મિત્રો આજના આ લેખમા અમે તમને વા, સંધિવા, કમરનો દુખાવા ના કેટલાક ઘરેલુ ઉપચાર અને ઉપાયો વિશેની માહિતી જણાવીશું અને આ લેખમા અમે તમને વા થવાના કારણો અને લક્ષણો વિશે જાણકારી આપીશું.
મિત્રો ખારા,ખાટા, તીખા, ઉષ્ણ અને શુષ્ક પદાર્થ નું સેવન તેમજ માછલી, માંસ, ગોળ આદિ ખોરાક લેવાથી આ સમસ્યા થાય છે ઢીંચણ, કોણી, કમર, ખભે, હાથ-પગ વગેરે શરીરના ભાગો માં દુખાવો અને દાહ થાય છે.
મિત્રો વા માટે ઘણા દેશી ઉપચાર વિષે આપણે જાણીશુ અરડુસી ગોળ અને કડુનો કાઢો પીવાથી સંધિવા મા ખુબ જ રાહત મળે છે. ગોરખમુખી કડુનું ચૂર્ણ મધ અને ઘી સાથે લેવાથી વાની બિમારી માં ખુબજ ફાયદો થાય છે.
કડવા લીમડાના પાનનો અંગરસ ગાયના દૂધમાં આપવાથી પણ સંધિવા અને કમરના દુખાવામાં રાહત મળે છે, સૂરવાળી હરડેનું ચૂર્ણ ગોળ સાથે લેવાથી પણ વા ની બિમારી મા રાહત મળે છે લીમડાના તેલની માલિશ હાથ પગે કરવાથી વા ના કારણે થતો દુખાવો ઓછો થઈ જાય છે.
જે લોકો ને કમરનો દુખાવો અને સંધિવા ની સમસ્યા હોય ઍ લોકો ને આ ઉપાય કરવાથી ખુબ જ રાહત મળશે એના માટે તમારે એક મુઠી અજમો એક ચમચી મીઠુ પાણીમાં નાખીને ગરમ કરો અને ઉપર એક જાળી મૂકી દો અને જાળી પર એક ભીનુ કપડુ ગડી કરીને મૂકી દો પછી એ કપડા વડે શેક કરો આમ કરવાથી હાથ પગના સાંધાનો દુખાવો મટી જશે.
શરીરના કોઈપણ અંગમા કળતર થતી હોય તો સવાર સાંજ વાટેલા આંબળાનું ચૂર્ણ પાણી સાથે ફાકવાથી અને થોડી વાર પછી દૂધમાં એલચી નાખી ગરમ કરેલું દૂધ પીવાથી તરત જ ફાયદો થાય છે.
100 ગ્રામ અજમાનું ચૂર્ણ 100 ગ્રામ ગોળ એક સાથે ભેળવી દો અને પછી દરરોજ સવાર સાંજ પાંચ પાંચ ગ્રામ ચૂર્ણ રોજ લેવાથી કમરના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે
તો મિત્રો આ રીતે આ લેખ મા બતાવ્યા પ્રમાણે જો તમે આયુર્વેદ ઉપચાર જો તમે કરશો તો 100 ટકા તમને વા સંધિવા અને કમરના દુખાવામાં ખૂબ જ રાહત મળશે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.