ લેખમાં અમારે વાત કરવી છે કે ચાલીસ વર્ષ વટાવ્યા પછી આપણે લાંબુ, નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય કઈ રીતે મેળવી શકીએ. તેના માટે આજના આ લેખમાં અમે કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવવા ના છીએ. જે ઉપાયો કરવાથી આપણને તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.

મિત્રો 40 વર્ષ પછી નિરોગી જીવન જીવવું હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે ગમે તેટલા પૈસા વાળ હોઈએ, ગમે તેટલી સગવડ વાળા હોઈએ અને ગમે તેટલા ભણેલા-ગણેલા હોઈએ પરંતુ આ શરીર સથવારો આપે ત્યાં સુધી જ જીવન સારું છે.

અને જ્યારે શરીર સથવારો ન આપે ત્યારે આપણ ને આપણું શરીર ખરાબ લાગે છે. જો આ બાબતનું આપણે ધ્યાન રાખીએ તો આપણને તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ. સમયાંતરે બીપી તથા બ્લડ સુગર ચેક કરાવી લેવું ખૂબ જ જરૂરી છે.

મીઠું, ખાંડ, ડેરી પ્રોડક્ટ, સ્ટાર્ચ આ બધી વસ્તુઓ નો ઘટાડો કરવો જોઇએ. અથવા તો ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. એના બદલામાં ફણગાવેલા મગ, શાકભાજી ,પાંદડાવાળા શાકભાજી, લીંબુપાણી, આદું, હળદર આ બધાનું સેવન આપણે 40 વર્ષ પછી કરવું જોઈએ.

મિત્રો લીલોતરી શાકભાજી જેમાં આપણા ખોરાકમાં સલાડનું પ્રમાણ વધારવું જોઈએ એટલે કે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો તેનાથી મળતા રહે છે. ત્યારબાદ મિત્રો દિવસમાં એક ફળ ખાવાનું રાખીએ તેનાથી શરીરમાં એનર્જી રહે છે. અને જરૂરી પોષક તત્વો અને વિટામિન છે આનાથી મળી રહેશે.

40 વર્ષ પછી જરૂરી માત્રામાં બદામ અને સીંગદાણા નું સેવન કરવું જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. બદામ હંમેશા રાત્રે પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરવું જોઈએ. જે આરોગ્ય માટે ખૂબ જ સારું છે. મિત્રો ગુસ્સો સદંતર બંધ કરવો જોઈએ ગુસ્સાથી ગેર ફાયદા થાય છે.

જેના કારણે શરીરના બધા કોષ નબળા પડે છે. અને આપણું મન પણ નબળું પડે છે. જેથી ૪૦ વર્ષની વય પછી આપણે આપણા ગુસ્સા પર કાબૂ રાખીશું. અને સાથે જ નિરંતર આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવીશું. મિત્રો હંમેશાં સકારાત્મક વિચારો જ વિચારવા.

પોઝીટીવ થીંકીંગ રાખવાથી આપણને ખૂબ જ મજા આવશે. તેનાથી આપણું આરોગ્ય ખૂબ જ સારું રહેશે અને સાથે જ ચયા પચયની ક્રિયા પણ સારી રહેશે. મિત્રો સવારે વહેલા ઊઠીને નિયમિત રૂપે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી આપણે 40 વર્ષ પછી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.

ત્યારબાદ મિત્રો રોજ સવારે દસથી પંદર મિનિટ હળવો વ્યાયામ કરવો જોઈએ. યોગાસન કરવાં જોઈએ અથવા તો નિયમિતરૂપે પ્રાણાયામ કરવા જોઈએ. સાથે જ આપણા જીવનમાં ધ્યાન, મનન અને ચિંતન એ પણ હોવું જોઈએ. મિત્રો થોડું ચાલવાનું રાખીએ એ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

મિત્રો આપણું વજન વધી ગયું હોય તો સાંજના સમયે ખુબ જ ઓછો ખોરાક લેવો જોઈએ. અને સાથે જ હળવો ખોરાક લેવો જોઈએ. આપણા ખોરાકમાં ખીચડી, હળદર વાળું દૂધ આનું સેવન કરવું જોઈએ. આવા બધા સાદા ખોરાક લેવા જોઇએ પાન, માવા, સિગરેટ ,તમાકુ,

દારૃ, જુગાર, માંસાહાર, નબળા વિચારો, નબળું વાંચન આ બધી જ વસ્તુ ૪૦ વર્ષની ઉંમર પછી તેનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો હમેશા રાત્રે વહેલા સૂઈ જવાની આદત રાખવી જોઈએ અને સવારે હંમેશા વહેલા ઊઠવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે,

મિત્રો હમેશા રાત્રે સૂતી વખતે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું રાખો. હંમેશા સારા મિત્રો રાખવા જેને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય. મિત્રો આ બધી જ વસ્તુઓનો તમે 40 વર્ષ પછી ખાસ કરીને ધ્યાન રાખશો તો તમે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકો છો.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *