મિત્રો ઘણી જ પ્રકારના રોગો જોવા મળે છે તેમાં કેટલાક શરીરની બહાર તો કેટલાક અંદરના ભાગમાં જોવા મળે. શરીરની બહારની ચામડીના રોગો મોટા ભાગે એલર્જી થવાને કારણે થાય છે. ચામડી પર અમુક ભાગમાં ચેપ લાગવાને કારણે પણ આ સમસ્યા જોવા મળે છે.
મિત્રો ચામડી પર ચેપ લાગવાથી જે રોગો થાય છે તેને દૂર કરવા ખુબજ મુશ્કેલ હોય છે. તે રોગ જો લોહીમાં ભળે તો તે લાંબા સમયની બીમારી બની જાય છે. મિત્રો આ ચામડી ના રોગમાં ખીલ , ખરજવું, ગુમડા અને ધાધરનો સમાવેશ કરવામાં આવે છે. તો આજે આપણે ધાધર વિશે માહિતી મેળવીશું.
ધાધર થવાનું મુખ્ય કારણ તે ફંગલ ઇન્ફેકશનને કારણે થાય છે. તેનાથી ખૂબજ ખંજવાળ આવે છે અને પાણી નીકળે છે. તે અન્ય જગ્યાએ લાગવાને કારણે પણ બીજી જગ્યા પર થાય છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના તમામ લોકો માં થઈ શકે છે.
ખુબજ ખંજવાળ બાદ તે ચામડી લાલ થઈ જાય છે અને તે જગ્યાએ ગોળાકાર થઈ જાય છે. તેની આસપાસ ની ચામડી સુકાઇ જાય છે. આવી વ્યક્તિ ની બધીજ વસ્તુઓ અલગ રાખવી તેથી અન્ય લોકોને તેનો ચેપ ન લાગે. આ ચેપી રોગ હોવાથી ઝડપથી પ્રસરી જાય છે. ઘણી એવું પણ બને છે કે દવા લેવા છતાં અમુક સમય બાદ ફરીથી થાય છે.
મિત્રો આજે એક ઘરે ઉપચાર જોઈશું તેનાથી કાયમ માટેનો રોગ મટી જશે. સૌ પ્રથમ આપણે કડવા લીમડાના પાનનો રસ લેવાનો છે તેમાં હળદળ અને તલ નું તેલ આ બધું સરખે ભાગે મિક્સ કરવાનું છે. તેને એક પેસ્ટ જેવું બનાવી લેવું. રાતે સૂતી વખતે ધાધર વાળા ભાગને પાણીથી સાફ કરી લેવો.
ત્યારબાદ જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યા પર આ પેસ્ટ લગાવવાની છે. તેને આખી રાત રહેવા દેવી. તેના કારણે ધધરની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે. તો મિત્રો આ ઉપચાર કરવાથી વર્ષો જૂની ધધર્મ રાહત થાય છે અને કાયમનો રોગ દૂર થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.