આયુર્વેદ

આધાશીશી દૂર કરો એ પણ દેશી આયુર્વેદિક ઉપચાર અજમાવી. ખાલી સાત મિનિટમાં દૂર કરો માથાનો દુખાવો.

આધાશીશી એ એક પ્રકારનો માથાના દુખાવામાં જ સમાવેશ કરવામાં આવે છે. તેમાં માથાનો સતત દુખાવો થતો હોય છે. આધાશીશી રોગ નો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે જેમ કે જ્યારે દિવસ ઉગે ત્યારે તેનો દુખાવો શરૂ થઈ જાય છે. એમાં જેમ જેમ સૂર્ય ઉગતો જાય છે તેમ તેમ તેનો દુખાવો સતત વધતો જાય છે.

બપોરના બાર વાગ્યે એટલે કે સૂર્યનો તાપ માથે આવે એટલે સતત દુખાવો થાય છે, અને જેમ જેમ સૂર્ય આથમે તેમ તેમ તેનો દુઃખાવો ઓછો થતો જાય છે, અને રાત પડે એટલે એકદમ માથાનો દુખાવો બંધ થઈ જાય છે. આ પ્રકારના દુખાવા ની આધાશીશી તરીકે ઓળખવામાં આવે છે. તેને બીજા જોમરાના દુખવા તરીકે ઓળખવામાં આવે છે.

આધાશીશી નું દર્દ એ આમ તો ખૂબ જ ગંભીર દર્દ હોય છે. તેમાં સતત દુખાવો રહેતો હોય છે. કામ કરવું પણ ગમતું નથી. જો દુઃખાવાનો સારી રીતે ઉપચાર કરવામાં આવે તો એકદમ સરળતાથી આધાશીશી નું દર્દ દૂર થતું હોય છે, તો ચાલો જાણીએ આધાશીશી ના દર્દથી છુટકારો મેળવવા માટેના ઘરેથી જ કરી શકાય એવા દેશી ઘરેલુ ઉપચાર.

આધાશીશીના ઘરેલું ઉપચારો:

1. એક લસણની કડી અને એક ચમચી હળદર બંનેમાં પાણી મિક્સ કરીને તેને ગરમ કરો. ત્યારબાદ તેને સ્વચ્છ કપડા વડે ગાળી લઇ તેનો રસ નાકમાં બે ટીપાં પાડવાથી આધાશીશી ના દર્દમાં આરામ મળે છે, અને આ ઉપચાર પણ લાંબા સમય સુધી કરશો તો તમારો દુખાવો એકદમ દૂર થઈ જશે અને તમે તંદુરસ્ત બની જશો.

2. દેશી ગાયનું ઘી દિવસ દરમિયાન જેટલી વખત સુંઘી શકાય તેટલીવાર સૂંઘતા રહો આવું કરવાથી આધાશીશી ના દર્દમાં રાહત મળે છે, અને દેશી ગાયના ઘીમાં સાકર અને એક લસણની કળી મિક્સ કરીને વાટી તેનો લેપ નાક પર લગાવવાથી આધાશીશીમા એકદમ આરામ મળે છે અને આ ઉપચાર પણ તમે જો લાંબા સમય સુધી કરશો તો તમારો આધાશીશીનો દુખાવો એટલે કે માથાનું દર્દ એકદમ દૂર થઈ જશે, અને આધાશીશી તમારા જીવનથી દૂર થશે. તો આ ઘરેલુ ઉપચાર જરૂર અપનાવો.

3. આધાશીશી ના દર્દથી છુટકારો મેળવવા આદુ અને ગોળની એક પોટલી બનાવવી તેના રસ ના ટીપા નાકમાં પાડવાથી આધાશીશીમાં સારો એવો ફાયદો થાય છે, અને આધાશીશીના દર્દથી છૂટકારો મળે છે.

4. સૂંઠને પાણીમાં કે દૂધમાં ઘસીને નાક પર લેપ કરવાથી આધાશીશી મા આરામ મળે છે, અને આ ઉપચાર લાંબા સમય સુધી કરવામાં આવે તો આધાશીશી ના દર્દ થી એકદમ છુટકારો મળે છે. તો જરૂર આ ઉપચાર લાંબા સમય સુધી કરો અને દૂર કરો તમારો આધાશીશીનો એટલે કે માથાનો દુખાવો કાયમ માટે મટી જશે.

5. ગાજરના પાન ને બંને બાજુ ઘી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, આ રસના એક-એક ટીપું નાક અને કાન માં નાખવાથી તમારો આધાશીશી નો દર્દ દૂર થશે. આ ઉપચાર કારવાથી તેમાં ઝડપથી રાહત મળે છે.

6. દેશી તમાકુ માં પાણી નાખી તેને થોડીવાર રહેવા દેવુ. પછી તેમાંથી તેનો રસ કાઢી રોજ એક ટીપું નાકમાં પાડવાથી અને નાકના ટેરવે લાગવાથી આધાશીશી ના દર માં આરામ મળે છે.

મિત્રો આ લેખ માં બસ એટલું જ બીજા નવા લેખ વાંચવા ઉપર Follow બટન દબાવી Follow કરી લો, અને આ લેખને બીજા મિત્રો અને પરિવાજનો સાથે અવશ્ય Share કરો…. Share કરો…. જેથી તે લોકો પણ આ ઉપાય અપનાવે અને તંદુરસ્ત રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *