આ કપરા સમયમાં તમામ વાયરલ અને રોજિંદી બીમારીઓની એક જ દવા એટલે આદુ.

મિત્રો આજે અમે તમને જણાવીશું કે અત્યારનો સમય ખુબજ ગંભીર સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક બીમારીઓ ને દૂર કરવા માટે આદુનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો આજના સમય માં કોરોના જેવી મહામારીને દૂર કરવા માટે આદુ ખુબજ ઉપયોગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આદુ નો ઉપયોગ ચા માં જ નહીં પરંતુ તેનો અન્ય ઉપયોગ જેવો કે ઉકારા બનાવવા અને દાળ શાક માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આદુનો ઉપયોગ શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને અનેક બીમારીઓ દૂર કરવામાં ખુબજ મહત્વ નો ભાગ ભજવે છે.

તેમાં રહેલા ગુણ ને આધારે તેને તેને અનેક બીમારીમાં ઓળખવામાં આવે છે. તેનો રસોડામાં ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. તેના ઘણા ઉપયોગ છે પરંતુ તેના વિશે ઓછા લોકો જાણતા હોય છે. તો મિત્રો આજે તમને અમે આદુના અદભુત ફાયદા વિશે જણાવીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આદુના અદભુત ફાયદા:-

આદુ તાસીરમાં ગરમ હોવાથી તે અનેક બીમારીમાં ફાયદો કરે છે. તેમાં આયન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે તત્વો રહેલા હોય છે. જો મળ રોકાઈ ગયો હોય તો તેને છૂટો પાડવા અને સરકાવવા માટે તે અગત્યનો ભાગ ભજવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તે સ્વાદમાં તીખું હોવાથી જઠરાગ્ની ને ઉત્તપન્ન કરે છે તથા પચ્યા બાદ તે મધુર લાગે છે. તે કફને મટાડવા માટે અને હદય માટે ખુબજ ફાયદાકારક છે. તે સોજા, શરદી અને રુચીને ઉત્તપન્ન કરનાર છે. તે મોટા ભાગે કફ, ઉલટી, ગળાના રોગો અને બીજા કેટલાક રોગોને મટાડવા માટે ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.

જે લોકો ને શરદી થઈ હોય તેવા લોકો માટે આદુનો આદમપાક બનાવીને તેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરાંત તેમાં મીઠું અને લીંબુ નાખીને અથાણું બનાવવામાં આવે છે.

ઉલટી ઉબકમાં માટે:-
જે લોકોને વધારે પડતી ઉલટી અને ઉબકાની સમસ્યા હોય તેવા લોકોએ તેમાં મીઠું અને લીંબુ નાખીને ખાવાથી તેમાં રાહત મળે છે તથા મુસાફરી દરમિયાન થતી ઉલટીની સમસ્યા માટે આદુ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે છે.

ગઠિયાના દુખાવા માટે:-
જે લોકોને સાંધાના દુખવા થતા હોય તેવા લોકો માટે અને ગાંઠિયાં વા માટે તેનો લેપ અથવાતો રસ લગાવવાથી પણ દુખાવામાં ફાયદો થાય છે. આદુમાં હળદળ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી દુખાવા માં રાહત મળે છે. તે ઉપરાંત સાંધામાં થનારા દુઃખાવા માટે તેનો પાઉડર બનાવીને પીવાથી પણ તેમાં રાહત થાય છે.

માસિક ધર્મ માટે:-
જે સ્રી ઓને માસિક ધર્મ વખતે ખુબજ પીડા થતી હોય ત્યારે તેમને દિવસમાં 3 થી 4 વાર આદુની ચા બનાવીને પીવાથી ફાયદો થાય છે.

શરદી, ઉધરસ અને તાવ માટે:-
જે લોકો ને શિયાળા દરમિયાન આ તકલીફ રહેતી હોય તેવા લોકો માટે આદુનો શરબત અથવા તો સૂંઠ નાખીને પીવાથી તે ગરમ હોવાને કારણે શરદી જેવી બીમારીમાં આરામ મળે છે. આદુ, મધ અને પાણી સાથે બનાવેલી ચા નો દિવસમાં બે વાર ઉપયોગ કરવાથી તાવ મટી જાય છે.

હદય માટે:-
જે લોકો હદય ની સમસ્યાથી પરેશાન હોય તેવા લોકો માટે આદુનો ઉપયોગ કરવાથી હદયની બીમારી દૂર થાય છે. તેઓનું હદય પણ સ્વસ્થ રહે છે અને હાર્ટએટેક જેવી બીમારી પણ આવતી નથી.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment