આ 7 રોગોથી પીડાતા લોકોએ વધુ સમય AC માં રહેવું નહીં. નહીંતર શરીર બનશે બીજા પણ રોગોનું ઘર.

મિત્રો આજના આ લેખમાં આપણે એર કન્ડિશન એટલે કે એ.સી.ની ઠંડી હવા અને આપણા સ્વાસ્થ્ય વિશે વાત કરવાના છીએ. મિત્રો આપણા ભારત દેશ એ ગરમ પ્રદેશ છે ભારતના લોકો પોતાનો વ્યવહાર ગરમી માં પણ ચલાવી શકે છે. ભારતના લોકો ઋતુજન્ય બીમારી સામે પોતાનું આરોગ્ય પર ટકાવી રાખે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે એસી નો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. હાલના સમયમાં ભારત દેશના ગામડાઓમાં અને નદીકાંઠાના વિસ્તારોમાં પણ એસી થઈ રહ્યા છે. આ ઉપરાંત જાણે મોટા શહેરોમાં જાણે આવશ્યક વસ્તુ હોય તેવા આંકડા સાથે તેને વસાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

જોકે એ વાત પણ સાચી છે કે ગરમ કરતા ઠંડા વાતાવરણમાં માનવીની કામ કરવાની ક્ષમતા વધી જતી હોય છે. વ્યક્તિનો કામ કરવાનો ઉત્સાહ પણ ટકી રહેતો હોય છે. પરંતુ ઠંડી પ્રાકૃતિક હોવી જોઈએ એવું આયુર્વેદ કહે છે. એટલે કે એસી ની કે આપણે ઊભી કરેલી ઠંડી મોટાભાગે આપણા શરીરને ફાયદો આપતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એક સંશોધન પ્રમાણે આવી ઠંડીમાં માનવીને જીવન જીવવા માટે શુદ્ધ પ્રાણવાયુની જરૂર પડતી હોય છે. મિત્રો શિયાળા ની વાત કરીએ તો તે આપણને બારેમાસ જીવન શક્તિ આપે છે. આની પાછળ ઠંડા હવામાનમાં મુક્ત રીતે મળતા પ્રાણવાયુનો પ્રભાવ છે.

ગુલાબી ઠંડીથી માનસિક અને શારીરિક રીતે તંદુરસ્તી જળવાઈ રહે છે. અને તંદુરસ્તી વઘે છે. અને સાથે જ કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે પરંતુ આ ઠંડી કુદરતી હોવી જોઈએ. મિત્રો આજના આ લેખમાં આપણે એ.સી.ની ઠંડી ના કેટલાક ગેરફાયદા વિશે વાત કરીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો એસીના વાતાવરણમાં લાંબો સમય સુધી બેસવાથી એક પ્રકારનો માથાનો દુખાવો થતો રહે છે. માથું ભારે પણ થઈ જાય છે અને પરિણામે અકળામણ અનુભવાય છે. મિત્રો આ વાતાવરણ માં લાંબો સમય સુધી રહેવાથી શરીર જકડાઈ જાય છે અને અકડાઈ પણ જાય છે.

મિત્રો નિયમિત રૂપે એસી માં રહેવાથી શરદી નો ભોગ બનવું પડે છે ક્યારેક તો કાયમ શરદી થઈ જાય છે અને સાઇનસનો પ્રભાવ વધે છે. અને સતત નાકમાંથી પાણી આવ્યા કરે એવું લાગ્યા કરે છે. જે લોકોને એસીની સતત ટેવ હોય તેવા લોકો સહન કરી શકાય તેવી ગરમી અને ઠંડીમાં પણ બેચેન રહે છે.

રોગમુક્ત રહેવા માટે મિત્રો રોગપ્રતિકારક શક્તિની ખૂબ જ જરૂર પડે છે. જે આવા વાતાવરણમાં રહેવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. એમાંય જ્યારે સંક્રમિત રોગોનું પ્રમાણ વધે ત્યારે એક પ્રકારના વાયરસ નો ઉદ્ભવ થાય છે. ત્યારે એસી ને ન્યુનતમ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

એસી માં રહેવાનો હેતુ પરસેવામાંથી બચવાનો છે પરંતુ આ ઠંડી ભેજવાળી હવા થી ન્યુમોનિયા અને જૂની શરદી પ્રજ્વલિત થાય છે. અને એલર્જીક બિમારીઓ માં વધારો થાય છે. કોઈપણ ભૌતિક સાધનો નો ઉપયોગ ખૂબ જ મર્યાદામાં થવો જોઈએ.

એસી માં લાંબો સમય રહેવાથી વજન વધે છે. જે લોકોનું વજન વધતું હોય તેવા લોકો એ એસીના વાતાવરણથી દૂર રહેવું જોઈએ. દમ એટલે કે અસ્થમાના દર્દી એસી નો સદંતર ત્યાગ કરવો જોઈએ. અને આવા લોકો એ અકુદરતી હવાથી દૂર રહેવું જોઈએ.

સાથે જ ચામડીના રોગો વાળા લોકો એ પણ એ.સી.ની ઠંડી હવા થી દૂર રહેવું જોઈએ. એસી માં લાંબો સમય રહેવાથી અમુક લોકોને તાવ પણ આવી જતો હોય છે. ઠંડી અને ગરમીની ઋતુ અનુસાર આપણું શરીર એનો અનુભવ કરતું રહે તેવું આપણું વિજ્ઞાન અને શાસ્ત્રો કહે છે.

તો મિત્રો જરૂર જેમ બને તેમ આપણે Ac નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જેથી આપણા ૠતુ જન્ય રોગો થી બચી શકીએ અને હેલ્થી બની રહીયે, આમ તો AC આપણા ભારત દેશ માટે બન્યા જ નહીં માટે જેમ બને એટલું AC નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment