આયુર્વેદ

ઘરે જ બનાવો આ કુદરતી ફેસવોશ. ના કોઈ સાઈડ ઇફેક્ટ. તમે ભલભલા ફેશવોશને ભૂલી જશો.

મિત્રો આજ નો લેખ ખાસ કરીને યુવાન અને યુવતીઓ માટે છે. આજે આ લેખમા અમે તમને કુદરતી ફેસવોશ બનાવતા શીખવશુ, મિત્રો આ ફેશ વોશ ની કોઈ આડઅસર થતી નથી અને આ એકદમ સસ્તામાં સસ્તું છે તો આજે અમે તમને એક કુદરતી ફેશ વોશ બનાવવાની માહિતી આપીશું.

મિત્રો ચહેરાનો રંગ અને સુંદરતા આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો આજ ના આધુનિક સમયમાં યુવાનો અને યુવતીઓ ચહેરાને સુંદર રાખવા માટે નવી નવી યુક્તિ કરતા હોય છે. પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે અવનવા નુસખા અજમાવતા હોય છે.

બજારમાં જે કોસ્મેટિક વસ્તુઓ મળતી હોય છે જે ખૂબ જ મોંઘીદાટ હોય છે. અને એના લીધે ચહેરાને નુકસાન થતું હોય છે. પરંતુ આજે અમે તમને બતાવાના છીએ એ કુદરતી ફેશ વોશ થી તમે આ બજાર મા મળતા ફેશ વોશ પણ ભૂલી જશો.

ચહેરા ને સુંદર રાખવા માટે વાતાવરણ અને તમારો ખોરાક ખૂબ જ જવાબદાર છે. બહારનું તરેલુ અને તીખું ખાવાથી ચહેરા ની સુંદરતા મા અવરોધ આવે છે. મિત્રો તમે ઘરનો અને હેલ્ધી ખોરાક ખાવાનો ચાલુ કરી દેશો તો પણ તમારા ચહેરા મા ફરક પડી જશે.

મિત્રો આ ફેસ વોશ બનાવવા માટે તમારે સૌપ્રથમ મસુરની દાળ લેવાની છે. ત્યારબાદ થોડા ચોખા લેવાના છે. મસુરની દાળ અને ચોખા તમારે પાંચ ચમચી લેવાના છે અને તમારે તેને મિક્સરમા ગ્રાઈન્ડ કરી લેવાના છે.

ત્યારબાદ ત્રણ ચમચી દળેલી ખાંડ લેવાની છે. અને ખાંડ ને પણ તેમા મિક્સ કરવાની છે. અને ચણાનો લોટ પાચ ચમચી લેવાનો છે અને એને પણ એની અંદર મિક્સ કરવાનો છે . અને સૌથી છેલ્લે હળદળ ની એક ચમચી આ મિશ્રણમાં નાખવાની છે.

આ બધું જ સારી રીતે મિક્સ કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું છે. મિત્રો આ એક અસરકારક અને લાબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવુ ફેસવોશ છે.

મિત્રો આનો સરસ રીતે તમે ઉપયોગ કરી શકો છો એક ચમચી બનાવેલ પાવડર માં બે થી ત્રણ ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ બનાવાની છે અને જે રીતે તમે ફેસવોશથી મોઢું ધુવો છો તેજ રીતે આ પેસ્ટનો પણ ઉપયોગ કરવાનો છે.

મિત્રો આ એક કુદરતી ફેસવોશ છે જેના ઉપયોગથી તમને કોઈપણ જાતની આડઅસર થશે નઈ અને તમારો ચહેરો એકદમ નીખળી જશે અને તમારી સુંદરતામાં પણ વધારો થશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *