મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યો છે વ્યસ્ત જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગી થી આજનો માનવી તેના સ્વાસ્થ્યની કાળજી રાખી શકતો નથી સાથે જ અનિયમિત ખોરાકના સેવન થી પણ માનવી અનેક બીમારીઓનો ભોગ બને છે,
મિત્રો આજના આ લેખમાં એવી જ એક બીમારી ઝાડા વિશે આપણે વાત કરીશું. મિત્રો હાલના સમયમાં ડાયરિયા ની સમસ્યા એટલે કે ઝાડા ની સમસ્યા એક સામાન્ય બની ગઈ છે દરેક વ્યક્તિની ઝાડા થતા હોય છે. મિત્રો ઝાડા ની બિમારી અમુક ટાઈમ ખૂબ જ જીવલેણ સાબિત થઇ શકે છે. એનું એક જ કારણ હોય છે કે,
જ્યારે મોટું આંતરડું પાણીનું શોષણ નથી કરી શકતું. અને તેના લીધે લોહીમાં પાણીની માત્રા ઘટી જાય છે અને તેના લીધે લોહીનું પરિભ્રમણ થતું નથી અને તેના લીધે બ્લડ જામી જાય છે અને વ્યક્તિ મોતના મુખમાં ધકેલાઈ જાય છે. મિત્રો ઝાડા થવાના મુખ્ય બે કારણો હોય છે.
એક તો સિમ્પલ સાદા અપચાના ઝાડા હોય. મિત્રો અપચો થવાના કારણે આપણા શરીરમાં રહેલા ખોરાક સડે છે અને તેના લીધે પેટમાં સડો થાય એટલે પેટ મા પોઈઝન, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓ થતી હોય છે. મિત્રો જ્યારે પણ તમને ઝાડા ની સમસ્યા થઇ હોય ત્યારે આપણે ખોરાક લેવાનો સદંતર બંધ કરી દેવો જોઈએ,
આવા સમયે આપણે છાશનું વધારે માત્રામાં સેવન કરવું જોઈએ. અને સાથે જ વધારે માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. એટલે મિત્રો આયુર્વેદમાં પણ કહ્યું છે કે જ્યારે પણ અપચો થયો હોય ત્યારે પાણી દવાનું કામ કરે છે. મિત્રો વ્યક્તિને બીજા ઝાડા થતા હોય છે તે બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થતા હોય છે.
જેને આપણે મરડા તરીકે પણ ઓળખીએ છીએ. આ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે વ્યક્તિ ને ઝાડા જેવી સમસ્યા થતી હોય છે. તો મિત્રો આ સમસ્યામાંથી બચવા માટે આજે આપણે આયુર્વેદિક ઉપચાર જોઈશું. મિત્રો બજારમાં કુટજારીશ નામ ની બોટલ મળે છે અથવા તો કૂટજ ઘન વટી ગોળી બજારમાં મળે છે જે બજાર માંથી લેવાની છે.
મિત્રો આ બજારમાં આયુર્વેદ દવાઓ મળે છે તેનો ઉપયોગ કરવાથી આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ઝાડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ કુટજારિષ્ટ બોટલમાંથી સવાર બપોર અને સાંજે ત્રણ ટાઈમ બે બે ચમચી પાણી સાથે લેવાની છે અથવા તો કુટજ ઘનવટી નામની ગોળી સવારે બે સાંજે બે અને બપોરે બે આ રીતે તેનું સેવન કરવાનું,
આ આયુર્વેદિક દવાઓના ઉપયોગ કરવાથી આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે ઝાડા ની બિમારી માં તરત જ રાહત મળી જાય છે. અને સાથે જ દાડમના જ્યુસનું સેવન કરવું જોઈએ. મિત્રો જ્યારે તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય એટલે કે મરડો થયો હોય ત્યારે દહીંનું સેવન કરવું એ ખૂબ જ કારગર સાબિત થાય છે.
મિત્રો જો તમને પણ આ સમસ્યા થઈ હોય તો ભાત અને મોળું દહીં નું સેવન કરવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન માં મરડાની સમસ્યામાં તરત જ રાહત મળી જાય છે. મિત્રો દહીંમાં લેપ્ટોબેસીલસ નામના બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણા શરીરના આંતરડા માં રહેલા મરડાના બેક્ટેરિયાને મારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
તો મિત્રો આ આયુર્વેદિક ઉપચાર કરવાથી આપણે ઝાડા ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ અને તેના લીધે આવતી કમજોરી માંથી આપણે બચી શકીએ છીએ.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.