મિત્રો ઘણા લોકોને ચરબી ની ગાંઠ થતી હોય છે ચરબી ની ગાંઠ શરીરના બહારના ભાગે થઈ શેક છે અને શરીરના અંદરના ભાગે પણ થઈ શેક છે એ ગાંઠ સામાન્ય રીતે વ્યક્તિને મોઢા પર હાથ ઉપર શરીર ના ગમે તે ભાગ પર થતી હોય છે, એ ગાંઠ સામાન્ય દબાવાથિ પોચી હોય છે અને સામાન્ય ઓપરેશન કરવાથી એ દૂર થઈ શેક છે.
પરંતુ આજના આ લેખમા આપણે જોઈએ કે આ ચરબી ની ગાંઠ કોઈ પણ પ્રકારના ઓપરેશન વગર કઈ રીતે દૂર કરી શકાય તે પણ ઘરેલું ઉપચાર અને આયુર્વેદ પધ્ધતિ થી. આયુર્વેદમાં જે ચારક ૠષિ એ કહ્યુ છે જે આપણે આજ ના લેખ મા ચર્ચા કરવાના છીએ.
આ ચરબી ની ગાંઠ કઈ રીતે થાય છે એ જોઇએ જ્યારે પણ આપણા શરીરની અંદર વાયુ એટલે કે વાત પિત્ત અને કફ વધે છે ત્યારે આ પ્રકારની ગાંઠ થાય છે એવા લોકોને આ ગાંઠ નો પ્રોબ્લેમ વધારે હોય છે જે લોકોને ડાયાબિટીસ હોય હાઇબ્લડપ્રેશર હોય એવા લોકોને સામાન્ય રીતે આવી ગાંઠ થતી હોય છે.
જો આવા લોકોને ચરબી ની ગાંઠ થાય તો તે પહેલા તો ખોરાકમાં પરિવર્તન કરવું જોઈએ તેની અંદર સફેદ ખાંડ, સફેદ મીઠ્ઠુ જેની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદો અને મેદા માંથી બનેલી કોઈ પણ બનાવટ ખાવી જોઇએ નહિ કેમ કે મેંદો ચીકણો હોવાથી આપણા શરીર માં ચોટી જાય છે.
રીફાઇન કે ડબલ રિફાઈન થયેલુ તેલ ક્યારે ખાવું નઈ અને ડાલ્ડા ઘી પણ ક્યારેય ખાવું નઈ. આ તેલ અને ઘી માં રિફાઈન કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તેથી ચરબી ની ગાંઠ થવાની શક્યતા વધી જાય છે.
જે લોકોના શરીરમાં વજન વધારે હોય એ લોકોને ચરબી ની ગાંઠ થવાની શક્યતા વધારે હોય છે જો મિત્રો તમારા શરીરમાં ચરબીની ગાંઠ થઈ હોય તો આ ચાર વસ્તુ ખાવાની બિલકુલ બંધ કરી દેવી જોઇએ.
રોજ સવારે પંદર મિનિટ પ્રાણાયામ કરવાથી એમાં રાહત મળે છે પંદર મિનિટ કપાલભાતિ પ્રાણાયામ કરવાની એટલે કે તમારે રોજ ત્રીસ મિનિટ કેટલા પ્રાણાયામ કરવાથી શરીરમાં કોઇ પણ પ્રકારની ગાંઠ હસે તે દૂર થશે.
ઉપવાસ કરવાથી પણ ચરબી ની ગાંઠ મા રાહત મળે છે જો તમે ઉપવાસ કરશો તો તમારા શરીરમાં રહેલ કચરો આપમેળે દૂર થઈ જશે અને દરેક બીમારી થી રાહત મળે છે
મિત્રો પહેલાના જમાનામા વડવાઓ નાના બાળકોને અડધી ચમચી દિવેલ તેલ પીવડાવતા હતા એટલે કે જે સમયાંતરે થોડું દિવેલ પીવામા આવે તો આપણા આંતરડા સ્વચ્છ રહે છે ગંદકી ને દૂર કરે છે અને ચરબી ની ગાંઠ થતી અટકાવે છે .
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.