મિત્રો અત્યારનો સમય બહુજ ખરાબ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે વાતાવરણ માં પટલો થાય ત્યારે તરત જ શરીરમાં ફેરફારો થઈ જાય છે. એની સાથે શરદી, તાવ અને બીજા અન્ય રોગો થવાની શરૂઆત થઈ જાય છે. મિત્રો તમે પણ જાણતા હશો કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખુબજ સાચવીને ચાલવું જરૂરી છે.
અત્યારે નો સમય માણસ માટે એટલો બધો ખતરનાક છે કે જેને સતત વાઇરસ ના વધતા રોગ ને કારણે માણસે ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે. વાતાવરણ બદલાતા શરીરમાં ફેરફાર થવાને કારણે શરદી અને ઉધરસ થઈ જાય છે. તેનો યોગ્ય સમયે ઉપાય કરવામાં આવે તો તેનું નિરાકરણ લાવી શકાય છે.
ઉકારો બનાવવાની રીત:-
એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લઈ ને તેમાં સૂકા મસાલા જેવા કે મરી 10 નંગ, લવિંગ, તજ નો ટુકડો, એક ચમચી અજમો અને થોડા સૂકા ધાણા લઇ ને તેને વાટીને ચૂર્ણ બનાવવું. હવે પાણી ઉકરે એટલે તેમાં આ મસાલો નાખી દો. પછી થોડા ફુદીનાના પાન લઇ તેમાં તુલસી અને આદુનો ટુકડો નાખીને બરાબર ખાડી લેવું.
હવે આ વાટેલી બધીજ વસ્તુને આ પાણીમાં ઉમેરવાની છે. તેના થોડુ સંચળ અને કાળા નમક ને નાખીને તેને બરાબર ઉકારી લેવું. હવે તેમાં થોડી હળદર નાખીને એક બે ઉકારા આવવા દેવા. હવે પછી તેને ગળણી વડે ગાળી ને ઠંડુ કરી લેવું.
આ ઠંડું થઈ જાય એટલે તેનો ઉપયોગ કરવાથી શરદી, ઉધરસ તથા ગળામાં થતી બળતરા વગેરેને દૂર કરી શકાય છે. મિત્રો ઘરના દરેક સભ્યો આ ઉકારો પી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકે છે.
શક્ય હોય અઠવાડિયામાં 3 થઈ 4 દિવસ આ ઉકારાનો ઉપયોગ કરી શકાય છે અને કાયમ માટે શરદીને દૂર કરી શકાય છે. કોરોના જેવી મહામારીને પણ આ ઉકારાનું સેવન કરીને બચી શકાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.