મિત્રો તમે આ કહેવત તો તમે સાંભળી જ હશે. આમ કે આમ ગુટલી કે દામ તે સમયે આપે તેના કોઈપણ અર્થ ને સમજી નથી શકતા પરંતુ ફળો નો રાજા એક કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે તેની ગોટલી આપના માટે રામબાણ સાબિત થાય છે.
આપણે કેરી ખાઈ તેની ગોટલી ફેંકી દઈએ છીએ. જો આપણે તેના લાભ વિશે જાણતા હશું તો ગોટલી ફેંકતા પહેલા દસ વાર વિચારશું. કેરી ની ગોટલી ના ફાયદા વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. ગોટલી આપણા શરીર માટે લાભદાયી છે.
100 ગ્રામ કેરીની ગોટલી માંથી બે કિલો કેરી ના રસ કરતા વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી ની ગોટલી માં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઇટો કેમિકલ હોય છે. માનવ શરીરમાં વિટામિન ડી સિવાય ના વિટામિન બનતા નથી.
આ વિટામિન મેળવવા માટે આહાર પર જ આધાર રાખવો પડે છે. કેરી ની ગોટલી માંથી વિટામિન સી , કે, ઈ મળે છે. જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટી ઓક્સાઈડ તરીકે ની ભૂમિકા પણ ભજે છે. કેરી ની ગોટલી માંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, જસત મેગેનીજ જેવા તત્વો પણ મળી રહે છે.
કાજુ બદામ કરતા પણ વધુ પોષક તત્ત્વો કેરીની ગોટલી માં છે. વળી શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી. કેરીની ગોટલી માથાની જુવો માટે ફાયદાકારક છે. કેરીના ઝાડ ની સૂકી છાલ અને કેરીની ગોટલી ને સૂકવી ને તેને ખાંડી ને બારીક પાઉડર બનાવવામાં આવે છે.
આ પાવડરમાં લીંબુ નો રસ મિક્સ કરો અને પછી તેને માથા માં લગાવો. થોડા દિવસ માં માથાની જુવો નો અંત આવી જશે. જો કેરીની ગોટલી ને ચાવી ને ખાવામાં આવે તો બ્લડ પ્રેશર માં રાહત આપે છે ગોટલી નો પાવડર ફાકવાથી હદય ના રોગો દૂર થાય છે.
ગોટલી ના પાવડર નુ સેવન કરવાથી ચરબી મા ઘટાડો થાય છે. સાથે વજન પણ ઘટે છે. આજે લોકોમાં દાંતના દુખાવા વધારે જોવા મળે છે. લોકો મીઠી વસ્તુ ખાઈ શકતા નથી.
આવામાં કેરીના સૂકા પાંદડા બારીને તેમાં ગોટલી નો પાવડર બારીક પીસી ને મિક્સ કરી દો રોજ સવારે આ પાઉડર ટૂથબ્રશ થી કરો. દુખાવો થોડા સમયમાં સમાપ્ત થશે. આ પાઉડર નો રોજ ઉપયોગ કરવાથી દાંત મજબૂત બને છે.
જો તમે આવા જ ઘરેલું ઉપાયોની માહિતી અવિરત મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.