મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવીશું કે પગમાં ખાલી કેમ ચડે છે. મિત્રો એક પણ વ્યક્તિ એવો ન હોય તેને ખાલી ચડવાનો અનુભવ ન થયો હોય. મિત્રો આપણે રાત્રે એક બાજુ સુઈ ગયા હોય તો પણ આપણને ખાલી ચડી જતી હોય છે. તો આજે આપણે જાણીશું ખાલી કેમ ચડે છે અને તેના ઉપાયો વિશે.
વધારે સમય એક ની એક જગ્યાએ બેસી રહેવાથી પણ પગે ખાલી ચડી જતી હોય છે. એક ભાગ દબાઈ જવાથી ત્યાં બ્લડનું સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. એટલે આપણે ખાલી ચડે છે. તો મિત્રો આ લેખ પૂરો વાંચો 100 % તમને સારું પરિણામ મળશે અને આ Share કરો….
મિત્રો લો બીપી થાય ત્યારે આપણા શરીરમાં ખાલી ચડવા નો પ્રોબ્લેમ થતો હોય છે. હિમોગ્લોબિન ની ઉણપ ના કારણે પણ ખાલી ચડવાની સમસ્યા થતી હોય છે. એટલે કે શરીરમાં હિમોગ્લોબિન બાર ટકા કરતા ઓછું થાય એટલે શરીર માં ખાલી ચડે છે.
અત્યારે ઘણા લોકો માં B 12 ની કમી જોવા મળે છે. જો વિટામિન B 12 ની કમી હોય તો તમારા શરીરમાં તો હાથ અને પગમાં ખાલી ચડે છે. આ મુખ્ય ત્રણ કારણોના લીધે હાથ પગમાં ખાલી ચડે છે.
મિત્રો તેના ઉપાય વિશે આપણે જાણીયે તો મિત્રો લીંબુ ખાંડ અને મીઠું નાખીને શરબત બનાવીને પીવાથી લો બીપી કંટ્રોલ રહે છે અને જેના લીધે હાથ પગમાં ખાલી ચડવાની સમસ્યામા રાહત મળે છે.
જો તમારુ હિમોગ્લોબિન બાર ટકા થી ઓછુ હોય તો નિયમિત રૂપે તમારે પાલક અને બીટ નું સેવન કરવું જોઈએ. મિત્રો જો તમારુ હિમોગ્લોબિન કંટ્રોલમા હશે તો ખાલી ચડવાની સમસ્યા માંથી તમે છુટકારો મેળવશો.
મિત્રો તમારા શરીરમાં B 12 ની ઉણપ હોય તો પણ તમને ખાલી ચડવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો મિત્રો B 12 ની કમી ને દૂર કરવા માટે તમારે આથાવાળા ખોરાક એટલે કે ઢોકળા, ખમણ, ઇડલી, ઇદડા આ બધા આથાવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. અને ફણગાવેલા કઠોળ નું રોજ સવારે સેવન કરવાથી B 12 ની સમસ્યા દૂર થાય છે તેના
લીધે હાથ પગમાં ખાલી ચડવા ની સમસ્યામા પણ રાહત મળે છે. અને જો તમે ઈંડા ખાતા હોય તો તમારે રોજ સવારે-સાંજ 1-1 ઇંડાનું સેવન કરવું જોઈએ જેથી તમારું વિટામિન B12 કંટ્રોલ માં રહે જેથી હાથ પગની ખાલી ચડવાની સમસ્યાઓ દૂર થશે.
અને બીજી વાત મિનરલ કર્યા વગરનું પાણી ના પીવાને કારણે પણ આ ઉણપ સર્જાઈ શકે છે માટે મિનરલ પાણી સાથે સાદું પાણી મિક્સ કરીને અથવા તો સાદું પાણી ઉકાળી ને પીવું જોઈએ.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.