મિત્રો ઉનાળાની શરૂઆતમાં ચીકુ, કેરી, આંબલી વગેરે જેવી ફળ ની સિઝન જોવા મળે છે. તે ઉપરાંત ગરમીની ઋતુ શરૂ થતાજ આ બધાજ ગરમીની ખાવાથી શરીરમાં ઠંડક નો અનુભવ થાય છે. મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ગુંદા આવી જાય છે. તે કાચા કે પાકા સ્વરૂપે મળી આવે છે. ગુંદા નું અથાણું બનાવવા માં આવે છે.
ખાસ કરીને ગુંદાનું ઝાડ જંગલોમાં વધુ જોવા મળે છે. તેનું અથાણું મેથીના શાક જોડે પણ બનાવવામાં આવે છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તે એકદમ ચિકણા હોય છે તથા કાચા હોય ત્યારે લીલા અને પાકા આછા બદામી રંગના જોવા મળે છે.
ગુંદા માં ઔષધીય ગુણો તરીકે રક્તનો વિકાર નો ગન જોવા મળે છે. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી શરીરને શક્તિ મળે છે. ગુંદા માં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
કાચા ગુંદામાંથી શાક અને અથાણું પણ બનાવામાં આવે છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા હોય છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી નીકળે છે. ગુંદા મધ્ય ભારતના વન માં વધુ માત્રામાં જોવા મળે છે.
ગુજરાતના કેટલાક આદિવાસીઓ ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવે છે. તેને મેંદા, બેસન અને ઘી સાથે મેળવીને તેના લાડુ બનાવે છે. આ લાડુનું સેવન દરરોજ કરવાથી શરીરમાં ક્યારેય કમજોરી આવતી નથી અને હાડકાની બીમારીઓ પણ દુર થઇ જાય છે.
ગુંદાની છાલનો કાડો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સોજાવાળા ભાગ ઉપર લગાવવાથી અને માલીશ કરવાથી ખુબજ સારો ફાયદો થાય છે. આ પેસ્ટ ને ધાધર પર લગાવાથી ધાધર મટી જાય છે.
આ ફળ ખૂબ જ એન્ટી ઓક્સીડન્ટ થી ભરેલું હોય છે જેના કારણે તે આપણા મગજ ને ખૂબ તેજ કરે છે. અને તેમાં આયર્નની માત્ર પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધારે છે. તેથી જો આ ફળ તમારી આસપાસ માં મળતું હોય તો તેનું સેવન અવશ્ય કરવું જોઈએ.
ગુંદાનુ મોટુ ઝાડ હોય છે, જેના પાંદડા પણ ચિકાણા હોય છે, કેટલાય આદિવાસી લોકો હંમેશા તેના પાંદડાને મીઠા પાનની જેમ ખાય છે. તેની છાલને અંદાજે 200 ગ્રામ માત્રામાં લઈને તેટલી જ માત્રા પાણીની સાથે ઉકાળવુ અને જ્યારે ચોથા ભાગનું પાણી રહે તે પાણીથી કોગળા કરવાથી દાંતનુ દર્દ દૂર થાય છે.
ઘઉં ના લોટમાં ઘી અને આ ચૂર્ણ મિક્સ કરીને તેના લાડવા બનાવી ખાવાથી ખુબજ તાકત આવે છે. તેમાં રહેલી. આયનની માત્રા લોહીને વધારવાનું કામ કરે છે. મગજનો વિકાસ કરવા માટે એન્ટિઓક્સિડન્ટ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તેના ફળ સ્વાદે મધુર, કડવા અને પાચક હોય છે.
તે વાળની વૃદ્ધિ માટે અગત્યનું કામ કરે છે. તે ઉપરાંત કૃમી ને દુર કરનારું છે. કાચા ગુંદા મળને રોકનાર છે તથા તેના પાક ફળ તાકત અને સ્ફૂર્તિ આપે છે. મૂત્રના રોગોમાં સાકર માં રસ ભેરવીને ખાવાથી મટે છે. તે ઉપરાંત છાતીના રોગો અને ગુંદા, જેઠીમધ અને વરિયાળી નું શરબત બનાવી પીવાથી શરીરને ખૂબજ ફાયદો થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.