જો મિત્રો શરદીના કારણે તમારું નાક બંધ થઇ ગયું હોય તો માત્ર દસ જ મિનિટમાં કોઈ પણ પ્રકારની દવા લીધા વગર નાક કઈ રીતે ખુલે અને તેના ઘરેલુ નુસખા જાણીશું અને શરદીના કારણે જો માથુ દુખતુ હોય તો તેમાં કયા કયા ઘરેલુ ઉપાય કરવા જોઇયે તે આજના આ લેખમા જોઇશું.
જો તમને શરદી થઈ ગઈ હોય અને તેના કારણે તમારા નાક બંધ થઇ ગયા હોય તો એના માટે તમારે પહેલા થોડા લવિંગ લેવાના અને ગેસ ઉપર એ લવિંગને બાળી દેવાના અને તેનો ભૂકો કરી દેવાનો અને એ ભુકા ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લેવાનો
જ્યારે પણ તમને શરદીના લીધે નાક બંધ થઇ જાય ત્યારે એક અડધી ચમચી આ પાવડર લઈને થોડું પાણી નાખી ને ગેસ પર ગરમ કરવાનું અને પછી એ પેસ્ટને નાક પર લગાવી દેવું તો તમારા નાક બંધ થઈ ગયા હશે તો ફક્ત દસ જ મિનિટમાં ખુલી જશે.
શરદીના કારણે જો તમને માથુ દુખતુ હોય તો તેના માટે તમારે થોડો સૂંઠનો પાવડર લેવાનો અને એમા થોડુ પાણી ઉમેરવું અને તેને ગેસ પર ગરમ કરી દેવાનું અને ઠંડુ થાય એટલે એને કપાળ પર લગાઇ દવાનું જો તમને શરદી ના લીધે માથુ દુખતુ હોય તો તરત જ રાહત મળશે .
જો નાના બાળકોને શરદી થઈ ગઈ હોય તો થોડો અજમો લેવાનો અને એને બરાબર તવી પર શેકી દેવાનો અને શેકાઈ જાય એટલે એનો પાઉડર બનાવી લો અને એ પાવડર ની અંદર થોડો ગોળ ઉમેરી લેવાનો અને આ મિશ્રણને દિવસમાં ત્રણ વખત લેવું આ ઉપાય કરવાથી નાના બાળકોને શરદીમાં રાહત થશે.
જો નાના બાળકને અથવા તો કોઈ મોટા માણસ ને પેટમાં ગેસ થઈ ગયો હોય તો એના માટે એક અડધી ચમચી હિંગ લેવાની અને એમાં એક ચમચી પાણી લેવાનું અને આ નુ મિશ્રણ કરી લેવું અને તેને પેટ પર લગાવી દેવાનું પરંતુ ડૂંટીમા ન જાય તેનુ ધ્યાન રાખવાનું છે આ ઉપાય કરવાથી દસ જ મિનિટમાં ગેસ થઈ ગયો હશે તો રાહત મળશે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.