મિત્રો આજે તમને આ લેખમાં જણાવીશું કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જે લોકો કોરોનાના સંક્રમણ માં આવ્યા છે તે લોકો એ શરીરને ટકાવી રાખવા માટે હેલ્થી ખોરાક ખાવો ખુબજ જરૂરી છે. તો મિત્રો આજે તમને જણાવીશું કે મગનું સૂપ પીવાથી શરીરને ખુબજ ફાયદો થાય છે.
મિત્રો એવું કહેવાય છે કે મગ એ બીમાર માણસ ને પણ સાજો કરી નાખે છે. કોરોના ના દર્દીઓને જો મગનું પાણી અથવા તો સૂપ આપવામાં આવે ત્યારે તે જલ્દીથી તૈયાર થઈ જાય છે. જ્યારે જે લોકો ને કોરોના સિવાય તાવ પણ આવતો હોય તેવા લોકો માટે મગ નું સૂપ આપવાથી ફાયદો કરે છે.
તે સ્વાદિષ્ટ હોવાથી મોં ને પણ સારું એવો ટેસ્ટ આવે છે અને તેના કારણે તાવ કે અન્ય બીમારીમાં ઝડપથી તૈયાર થઈ જવાય છે. કોરોના જેવા રોગમાં ખોરાક ન લેવાને કારણે શરીરમાં કમજોરી વધતી જાય છે. તેના કારણે સતત શરીર અશક્ત બનતું જાય છે.
મિત્રો એક વાટકી મગ લેવા તેને રાતે પાણીમાં પલાળી રાખવા . ત્યારબાદ સવારે તેને કૂકરમાં પાણી નાખીને બાફી લેવા તેમાં થોડું મીઠું અને હળદર નાખી દેવા. હવે તેને ક્રશ કરી તેમાં થોડું આદુની પેસ્ટ નાખી દેવી. ત્યારબાદ તેને ગળણી વડે ગાળી લેવું.
જ્યારે પણ આ સૂપ તૈયાર થઈ જાય એટલે તેને ગાળી પછી તેનો ઉપયોગ કરી દેવું. હવે આ સુપનો ઉપયોગ કરવાથી તે કોરોના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે ઉપરાંત દૂધી, સરગવા, ટામેટા જેવા અન્ય સૂપ નો દરરોજ ઉપયોગ કરવાથી આ બીમારી ને ઝડપથી દૂર કરી શકાય છે.
હવે આ સુપમાં હળદર અને મીઠું નાખી ત્યારબાદ તેમાં મરી અને જીરા નો પાઉડર બનાવી તેમાં નાખી બરાબર ઉકારી લેવું ત્યારબાદ આ સૂપ નો ઉપયોગ કરવાથી ઝડપથી આ રોગ દૂર થઈ જાય છે. આવા હેલ્થી સૂપ નો દિવસ માં બે વાર ઉપયોગ કરવાથી આ બીમારી દૂર કરી શકાય છે.
આમ પણ મગ ખાવાથી શક્તિ આવે છે. કેટલાય લોકો સવાર સવારમાં મગ બાફીને ખાય છે અને તંદુરસ્ત રહે છે.. પણ આપણે કોરોનાના દર્દીઓ માટે સૂપ બનાવવાનો છે અને એ પણ સ્વાદિષ્ટ..
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.