આયુર્વેદ

વારંવાર પથરી થવા પાછળ કારણ શું? અને આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય પથરી..

⬛વારંવાર પથરી થવાના કારણો:-

મિત્રો પથરી થી લોકો આજકાલ બહુ જ હેરાન પરેશાન જોવા મળે છે. પથરી થવાનું કારણ પાણી, શાકભાજી ના ક્ષારો અને બીજા અન્ય કારણોના લીધે જોવા મળે છે. પથરી થવાના કારણે તે કિડની અને મૂત્ર માર્ગની નળિયો માં જોવા મળે છે ક્યારેક તો તે પિત્તાશય જેવા અંગોમાં પણ પથરી થાય છે.

પથરી નાનાં બાળકો થી માંડીને મોટી ઉંમરના દરેક વ્યક્તિ માં થાય છે. તેના લીધે જીવવું પણ મુશ્કેલ બની જાય છે. પથરી હંમેશા જયારે કોઈપણ વસ્તુમાંથી રજકણો એકઠા થાય એટલે તે મોટા સ્વરૂપે પથ્થર બને અને પથરીનું રૂપ ધારણ કરે છે.

પથરી થવાના કારણો:-

જયારે અમુક વસ્તુનો ખોરાક માં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનાથી પથરી થવાની સંભાવના વધી જાય છે. મિત્રો ટામેટા, રીંગણ અને મરચા જેવી બીજ વાળી વસ્તુનું સેવન કરવામાં આવે ત્યારે શરીરમાં કેલ્શિયમ અને યુરિક અસિડમી માત્રા માં વધારો થાય છે. તેના કારણે પથરી થવાની શક્યતા રહે છે.

લાંબા ગાળે જે લોકોને પેશાબ જવાની ટેવ હોય તેવા લોકો અને રાતે સુતા પછી ઉઠવાની આળસ હોય ત્યારે લાંબા સમય સુધી પેશાબ ને રોકી રાખે છે તેના કારણે રજકણો શરીરમાં એકઠા થાય છે અને લાંબા ગાળે પથરીના સ્વરૂપે ભેગા થાય છે.

કિડનીમાં રહેલા ખરાબ કચરાને બહાર નીકળવા માટે વારંવાર પેશાબ કરવો જોઇએ. જો તેને રોકી રાખવાથી કચરો ભેગો થાય છે અને પથરી રૂપે બહાર આવે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેવા લોકોએ ટામેટાં નું શાક, ગ્રેવી, સુપ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ.

ઘણા લોકો દાળ અને શાકમાં ટામેટાનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો ક્યારેય ઉકળતી દાળમાં ટામેટાં ન નાખવા જોઈએ તથા તેના ઉપર કયારેય મીઠું નાખીને ન ખાવું જોઈએ. મીઠા નો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરમાં સોડિયમની માત્રા માં વધારો થાય છે તે પથરીમાં પરિણમે છે.

વારંવાર થતી પથરીમાં ખાંડ નો ઉપયોગ ઓછો કરવી જોઈએ. તે ઉપરાંત તેમાંથી બનતી વસ્તુઓ તેવી કે ચોકલેટ વગેરેમાં તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેના બદલામાં દેશી ગોળ નો ઉપયોગ કરવો જોઇએ. જેમ બને તેમ ગોળ નું સેવન વધુ કરવું જોઈએ. બહારના વધુ પડટી વસ્તુનું સેવન ન કરવું જોઈએ.

વધુ પડતા ચણા અને શીંગનો ઉપયોગ ન કરવો જોઇએ. આ સિવાય કકોલ્ડરીંગ વગેરે નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતા મસાલા અને વધુ પડતી મીઠાવાળી વસ્તુ નું સેવન ન કરવું જોઇએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *