આયુર્વેદ

મફતમાં કેટલાય રોગો કરે છે દૂર. ઉનાળામાં અમૃત સમાન છાસના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે તમને અમે ખાતી મીઠી છાસ પીવાથી થતા અનેક ફાયદા આ લેખમાં જણાવીશું. ઉનાળો આવતા જ લોકો ઠંડક નો અનુભવ કરવા માટે ઠંડા પીણાં નો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. દરેકના ઘરમાં છાશ નો ઉપયોગ ફરજિયાત પણે કરવામાં આવે છે.

છાસમાં એવા તત્વો રહેલા હોય છે જે શરીરમાં શક્તિ વધારવાનું કામ કરે છે. તે એક સાત્વિક પીણું છે. જ્યારે પણ કોઈ ભારે ખોરાકનું સેવન કરવામાં જ્યારે તેનું પાચન કરવા અને એસિડીટી ન થાય તે માટે છાસ નો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બહુજ ગરમી પડતી હોય ત્યારે છાસ પીવાથી શરીરમાં એકદમ ઠંડક થઈ જાય છે.

છાસ પીવાના અનેક ફાયદા:-

એસિડીટી માટે:- જ્યારે પણ કોઈ પણ સમયે જમ્યા બાદ એસિડીટી થાય ત્યારે સતત છાતીમાં બળતરા થાય છે. આ બળતરા દૂર કરવા ભોજન ની સાથે છાસ નો ઉપયોગ કરવામાં આવે તો બળતરા થતી નથી.અને એસિડીટી પણ મટી જાય છે.

પેટમાં ઠંડક કરવા માટે:-
જ્યારે બહારનું ખાવામાં આવે ત્યારે અને વધુ મસાલા વાળું ભોજન લઈએ ત્યારે સતત છાતીમાં બળતરા થાય છે એ બળતરા ને દૂર કરવા માટે ભોજન બાદ ફરજીયાત છાસ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી શરીરમાં ઠંડક થઈ જાય છે.

પાચન ક્રિયા ને વધારવા માટે:-
છાસ એ ખોરાકને પચાવવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં બાયોટીન નામનું તત્વ રહેલું હોય છે જે જઠરરસ વધુ ઉત્તપ્પન કરવાનું કામ કરે છે. તેથી ખોરાક ને સારી રીતે પચાવી શકાય છે. જ્યારે વધુ ઉંમરની વ્યક્તિ હોય તેને કેલ્શિયમ ની વધારે જરૂર હોવાને કારણે છાસ નું સેવન તેમના માટે ખુબજ ફાયદો કરે છે.

ચરબી ને ઘટાડવા માટે:-
વધુ પડતા ઘી અને દૂધના ઉપયોગ ને કારણે તમારી નળીઓ માં ચરબી જમા થાય છે તેના કારણે શરીર ખુબજ મોટું થઈ જાય છે. તેની જગ્યાએ છાસનો ઉપયોગ કરવામાં આવે તો હળવાશ નો અનુભવ થાય છે.

વિટામિન માટે:-
જયારે પણ છાસ નો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે તે ઉપરાંત તેમાં વિટામિન બી અને પ્રોટીન વધારે માત્રામાં હોવાથી તે શરીર માટે ખુબજ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષકતત્વો ને કારણે રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે:-
જયારે પણ દૂધનું સેવન કરવામાં આવે ત્યારે તેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન અને ચરબી રહેલા હોવાને કારણે તેની જગ્યાએ છાસ નો ઉપયોગ કરવાથી તેમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીવાઇરલ નો ગુણ વધારે હોવાથી અન્ય બીમારીઓને પણ દૂર રાખે છે.

ડીહાઇડ્રેશન માટે:-
જ્યારે પણ ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે શરીરમાં કેટલીક વાર પાણી ઓછું થવાની સમસ્યા વધુ જોવા મળે છે તેના કારણે જ્યારે પણ ઘરની બહાર જવાનું થાય ત્યારે છાસ ને સાથે રાખવાથી અથવા ઘરે આવીને તેનો ઉપયોગ કરવાથી શરીરમાં થાય પાણીના ઘટાડાને દૂર કરી શકાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *