મિત્રો આજકાલ લોકો ગળ્યું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેમાં પહેલાના જમાના માતો ગળ્યા ને વધારે મહત્વ આપવામાં આવતું હતું. લોકો ગોળ નો ઉપયોગ ચા થી માંડીને બધીજ વસ્તુમાં કરતા હતા. ખાસ કરીને ખાંડ નો ઉપયોગ ઓછો કરતા હતા. ગોળ માંથી સારા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે.
મિત્રો આજકાલ લોકો દાળ, શાક અને કઢીમાં ખાંડનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો તેના બદલામાં ગોળ નો ઉપયોગ કરવો જોઈએ. ગોળ બે પ્રકારના જોવા મળે છે. એક સફેદ ગોળ અને બીજો છે દેશી ગોળ. આ ગોળ શેરડીમાંથી બનાવવામાં આવે છે.
સૌથી પહેલા તો દેશી ગોળ બનાવવા માટે શેરડીના રસને ગરમ કરવામાં આવે છે અને તેમાં બનતી છાયી ને તોડવા એટલે કે તેમાં રહેલા કચરાને દૂર કરવા માટે મીઠા સોડા નો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ગોળ ને સફેદ કરવા માટે વધારે સોડા નો ઉપયોગ કરવામાં આવે છે.
જેમ વધારે સોડા નાખવામાં આવે તેમ તેનો રંગ સફેદ બનતો જાય છે. જ્યારે ફેક્ટરી માં ગોળ બને છે તેમાં મીઠા સોડા અને વોશિંગ પાઉડર નો ઉપયોગ કરી ને સફેદ બનાવવામાં આવે છે. ગોળ ને વધારે સફેદ બનાવવા માટે વધારે સોડા નાખવામાં આવે છે.
ગોળમાં આયન, ફોસ્ફરસ અને ઝીંક હોય છે. જેમાં આ તત્વો રહેલા હોય તે દેશી એટલે કે બ્રાઉન રંગનો હોય છે જ્યારે આ તત્વો સોડા નાખીને દૂર કરેલામાં ગોળ સફેદ રંગનો દેખાય છે. સફેદ ગોળ માં નાખવામાં આવતા સોડા અને વોશિંગ પાઉડર જે કોસ્ટિક સોડા હોય જે લાંબા ગાળે શરીરને નુકશાન કરે છે.
આ ગોળનો ઉપયોગ કરવાથી આંતરડાના ચાંદા, હરસ, મસા વગેરે જેવી અનેક બીમારીના ભોગ બની શકાય છે આથી મિત્રો બને તો દેશી ગોળ ખાવાંનો આગ્રહ રાખવો જેનાથી વિવિધ પ્રકારના રોગોથી બચી શકાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.