આયુર્વેદ

તુલસીના પાન નું સેવન કરો અને અનેક રોગો દૂર કરો

પ્રાચીન સમય થી તુલસીનું અનેક ઘણું મહત્વ સમજાવ્યું છે તેમાં તેને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેને લોકો ઘર ના આંગણામાં રાખી તેની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે. જે લોકોના ઘરે તુલસી છે તેમણે પવિત્ર તીર્થ સ્થાન ગણવામાં આવે છે. જ્યાં તુલસી હોય ત્યાંની હવા શુદ્ધ રહે છે અને જીવાણુ ઓ પણ દૂર રહે છે.

તુલસી ને કારણે વાતાવરણમાં રહેલા વાઇરસ અને તાવ ના જીવાણુ જેવાકે મેલેરીયા ના અને ડેન્ગ્યુ ના મચ્છર પણ દૂર રહે છે જેના લીધે તાવ જેવી બીમારીથી દૂર રહી શકાય છે. તુલસીના કારણે તેની આસપાસ ઝેરી જનાવર પણ આવતા નથી. આવા અનેક ફાયદા ને કારણે તુલસી થી રોગો ને દૂર કરી શકાય છે.

તુલસીથી અનેક રોગો દુર કરવાના ઉપાયો:-

તુલસીના રસમાં આદુ અને મધ મિક્સ કરીને પીવાથી તાવ ,શરદી તથા ફેફસાં ના રોગોમાં ફાયદો થાય છે. તુલસીમાં આદુ નો રસ મિક્સ કરીને મધ ને લેવાથી પણ ફેફસા અને તાવ ના રોગોમાં તાત્કાલિક રાહત મેળવી શકાય છે. તેના કારણે ફેફસા માં રહેલા કફ ને પણ દૂર કરી શકાય છે.

ઉનાળામાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોવાથી તુલસીના રસને શરીર પર લગાવાથી મચ્છર કરડતા નથી. તેના કારણે તાવ પણ આવતો નથી અને ડેન્ગ્યુ જેવા રોગો પણ દૂર રહે છે. તુલસીના કારણે આસપાસ ના બધાજ મચ્છરો દૂર રહે છે. લાંબા સમય સુધી તુલસીના રસ ને પીવાથી લોહીનો વિકાર,ત્વચા નો રોગ તથા રક્ત કોઢ મટી જાય છે.

કોઈપણ ચામડીનો રોગ થવાનું મુખ્ય કારણ આહાર અને પોષક વિરૃદ્ધ હોવાથી ત્વચામાં રહેલું મેલેનીન પ્રમાણ ઘટવાને કારણે પણ ત્વચામાં રોગ થઈ શકે છે. કોઈપણ ની સાથે વિરૃદ્ધ આહાર લેવાના કારણે પણ ચામડીનો રોગ થઈ શકે છે.

તુલસીના પાન,મરી અને સિંધારું ને ચાવવાથી તથા તુલસીના રસ ને શરીર પર લગાવાથી શીળસ મટી જાય છે. આ રસ લગાવાથી ઘરે જ મટી જાય છે. જો તમને કોઈપણ રોગ થાય હોય ત્યારે તુલસી,મધ અને આદુના રસ ને ભેરવીને ખાવાથી બધાજ રોગ માં ફાયદો થાય છે.

તેનાથી ઉલટી,ઉબકા,અજીર્ણ,ગેસ,તાવ વગેરેમાં ખૂબ ફાયદો થાય છે. બાળકોમાં આ પ્રયોગ કરવાથી મંદા બાળકો તંદુરસ્ત બને છે. તુલસીના રસમાં લીંબુ નો રસ મિક્સ કરીને પીવાથી પેશાબના તમામ રોગો દૂર થાય છે. તે ઉપરાંત તેના રસ ને ધાધર અને ઉંદરી પર લગાવાથી મટી જાય છે. આ બાહ્ય પ્રયોગ કરીને ધાધર મટાડી શકાય છે.

તુલસીના માંજરને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી મધ સાથે લેવાથી આધાશીશી અને માથાનો દુખાવો દૂર થાય છે. તુલસીના રસમાં બમણો લીંબુનો રસ મિક્સ કરીને લેવાથી પીત્ત ના રોગો ઉલટી વગેરે માં લાભદાયક સાબિત થાય છે. આમાં આરામ મેળવવા માટે ખાટા પદાર્થો,અથાવાળી વસ્તુઓ,તીખું તળેલું અને ટામેટા વગેરે ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *