આયુર્વેદ

કેરીનો રસ ખાતા પહેલા યાદ રાખજો આ વાત. નહિતર આવી શકે છે એ બીમારીઓ

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. બજારમાં અને ગામડામાં પણ દરેક જગ્યાએ કેરી જોવા મળે છે. તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. નાના હોય કે મોટા બધાજ કેરી ખાતા હોય છે. ગામડામાં દેશી કેરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. તેની ઘણી જાતો જોવા મળે છે.

ખાસ કરીને કેરીનું મોટા પાયે ઉત્પાદન વલસાડ, ગિરનાર, જૂનાગઢ વગેરે જગ્યાએ જોવા મળે છે. ત્યાંની કેસર, બદામ, રાજાપુરી જેવી અનેક પ્રકારની જાતો મળી આવે છે જે ખાવામાં ખુબજ મીઠી લાગે છે. મિત્રો કેરી ખાવાની સાથે તેની સાથે બીજી કંઈ વસ્તુનું સેવન ન કરવું તે ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે.

ઉનાળામાં કેરીનું સેવન કરવાથી ઘણા લોકોને એસિડીટી, સાંધાના દુઃખાવા અને ચરબી માં વધારો થાય છે તેના કારણે વજન પણ વધી જાય છે. જે લોકો કેરીનો રસ ખાય ત્યારે પેટમાં બળતરા અને એસિડીટી જેવી અનેક સમસ્યા જોવા મળે છે.

મિત્રો આવા વ્યક્તિ એ રસમાં જીરાનો પાઉડર નાખવાથી રાહત મળે છે. કારણકે તે ઠંડુ હોવાથી પિતનો નાશ કરે છે અને એસિડીટી થવા દેતું નથી. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કેરીનો રસ ખાવાથી કફ થાય છે અને વાયુનું પ્રમાણ વધે છે તેના કારણે બહુ હેરાન થઈ જવાય છે.

આવું થાય ત્યારે રસમાં સુંઠ પાઉડર નાખવાથી તે ગરમ હોવાને કારણે કફ થવા દેતું નથી અને તેના કારણે વાયુ પણ થતો નથી. જે લોકો બેઠાડું જીવન જીવે છે તેવા લોકો માટે ખાસ છે કે તેમને રસ માં ક્યારેય ભેંસનું ઘી ન નાખવું જોઈએ તેના કારણે ચરબી નું પ્રમાણ વધે છે અને વજનમાં વધારો થાય છે.

કેરીનો ઘરે બનાવતા હોય કે બજારમાંથી લાવતા હોય તો તેમા ખાંડનો ઉપયોગ કયારેય કરવો નહીં. તેમાં રહેલા કેમિકલ રસનું પાચન થવા દેતા નથી તેના કારણે શરીરમાં અનેક બીમારી આવી શકે છે. મિત્રો ખાંડ ની જગ્યાએ તમારે બજારમાં મળતી સાકર નો ઉપયોગ કરવો જોઈએ કારણકે તેમાં કોઈપણ જાતનું કેમિકલ આવતું નથી.

મિત્રો તમને કહેવામાં આવે છે કે ઉપર ની વસ્તુનો કેરીના રસમાં ઉપયોગ કરવો અને અમુક વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *