આયુર્વેદ

દરવર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં કરીલો આ કામ. આખું વર્ષ નિરોગી અને તંદુરસ્ત રહેશો.

મિત્રો વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ ત્રણ વસ્તુઓ ની તમારે ભરપૂર સેવન કરવાનુ છે શિયાળામાં આપણા શરીરમાં જે કોઈ પણ કફ જમા થયેલ છે તે ઉનાળામાં ઓગળવા લાગે છે અને વસંત ઋતુની શરૂઆત મા કફ ઓગળવાના ર્કારણે જઠરાગ્નિ મંદ પડે છે અને પાચનક્રિયા મંદ પડી જાય છે.

જેના લીધે આપણે ભૂખ ન લગાવી, આળસ આવવી, શરદી થવી, કફ થવો અને મોઢા અને કાન ને લગતી અનેક બીમારી થવાની શક્યતા રહેલી છે. વાયરલ ઇન્ફેક્શન ને લગતી બીમારીઓ પણ થાય છે.

મિત્રો જ્યારે પણ શિયાળાની ઋતુ પુરી થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે તેની અસર આપણા શરીરમાં પણ બદલાવ આવે છે મિત્રો ચરક રુષિના બતાવ્યા પ્રમાણે અહીં આપણે એવા ત્રણ ઉપાયો વિશે વાત કરીશું.

સૌથી પહેલો ઉપાય છે કે એક લિટર પાણી લેવાનુ અને તેને બરાબર ઉકારવાનુ અને એ પાણી ઠંડુ થાય ત્યારે જ એની અંદર એક ચમચી મધ નાંખવાનું અને સવારે ઉઠીને નયના કોઠે ઍ પાણી તમારે પીવાનું.

મિત્રો બીજો ઉપાય જોઈએ તો એક ગ્લાસ પાણી લેવાનુ અને તેને ગરમ કરવાનુ છે અને ઠંડુ પડે એટલે તેમા એક ચમચી સૂંઠ પાવડર નાખીને પી જવાનું અને પાણીનો તમે આખો દિવસ પણ ઉપયોગ કરી શકો છો.

અને જો ઉપર બતાવ્યા પ્રમાણે જો તમે ઉપાય કરશો તો ધીમે ધીમે કફ શરીરમાંથી દૂર થશે અને કફ ને લગતી બીમારી હશે તે દૂર થશે. તો જરૂર આ ઉપાય કરો અને તમારું સ્વાસ્થ્ય એકદમ મસ્ત બનાવો.

ત્રીજો અને કારગત ઉપાય છે છાસ તો મિત્રો યાદ રાખજો કે ફ્રિઝમાં મૂકેલી છાસનો ઉપયોગ કરવાનો નથી તો છાશ હંમેશા મીઠી અને તાજી બનેલી છાશ જ પીવી જોઇએ.

મિત્રો એક ગ્લાસ તાજી છાશ લેવા ની એમાં અડધી ચમચી સૂંઠ પાવડર લેવાનો અને અડધી ચમચી કાળા મરીનો પાવડર લેવા નો જો લીલા ધાણા હોય તો થોડા ઍ પણ ઉમેરવો અને ચપટી હિંગ એની અંદર ઉમેરવાની તો આ પાંચ વસ્તુઓ છાશ ઉમેરવાની છે.

તો મિત્રો આ પ્રમાણે મસાલા વાડી છાસ જો તમે પીશો તો જઠરાગ્નિ એકટીવ થશે અને એના કારણે આપણી પાચનક્રિયા પણ એકટીવ થશે અને આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તેનુ સારી રીતે પાચન થસે.

મિત્રો તો અહીં બતાવ્યા તે પ્રમાણેના ઉપાય જો તમે વસંત ઋતુમાં કરશો તો તમે આખું વર્ષ તંદુરસ્ત અને નીરોગી રહેશો. અને મસ્ત રહેશો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *