મિત્રો આજે તમને આ લેખમાં બાજરો ખાવાના અનેક ફાયદા જણાવીશું. લોકો ભોજનમાં ધાન્ય જેવા કે ઘઉં, મકાઈ, બાજરી, વગેરે નો ઉપયોગ કરવાથી શરીરને સારી રીતે ચલાવી શકીયે છીએ. શરીર માટે જોઈએ એવા પોષકતત્વો અને વિટામિન મેળવી શકીએ છીએ.
મિત્રો શરીરને ટકાવી રાખવા માટે તેને રોજે રોજ અનેક વિટામિન, પ્રોટીન , કાર્બોહાઇડ્રેટ વગેરે આ જુદા જુદા ધાન્ય માંથી મેળવી શકાય છે. એ રીતે એવું એક ધાન્ય છે બાજરો. જેમાંથી અનેક તત્વો મળી રહે છે અને આપને પણ તંદુરસ્ત રહી શકીએ છીએ.
બાજરાનું વાવેતર ગુજરાતમાં દરેક જગ્યાએ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ હરિયાણા જેવા રાજ્યોમાં તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. ગામડા માં લોકો બાજરાનો ખોરાક તરીકે વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. તેના ઉપયોગ થી લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકાય છે.
બાજરો ખાવાના અનેક ફાયદા:-
વજન ઘટાડવા માટે:-
જે લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગ કરે છે તેવા લોકો માટે ઘઉં ની રોટલી ખાવાની છોડી દઈને બાજરી ના રોટલા ખાવાથી પણ તેનું વજન ઘટાડી શકાય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ ઓછું હોવાને કારણે શરી માટે ફાયદાકારક છે.
ડાયાબીટીસ માટે:-
બાજરો ખાવાથી લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે તેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. તે ઇન્સ્યુલિનની માત્રા ને જાળવી રાખે છે.
ગર્ભવતી મહિલાઓ માટે:-
મહિલાઓ માટે બાજરીના રોટલા કે ખીચડી બનાવી ખાવાથી ફાયદો થાય છે. તેમાં વધુ પ્રમાણમાં આયન અને કેલ્શિયમ હોવાથી તેનું ઉણપ ક્યારેય સર્જાતી નથી. પ્રસુતિ સમયે રહતા દુખવા સામે પણ ફાયદો થાય છે.
સ્તનપાન કરાવતી મહિલાઓ માટે:-
જે મહિલાઓને ધાવણ ઓછું આવતું હોય તેવાં લોકો માટે અને ધાવણ ઓછું બનતું હોય તેવી મહિલાઓ માટે બાજરીનો રોટલો ખાવાથી ફાયદો થાય છે. બાજરાનો હળદળ અને મીઠું સાથે શેકીને ટોપરું મિક્સ કરીને આપવાથી ધાવણ માં વધારો થાય છે.
હદયની તંદુરસ્તી માટે:-
બાજરામાં રહેલું મેગ્નેશિયમ અને પોટેશિયમ નો સ્ત્રોત હોવાથી તે કોલેસ્ટ્રોલ ના પ્રમાણ ને ઘટાડે છે. તે બ્લડપ્રેશર ના નિયમનને કંટ્રોલ કરે છે તથા તે હદયની તંદુરસ્તી જાળવવામાં ખૂબજ અગત્યનું કામ કરે છે.
પાચનનીક્રિયા માટે:-
બાજરા માં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોવાથી તે ખોરાક ને ઝડપથી પચાવે છે તથા તેના કારણે પાચનનીક્રિયા સરળ બને છે. તેનાથી કબજિયાત, ગેસ જેવી સમસ્યા પણ દૂર થાય છે આથી પાચન માટે બાજરો ખુબજ ફાયદાકારક છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.